Dang News: સાપુતારાની ઊંડી ખીણમાં ખાબકી બસ, વીડિયોના લાઈવ દ્રશ્યો સામે આવ્યા

ડાંગમાં બસ ખીણમાં ખાબકતા બે બાળકોના મોત બસમાંથી મુસાફરે ઉતારેલા લાઈવ વીડિયો સામે આવ્યો 6 મિનિટના વીડિયોના અંતમાં બસ ખીણમાં ખાબકી ડાંગના સાપુતારમાં બસ અકસ્માત વખતનો વીડિયો સામે આવ્યો છે. મુસાફર વીડિયો બનાવી રહ્યો હતો તે જ સમયે બસનો અકસ્માત સર્જાયો. મુસાફરે ઉતારેલા 6 મિનિટના વીડિયોના અંતમાં બસ ખીણમાં પડતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બસ ખીણમાં ખાબકતા બે બાળકોના મોત નિપજ્યાં છે, જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. બસ ખીણમાં ખાબકતા બચાવો-બચાવોની ચીખો સ્પષ્ટપણે સંભળાય રહી છે. ડાંગમાં પ્રવાસીઓથી ભરેલી બસ ખીણમાં ખાબકી ડાંગમાં એક બસ 15 ફૂટ નીચે ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 2 બાળકોના મોત નિપજ્યાં છે, જ્યારે અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ બસમાં 70 જેટલા પ્રવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. સાપુતારા ઘાટમાં બસ ખીણમાં ખાબકી હોવાની જાણકારી સાપુતારા નોટિફાઈડ ટીમને મળતા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ મદદ માટે ડિઝાસ્ટર ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. નોટિફાઈડ ટીમ અને ડિઝાસ્ટર ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે લઈ જવાયા સાપુતાર રોડ પર બસના ચાલકે ટ્રકને ઓવરટેક કરતી વખતે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જ્યાર બાદ બેકાબૂ બનેલી બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં બે બાળકોના મોત નિપજ્યાં હતા. તેમજ ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

Dang News: સાપુતારાની ઊંડી ખીણમાં ખાબકી બસ, વીડિયોના લાઈવ દ્રશ્યો સામે આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડાંગમાં બસ ખીણમાં ખાબકતા બે બાળકોના મોત
  • બસમાંથી મુસાફરે ઉતારેલા લાઈવ વીડિયો સામે આવ્યો
  • 6 મિનિટના વીડિયોના અંતમાં બસ ખીણમાં ખાબકી

ડાંગના સાપુતારમાં બસ અકસ્માત વખતનો વીડિયો સામે આવ્યો છે. મુસાફર વીડિયો બનાવી રહ્યો હતો તે જ સમયે બસનો અકસ્માત સર્જાયો. મુસાફરે ઉતારેલા 6 મિનિટના વીડિયોના અંતમાં બસ ખીણમાં પડતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બસ ખીણમાં ખાબકતા બે બાળકોના મોત નિપજ્યાં છે, જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. બસ ખીણમાં ખાબકતા બચાવો-બચાવોની ચીખો સ્પષ્ટપણે સંભળાય રહી છે.

ડાંગમાં પ્રવાસીઓથી ભરેલી બસ ખીણમાં ખાબકી

ડાંગમાં એક બસ 15 ફૂટ નીચે ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 2 બાળકોના મોત નિપજ્યાં છે, જ્યારે અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ બસમાં 70 જેટલા પ્રવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. સાપુતારા ઘાટમાં બસ ખીણમાં ખાબકી હોવાની જાણકારી સાપુતારા નોટિફાઈડ ટીમને મળતા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ મદદ માટે ડિઝાસ્ટર ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. નોટિફાઈડ ટીમ અને ડિઝાસ્ટર ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે લઈ જવાયા

સાપુતાર રોડ પર બસના ચાલકે ટ્રકને ઓવરટેક કરતી વખતે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જ્યાર બાદ બેકાબૂ બનેલી બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં બે બાળકોના મોત નિપજ્યાં હતા. તેમજ ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.