આગામી 15 મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની જામનગર જિલ્લા કક્ષાની ઉજવણી જામજોધપુર ખાતે યોજાશે
image : SocialmediaJamnagar News : આગામી તા.15 મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જામજોધપુર ખાતે યોજાનાર છે. જે ઉજવણી સુચારૂ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં કલેક્ટરએ લગત અધિકારીઓને જરૂરી વ્યવસ્થા તથા આયોજન અંગે સૂચના અને જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો અવસર શાનદાર બને તે માટે કલેક્ટરએ કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે તબક્કાવાર આયોજનો હાથ ધરવા વિભાગોને સૂચન કર્યુ હતું. રાષ્ટ્રીય પર્વની ઉજવણી ઉત્સાહભેર થાય અને જિલ્લાવાસીઓ આ ઉજવણીમાં સહભાગી બને તથા કાર્યક્રમના સ્થળ પર બેઠક વ્યવસ્થા, મંડપ, પીવાનું પાણી, આરોગ્ય સેવા, વગેરે સવલત અંગે કલેક્ટરએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કક્ષાના કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય તે માટે ડેકોરેશન અને રોશની, બેઠક વ્યવસ્થા, વૃક્ષારોપણ, પરેડ, ફ્લેગ માર્ચ, ગ્રાઉન્ડ, રાષ્ટ્રધ્વજ, ધ્વજ પોલ, બેરીકેટ, સાઉન્ડ સિસ્ટમ, પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્ય વ્યવસ્થા, નિમંત્રણ કાર્ડ વગેરે વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા પણ સંબંધીત અધિકારીઓને સૂચના અપાઈ હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, તમામ પ્રાંત અધિકારીઓ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
image : Socialmedia
Jamnagar News : આગામી તા.15 મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જામજોધપુર ખાતે યોજાનાર છે. જે ઉજવણી સુચારૂ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં કલેક્ટરએ લગત અધિકારીઓને જરૂરી વ્યવસ્થા તથા આયોજન અંગે સૂચના અને જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.
રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો અવસર શાનદાર બને તે માટે કલેક્ટરએ કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે તબક્કાવાર આયોજનો હાથ ધરવા વિભાગોને સૂચન કર્યુ હતું. રાષ્ટ્રીય પર્વની ઉજવણી ઉત્સાહભેર થાય અને જિલ્લાવાસીઓ આ ઉજવણીમાં સહભાગી બને તથા કાર્યક્રમના સ્થળ પર બેઠક વ્યવસ્થા, મંડપ, પીવાનું પાણી, આરોગ્ય સેવા, વગેરે સવલત અંગે કલેક્ટરએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કક્ષાના કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય તે માટે ડેકોરેશન અને રોશની, બેઠક વ્યવસ્થા, વૃક્ષારોપણ, પરેડ, ફ્લેગ માર્ચ, ગ્રાઉન્ડ, રાષ્ટ્રધ્વજ, ધ્વજ પોલ, બેરીકેટ, સાઉન્ડ સિસ્ટમ, પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્ય વ્યવસ્થા, નિમંત્રણ કાર્ડ વગેરે વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા પણ સંબંધીત અધિકારીઓને સૂચના અપાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, તમામ પ્રાંત અધિકારીઓ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.