Bhavnagarના ભાલ પંથકમાં ઘેલો નદીના પાણી ઘૂસ્યા, ખેડૂતોનો પાક થયો નષ્ટ
ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસતા ભાલ પંથકના ઘેલો નદીના પાણી ખેડૂતોના ખેતર અને ઘર સુધી પહોંચી ગયા છે.ભાલ પંથકના દેવળિયા ગામમાં જવાનો રસ્તો બંધ થયો છે.આણંદપર, દેવળિયા, પાળિયાદ, રાજપરાનો રસ્તો બંધ થતા ગામમા જવાના રસ્તા બંધ થતાં લોકોને હાલાકી પડી રહી છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે અધિકારીઓ કે ધારાસભ્ય જોવા શુદ્ધા આવ્યા નથી. પાકને થયું મોટુ નુકસાન ભાવનગરના ભાલ પંથકમાં ઘેલો નદીના પાણી ઘુસી જતા પાકને મોટુ નુકસાન થયું છે.ખેડૂતનો તૈયાર થયેલો પાક નષ્ટ થયો છે,પાણી એ લેવલે ભરાયા છે કે ખેડૂતોને તેમના ખેતરો નથી દેખાતા જાણે એમ લાગે કે કોઈ દરિયો છે,ત્યારે ખેડૂતોનું એ પણ કહેવું છે કે નદીમાંથી જે પાઈપલાઈન નીકળે છે તેમાં લીકેજ હોવાના કારણે પાણી બેક મારે છે અને ખેતરોમાં ઘુસી ગયા છે,ગઈકાલથી ભાવનગર જિલ્લામાં અવિરત વરસેલા વરસાદે તેનું રૌદ્ર સ્વરૂપ ખેડૂતને બતાવ્યું છે. ગામમાં જવાનો રસ્તો બંધ ભાલ પંથકમાં આવેલ દેવળીયા ગામમાં જવાનો રસ્તો થયો બંધ થયો છે,જેના કારણે ખેડૂતોને અને સ્થાનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઉ હોય તો 10 કિમી ફરીને જવાનો વારો આવ્યો છે.ભાલ પંથકના આણંદપર,દેવળીયા,પાળીયાદ તેમજ રાજપરા ગામનો રસ્તો બંધ થયો છે.ઘેલો નદીનું પાણી ભાલ પંથકમાં ફરી વળતા ગ્રામ્ય પંથકોના રસ્તાઓ બંધ થયા છે અને ગામની અંદર કે ગામની બહાર નિકળવું મુશ્કેલ થયું છે. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 1 ફૂટ બાકી શેત્રુંજી ડેમ ઓવરફલો થવામાં 1 ફૂટ બાકી છે,ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થતા ડેમમાં પાણીની આવક થઈ છે,સાથે સાથે અમરેલી જિલ્લામાં વરસાદ થતા તેનું પાણી પણ શેત્રુંજય ડેમમાં આવી રહ્યું છે.સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ શેત્રુંજી ડેમ 90 ટકા ભરાયો છે.શેત્રુંજી ડેમમાં 30,300 ક્યુસેક પાણીની આવક થઈ છે.શેત્રુંજી ડેમની જળ સપાટી 31.5 ફૂટે પહોંચી છે.શેત્રુંજી ડેમ 34 ફૂટે થાય છે ઓવરફલો. ડેમમાંથી 35,000 હેક્ટર જમીનને પિયતનો લાભ ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાયેલી છે. કારણકે શેત્રુંજી ડેમમાંથી નહેર માટે અંદાજિત 35000 હેક્ટર જમીનને પિયતનો લાભ મળે છે જેમાં તળાજા વિસ્તારને મહત્તમ એટલે કે 65%થી વધુ જમીનને પિયતનો લાભ મળે છે.આ વર્ષે શેત્રુંજી જળાશય ઉપરવાસમાં જૂન અને જુલાઈમાં વરસાદનું પ્રમાણ ઘટતા ક્રમે રહ્યું હતું. પરંતુ સપ્ટેમ્બરમાં સારા વરસાદને લીધે ડેમની ઉપરવાસ વિસ્તારમાં આવક ધીમી ગતિએ વધતી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસતા ભાલ પંથકના ઘેલો નદીના પાણી ખેડૂતોના ખેતર અને ઘર સુધી પહોંચી ગયા છે.ભાલ પંથકના દેવળિયા ગામમાં જવાનો રસ્તો બંધ થયો છે.આણંદપર, દેવળિયા, પાળિયાદ, રાજપરાનો રસ્તો બંધ થતા ગામમા જવાના રસ્તા બંધ થતાં લોકોને હાલાકી પડી રહી છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે અધિકારીઓ કે ધારાસભ્ય જોવા શુદ્ધા આવ્યા નથી.
પાકને થયું મોટુ નુકસાન
ભાવનગરના ભાલ પંથકમાં ઘેલો નદીના પાણી ઘુસી જતા પાકને મોટુ નુકસાન થયું છે.ખેડૂતનો તૈયાર થયેલો પાક નષ્ટ થયો છે,પાણી એ લેવલે ભરાયા છે કે ખેડૂતોને તેમના ખેતરો નથી દેખાતા જાણે એમ લાગે કે કોઈ દરિયો છે,ત્યારે ખેડૂતોનું એ પણ કહેવું છે કે નદીમાંથી જે પાઈપલાઈન નીકળે છે તેમાં લીકેજ હોવાના કારણે પાણી બેક મારે છે અને ખેતરોમાં ઘુસી ગયા છે,ગઈકાલથી ભાવનગર જિલ્લામાં અવિરત વરસેલા વરસાદે તેનું રૌદ્ર સ્વરૂપ ખેડૂતને બતાવ્યું છે.
ગામમાં જવાનો રસ્તો બંધ
ભાલ પંથકમાં આવેલ દેવળીયા ગામમાં જવાનો રસ્તો થયો બંધ થયો છે,જેના કારણે ખેડૂતોને અને સ્થાનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઉ હોય તો 10 કિમી ફરીને જવાનો વારો આવ્યો છે.ભાલ પંથકના આણંદપર,દેવળીયા,પાળીયાદ તેમજ રાજપરા ગામનો રસ્તો બંધ થયો છે.ઘેલો નદીનું પાણી ભાલ પંથકમાં ફરી વળતા ગ્રામ્ય પંથકોના રસ્તાઓ બંધ થયા છે અને ગામની અંદર કે ગામની બહાર નિકળવું મુશ્કેલ થયું છે.
શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 1 ફૂટ બાકી
શેત્રુંજી ડેમ ઓવરફલો થવામાં 1 ફૂટ બાકી છે,ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થતા ડેમમાં પાણીની આવક થઈ છે,સાથે સાથે અમરેલી જિલ્લામાં વરસાદ થતા તેનું પાણી પણ શેત્રુંજય ડેમમાં આવી રહ્યું છે.સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ શેત્રુંજી ડેમ 90 ટકા ભરાયો છે.શેત્રુંજી ડેમમાં 30,300 ક્યુસેક પાણીની આવક થઈ છે.શેત્રુંજી ડેમની જળ સપાટી 31.5 ફૂટે પહોંચી છે.શેત્રુંજી ડેમ 34 ફૂટે થાય છે ઓવરફલો.
ડેમમાંથી 35,000 હેક્ટર જમીનને પિયતનો લાભ
ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાયેલી છે. કારણકે શેત્રુંજી ડેમમાંથી નહેર માટે અંદાજિત 35000 હેક્ટર જમીનને પિયતનો લાભ મળે છે જેમાં તળાજા વિસ્તારને મહત્તમ એટલે કે 65%થી વધુ જમીનને પિયતનો લાભ મળે છે.આ વર્ષે શેત્રુંજી જળાશય ઉપરવાસમાં જૂન અને જુલાઈમાં વરસાદનું પ્રમાણ ઘટતા ક્રમે રહ્યું હતું. પરંતુ સપ્ટેમ્બરમાં સારા વરસાદને લીધે ડેમની ઉપરવાસ વિસ્તારમાં આવક ધીમી ગતિએ વધતી હતી.