Rajkot પોલીસ તોડકાંડમાં નવો વળાંક ! ફરિયાદી સટ્ટામાં હારી ગયો ?
બે દિવસ પહેલા સમાચાર સામે આવ્યા હતા કે,રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ કિશન આહિર અને ભગીરથસિંહ ઝાલાએ સોનાને લઈ તોડ કર્યો હતો પરંતુ તપાસ કરતા કંઈક અલગ જ સામે આવ્યું છે,જેમાં પોલીસના સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે જે ફરિયાદી છે તે સટ્ટામાં હારી ગયો છે અને તેને રૂપિયા આપવા ના પડે તેને લઈ સોનું લઈ લીધુ છે તેવી વાત બજારમાં વહેતી કરી હતી. પોલીસે હાથધરી તપાસ રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ સોનુ લઈ તોડ કર્યો છે,ત્યારે આ ઘટનામાં વાત એ પણ સામે આવી રહી છે કે,જે વ્યકિત ફરિયાદ કરી રહ્યો છે તે વ્યકિત જ સટ્ટામાં હારી ગયો છે અને તે સોનું બનાવાનું કામ કરે છે અને તેણે અલગ-અલગ વેપારીઓ પાસેથી સોનું લઈ પરત કર્યુ ન હતુ અને પોલીસ કોન્સ્ટેબલોને કાયદાના સંકજામાં લેવાની વાત કરી હતી.પરંતુ પોલીસના સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે આ વાતમાં કંઈક અલગ જ રંધાઈ ગયુ અને પોલીસને વચ્ચે હાથો બનાવી દીધી. મૃતક વેપારીની પુત્રીને લઈ માથાકૂટ સમગ્ર ઘટનામાં વાત કરીએ તો ફરિયાદી એવું કહી રહ્યાં હતા કે પોલીસે તોડ કર્યો એટલે તેના પિતાએ આપઘાત કરી લીધો પરંતુ વાત એમ છે કે,ફરિયાદ કરનાર વ્યકિતની બહેન સુરેન્દ્રનગરમાં રહે છે અને તે રીસાઈ ગઈ છે કેમકે જે છોકરા સાથે તેણે લગ્ન કર્યા છે તેની સાથે તેને રહેવું નથી અને તેના કારણે તેના પિતા એટલે કે જે મૃતક હતા તે તેને સમજાવવા ગયા હતા પરંતુ છોકરી વાત માની નહી જેના કારણે તેના પિતાને માઠું લાગ્યુ અને તેના પિતાએ લીંબડી ખાતે આપઘાત કરી લીધો છે. ફરિયાદી સટ્ટો રમવાનો છે શોખીન પોલીસની તપાસમાં સામે આવ્યું કે જે વેપારીઓ પાસે સોનું લીધુ છે તેમને સોનું પાછુ આપવાની વાત થઈ હતી પરંતુ ફરિયાદીએ હજી સુધી સોનુ પાછુ આપ્યું નથી અને તેને એમ થયું કે આ સોનુ વેચીને તે તેનું સટ્ટાનું દેવું પૂર્ણ કરી નાખે પરંતુ આ બાબતની વાત પોલીસને થતા પોલીસ આ કેસમાં ઉંડી ઉતરી હતી હાલમાં તો રાજકોટ પોલીસ કમિશનરે બે કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કર્યા છે,પરંતુ જો આ બે કોન્સ્ટેબલ સાચા હોય અને ફરિયાદી ખોટો હોય તો ફરિયાદી પર ચૌક્કસથી ગુનો દાખલ કરવો જોઈએ અને બે કોન્સ્ટેબલને ફરજ પર પાછા હાજર કરવા જોઈએ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બે દિવસ પહેલા સમાચાર સામે આવ્યા હતા કે,રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ કિશન આહિર અને ભગીરથસિંહ ઝાલાએ સોનાને લઈ તોડ કર્યો હતો પરંતુ તપાસ કરતા કંઈક અલગ જ સામે આવ્યું છે,જેમાં પોલીસના સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે જે ફરિયાદી છે તે સટ્ટામાં હારી ગયો છે અને તેને રૂપિયા આપવા ના પડે તેને લઈ સોનું લઈ લીધુ છે તેવી વાત બજારમાં વહેતી કરી હતી.
પોલીસે હાથધરી તપાસ
રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ સોનુ લઈ તોડ કર્યો છે,ત્યારે આ ઘટનામાં વાત એ પણ સામે આવી રહી છે કે,જે વ્યકિત ફરિયાદ કરી રહ્યો છે તે વ્યકિત જ સટ્ટામાં હારી ગયો છે અને તે સોનું બનાવાનું કામ કરે છે અને તેણે અલગ-અલગ વેપારીઓ પાસેથી સોનું લઈ પરત કર્યુ ન હતુ અને પોલીસ કોન્સ્ટેબલોને કાયદાના સંકજામાં લેવાની વાત કરી હતી.પરંતુ પોલીસના સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે આ વાતમાં કંઈક અલગ જ રંધાઈ ગયુ અને પોલીસને વચ્ચે હાથો બનાવી દીધી.
મૃતક વેપારીની પુત્રીને લઈ માથાકૂટ
સમગ્ર ઘટનામાં વાત કરીએ તો ફરિયાદી એવું કહી રહ્યાં હતા કે પોલીસે તોડ કર્યો એટલે તેના પિતાએ આપઘાત કરી લીધો પરંતુ વાત એમ છે કે,ફરિયાદ કરનાર વ્યકિતની બહેન સુરેન્દ્રનગરમાં રહે છે અને તે રીસાઈ ગઈ છે કેમકે જે છોકરા સાથે તેણે લગ્ન કર્યા છે તેની સાથે તેને રહેવું નથી અને તેના કારણે તેના પિતા એટલે કે જે મૃતક હતા તે તેને સમજાવવા ગયા હતા પરંતુ છોકરી વાત માની નહી જેના કારણે તેના પિતાને માઠું લાગ્યુ અને તેના પિતાએ લીંબડી ખાતે આપઘાત કરી લીધો છે.
ફરિયાદી સટ્ટો રમવાનો છે શોખીન
પોલીસની તપાસમાં સામે આવ્યું કે જે વેપારીઓ પાસે સોનું લીધુ છે તેમને સોનું પાછુ આપવાની વાત થઈ હતી પરંતુ ફરિયાદીએ હજી સુધી સોનુ પાછુ આપ્યું નથી અને તેને એમ થયું કે આ સોનુ વેચીને તે તેનું સટ્ટાનું દેવું પૂર્ણ કરી નાખે પરંતુ આ બાબતની વાત પોલીસને થતા પોલીસ આ કેસમાં ઉંડી ઉતરી હતી હાલમાં તો રાજકોટ પોલીસ કમિશનરે બે કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કર્યા છે,પરંતુ જો આ બે કોન્સ્ટેબલ સાચા હોય અને ફરિયાદી ખોટો હોય તો ફરિયાદી પર ચૌક્કસથી ગુનો દાખલ કરવો જોઈએ અને બે કોન્સ્ટેબલને ફરજ પર પાછા હાજર કરવા જોઈએ.