Bhavnagarના અડધા વિસ્તારોમાં મનપાએ પાણી પુરવઠો બંધ કર્યો
આજે ભાવનગરના અડધા વિસ્તારોમાં મનપાએ કાપ મુક્યો છે. જેથી આજે સવારે 10 વાગ્યાથી ભાવનગરના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે. પ્રાપ્ત માહિતી અિનુસાર, ભાવનગરમાં મેઇન્ટેનન્સના બહાના હેઠળ ભાવનગર શહેરના અડધા વિસ્તારોમાં ભાવનગર મનપાએ પાણી પુરવઠો બંધ કર્યો છે. હાલમાં ભાવનગર મનપાએ શેત્રુંજી પાઈપ લાઇનની રીપેરીંગ કામગીરી હાથ ધરી છે, જેના કારણે પાણી કાપ મુકવામાં આવ્યો છે. જેથી સવારે 10 વાગ્યાથી પાણી પુરવઠો બંધ રહેશે તેવી જાહેરાત મનતા દ્વારા કરાઈ છે. પાણી પુરવઠો બંધ થતા જનતાએ ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.પાણી પુરવઠો ૂબંધ થતા જનતામાં આક્રોશ હાલ તહેવારોનો સમય ચાલી રહ્યો હોય ત્યારે પાણી પુરવઠો બંધ કરતા જનતા રોષે ભરાઈ છે. હાલમાં ભાવનગર મનપાએ શેત્રુંજી પાઈપ લાઇનની રીપેરીંગ કામગીરી હાથ ધરી છે. જેથી કામગીરીમા કોઈ અડચણ ન આવે તે માટે મનપાએ પાણી પુરવઠો બંધ કરવાની ફરજ પડી છે. જેને લઈને મનપા દ્વારા ભાવનગરના વિવિધ વિસ્તારોમાં પાણી કાપ મુક્યવામાં આવ્યો છે. હાલ તહેવારોનો સમય હોય પાણી પુરવઠો બંધ થતા લોકોને હાલાકી ભોગવવાનો વારે આવ્યો છે. જનતાએ મનપા પર રોષ ઠાલવતા ભાવનગર મનપા વિરુદ્ધ ઘણા આક્ષેપો કર્યા છે. લોકો કહ્યુ કે, તહેવારોના દિવસો હોય ત્યારે મનપાને પોતાની કામગીરી યાદ આવી છે. આ સમયમાં પાણી બંધ થતા લોકો ખુબ હેરાન થઈ શકે છે. ભાવનગર મનપાએ હાલ આ રીપેરીંગની કામગીરી હાથ ધરતા જનતા રોષે ભરાઈ છે. ભાવનગરના વિસ્તારોમાં પાણી કાપ તમને જણાવી દઈએ કે, મનપાએ ભાવનગરના વિવિધ વિસ્તારો જેમ કે, મનકાએ તખ્તેશ્વર ફિલ્ટર, ડાયમંડ ઇએસઆર, પ્રભુદાસ તળાવ ઇએસઆર અને ચિત્રા ફિલ્ટર હેઠળ આવતા વિસ્તારોમાં પાણી કાપ મુવાની જાહેરાત કરી છે. આ વિસ્તારોમાં અડધુ ભાવનગર સમાઈ જાય છે. ભાવનગરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેવાથી લોકોની મુશ્કેલી વધી શકે છે. ત્યારે મનપા હવે જનતાના આ વિરોધને કેવી રીતે શાંત કરી શકે છે, તે જોવાનુ રહ્યુ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજે ભાવનગરના અડધા વિસ્તારોમાં મનપાએ કાપ મુક્યો છે. જેથી આજે સવારે 10 વાગ્યાથી ભાવનગરના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે.
પ્રાપ્ત માહિતી અિનુસાર, ભાવનગરમાં મેઇન્ટેનન્સના બહાના હેઠળ ભાવનગર શહેરના અડધા વિસ્તારોમાં ભાવનગર મનપાએ પાણી પુરવઠો બંધ કર્યો છે. હાલમાં ભાવનગર મનપાએ શેત્રુંજી પાઈપ લાઇનની રીપેરીંગ કામગીરી હાથ ધરી છે, જેના કારણે પાણી કાપ મુકવામાં આવ્યો છે. જેથી સવારે 10 વાગ્યાથી પાણી પુરવઠો બંધ રહેશે તેવી જાહેરાત મનતા દ્વારા કરાઈ છે. પાણી પુરવઠો બંધ થતા જનતાએ ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
પાણી પુરવઠો ૂબંધ થતા જનતામાં આક્રોશ
હાલ તહેવારોનો સમય ચાલી રહ્યો હોય ત્યારે પાણી પુરવઠો બંધ કરતા જનતા રોષે ભરાઈ છે. હાલમાં ભાવનગર મનપાએ શેત્રુંજી પાઈપ લાઇનની રીપેરીંગ કામગીરી હાથ ધરી છે. જેથી કામગીરીમા કોઈ અડચણ ન આવે તે માટે મનપાએ પાણી પુરવઠો બંધ કરવાની ફરજ પડી છે. જેને લઈને મનપા દ્વારા ભાવનગરના વિવિધ વિસ્તારોમાં પાણી કાપ મુક્યવામાં આવ્યો છે. હાલ તહેવારોનો સમય હોય પાણી પુરવઠો બંધ થતા લોકોને હાલાકી ભોગવવાનો વારે આવ્યો છે. જનતાએ મનપા પર રોષ ઠાલવતા ભાવનગર મનપા વિરુદ્ધ ઘણા આક્ષેપો કર્યા છે. લોકો કહ્યુ કે, તહેવારોના દિવસો હોય ત્યારે મનપાને પોતાની કામગીરી યાદ આવી છે. આ સમયમાં પાણી બંધ થતા લોકો ખુબ હેરાન થઈ શકે છે. ભાવનગર મનપાએ હાલ આ રીપેરીંગની કામગીરી હાથ ધરતા જનતા રોષે ભરાઈ છે.
ભાવનગરના વિસ્તારોમાં પાણી કાપ
તમને જણાવી દઈએ કે, મનપાએ ભાવનગરના વિવિધ વિસ્તારો જેમ કે, મનકાએ તખ્તેશ્વર ફિલ્ટર, ડાયમંડ ઇએસઆર, પ્રભુદાસ તળાવ ઇએસઆર અને ચિત્રા ફિલ્ટર હેઠળ આવતા વિસ્તારોમાં પાણી કાપ મુવાની જાહેરાત કરી છે. આ વિસ્તારોમાં અડધુ ભાવનગર સમાઈ જાય છે. ભાવનગરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેવાથી લોકોની મુશ્કેલી વધી શકે છે. ત્યારે મનપા હવે જનતાના આ વિરોધને કેવી રીતે શાંત કરી શકે છે, તે જોવાનુ રહ્યુ.