Rahul Gandhi Visits Gujarat: રાહુલ ગાંધી શનિવારે ગુજરાત પ્રવાસે,કોંગ્રેસ બનાવશે નવી રણનીતિ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે ગુજરાતની મુલાકાતેઅમદાવાદના રાજીવ ગાંધી ભવન પર આવશેરાહુલ ગાંધી જગન્નાથ મંદિરે દર્શન કરવા જઇ શકેકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાતની મુલાકાતે છે. રાહુલ ગાંધી આવતીકાલે અમદાવાદના રાજીવ ગાંધી ભવન પર આવશે. રાહુલ ગાંધી જગન્નાથ મંદિરે દર્શન કરવા જાય તેવી પણ શક્યતા છે. રાજીવ ગાંધી ભવન પર પથ્થરમારામાં અટકાયત કરેલા કાર્યકરો સાથે તેઓ મુલાકાત કરશે. રાજકોટ અગ્નિકાંડના પીડિતો સાથે પણ રાહુલ ગાંધી મુલાકાત કરશે.આ વખતે લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધને ભાજપને જબરજસ્ત ટક્કર આપ્યા બાદ અને કોંગ્રેસે 99 બેઠકો જીત્યા બાદ રાહુલ ગાંધીનું રાજકીય કદ વધ્યું છે. લોકસભામાં હવે તેઓ વિપક્ષના નેતા છે. આજે તેઓ યૂપીના હાથરસમાં થયેલી દુર્ઘટનાના પીડિતોને મળ્યા હતા, અને તેમની વ્યથા સાંભળી હતી.. હવે ગુજરાતની મુલાકાતમાં તેઓ રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોની પણ મુલાકાત લેવાના છે જેબાબત બહુ સૂચક છે.લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 6 જુલાઇના રોજ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે. આવતીકાલે ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારો રાહુલ ગાંધીને મળશે. અગ્નિકાંડના પીડિતો સાથે થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ ઓનલાઇન વાત કરી હતી. મૃતક આશાબેન કાથડના પરિવારજનોએ કહ્યું અમે આવતીકાલે રાહુલ ગાંધીને મળીશું. રાજકોટ કોંગ્રેસના અગ્રણીઓ રાજકોટથી પીડિત પરિવારોને અમદાવાદ લઈ જશે.રાહુલ ગાંધી કેમ આવી રહ્યા છે ગુજરાત?બપોરે 1 વાગે અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં અટકાયત કરાયેલા કોંગ્રેસના નેતાઓને મળશે બપોરે 1.30 કલાકે પ્રદેશ કાર્યાલયમાં કાર્યકરોને સંબોધશે બપોરે 2 વાગ્યે અમદાવાદમાં પાર્ટી કાર્યાલય ખાતે જેલમાં બંધ પાર્ટી નેતાઓના પરિવારજનોને મળશે બપોરે 2.30 કલાકે રાજકોટ ગેમિંગ ઝોન, મોરબી બ્રિજ ઘટના, સુરત ફાયરની ઘટના અને વડોદરા હરણી બોટ ઘટનાના પીડિત પરિવારોને મળશે

Rahul Gandhi Visits Gujarat: રાહુલ ગાંધી શનિવારે ગુજરાત પ્રવાસે,કોંગ્રેસ બનાવશે નવી રણનીતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે ગુજરાતની મુલાકાતે
  • અમદાવાદના રાજીવ ગાંધી ભવન પર આવશે
  • રાહુલ ગાંધી જગન્નાથ મંદિરે દર્શન કરવા જઇ શકે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાતની મુલાકાતે છે. રાહુલ ગાંધી આવતીકાલે અમદાવાદના રાજીવ ગાંધી ભવન પર આવશે. રાહુલ ગાંધી જગન્નાથ મંદિરે દર્શન કરવા જાય તેવી પણ શક્યતા છે. રાજીવ ગાંધી ભવન પર પથ્થરમારામાં અટકાયત કરેલા કાર્યકરો સાથે તેઓ મુલાકાત કરશે. રાજકોટ અગ્નિકાંડના પીડિતો સાથે પણ રાહુલ ગાંધી મુલાકાત કરશે.

આ વખતે લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધને ભાજપને જબરજસ્ત ટક્કર આપ્યા બાદ અને કોંગ્રેસે 99 બેઠકો જીત્યા બાદ રાહુલ ગાંધીનું રાજકીય કદ વધ્યું છે. લોકસભામાં હવે તેઓ વિપક્ષના નેતા છે. આજે તેઓ યૂપીના હાથરસમાં થયેલી દુર્ઘટનાના પીડિતોને મળ્યા હતા, અને તેમની વ્યથા સાંભળી હતી.. હવે ગુજરાતની મુલાકાતમાં તેઓ રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોની પણ મુલાકાત લેવાના છે જેબાબત બહુ સૂચક છે.

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 6 જુલાઇના રોજ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે. આવતીકાલે ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારો રાહુલ ગાંધીને મળશે. અગ્નિકાંડના પીડિતો સાથે થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ ઓનલાઇન વાત કરી હતી. મૃતક આશાબેન કાથડના પરિવારજનોએ કહ્યું અમે આવતીકાલે રાહુલ ગાંધીને મળીશું. રાજકોટ કોંગ્રેસના અગ્રણીઓ રાજકોટથી પીડિત પરિવારોને અમદાવાદ લઈ જશે.

રાહુલ ગાંધી કેમ આવી રહ્યા છે ગુજરાત?

  • બપોરે 1 વાગે અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં અટકાયત કરાયેલા કોંગ્રેસના નેતાઓને મળશે
  • બપોરે 1.30 કલાકે પ્રદેશ કાર્યાલયમાં કાર્યકરોને સંબોધશે
  • બપોરે 2 વાગ્યે અમદાવાદમાં પાર્ટી કાર્યાલય ખાતે જેલમાં બંધ પાર્ટી નેતાઓના પરિવારજનોને મળશે
  • બપોરે 2.30 કલાકે રાજકોટ ગેમિંગ ઝોન, મોરબી બ્રિજ ઘટના, સુરત ફાયરની ઘટના અને વડોદરા હરણી બોટ ઘટનાના પીડિત પરિવારોને મળશે