કાળાનાળાનો રોડ છેલ્લા 20 દિવસથી બંધ હોવાથી વાહન ચાલકોને હાલાકી
- ભીડભંજનથી ચિતરંજન ચોક સુધી બની રહેલા વ્હાઈટ ટોપ રોડની કામગીરીના કારણે મૂશ્કેલી - શહેરનો મુખ્ય રોડ હોવાથી કામગીરી ઝડપી કરવી જરૂરી, મુખ્ય રોડ બંધ હોવાથી ખાંચા-ગલ્લીમાં ટ્રાફીકજામ ભાવનગર : ભાવનગર શહેરના ભીડભંજન મહાદેવ મંદિર પાસેથી ચિતરંજન ચોક સુધી વ્હાઈટ ટોપ રોડનુ કામ પ્રગતિ હેઠળ છે. આ રોડની કામગીરી શરૂ હોવાના કારણે વારંવાર રોડ બંધ કરવામાં આવતો હોય છે તેથી વાહન ચાલકો ખુબ જ મૂશ્કેલી પડતી હોય છે, જેના કારણે વાહન ચાલકો કચવાટ કરતા નજરે પડતા હોય છે. આ રોડ શહેરનો મુખ્ય રોડ હોય કામગીરી ઝડપી પૂર્ણ કરવી જરૂરી છે. મુખ્ય રોડ બંધ હોવાથી ખાંચા-ગલ્લીમાં ટ્રાફીકજામ થતો હોય છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોડ વિભાગ દ્વારા ભીડભંજન મહાદેવ મંદિર પાસેથી ચિતરંજન ચોક સુધી વ્હાઇટ ટોપ રોડનું કામ પ્રગતિ હેઠળ છે. આશરે છેલ્લા બે માસથી આ રોડની કામગીરી શરૂ છે અને જયાં રોડની કામગીરી કરવાની હોય છે તેટલો વિસ્તાર બંધ કરવામાં આવે છે. અગાઉ ભીડભંજન મંદિર પાસેનો રોડ બંધ હતો પરંતુ હાલ ત્યાં કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાથી રોડ ખોલી નાખવામાં આવ્યો છે. આશરે છેલ્લા ર૦ દિવસથી કાળાનાળા વિસ્તારમાં વ્હાઈટ ટોપ રોડની કામગીરી ચાલી રહી છે તેથી રોડ બંધ કરવામાં આવ્યો છે. આ શહેરનો મુખ્ય રોડ છે અને અહીંથી જ સર તખ્તસિંહજી હોસ્પિટલ જવા માટે ગાડીઓ પસાર થતી હોય છે પરંતુ હાલ રોડ બંધ હોવાથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. હાલ કાળાનાળા વિસ્તારમાં મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે રોડ ખુલ્લો કરવા લોકો માંગણી કરી રહ્યા છે. કાળાનાળાનો રોડ બંધ કરવામાં આવતા ખાંચા-ગલ્લીઓમાંથી લોકોને પસાર થવુ પડતુ હોય છે અને ખાંચા-ગલ્લીમાં મોટા વાહનો સામસામે આવી જતા ટ્રાફીકજામ થતો હોય છે. છેલ્લા ર૦ દિવસથી કાળાનાળ રોડ બંધ કરવામાં આવતા આ વિસ્તારના વેપારીઓના ધંધાને પણ અસર થઈ રહી છે. કાળુભા રોડ તરફ જવા માટે કેટલોક રોડ બાકી છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડતી હોય છે ત્યારે આ રોડની કામગીરી સારી અને ઝડપી કરવા લોકો માંગણી કરી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ભીડભંજનથી ચિતરંજન ચોક સુધી બની રહેલા વ્હાઈટ ટોપ રોડની કામગીરીના કારણે મૂશ્કેલી
- શહેરનો મુખ્ય રોડ હોવાથી કામગીરી ઝડપી કરવી જરૂરી, મુખ્ય રોડ બંધ હોવાથી ખાંચા-ગલ્લીમાં ટ્રાફીકજામ
ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોડ વિભાગ દ્વારા ભીડભંજન મહાદેવ મંદિર પાસેથી ચિતરંજન ચોક સુધી વ્હાઇટ ટોપ રોડનું કામ પ્રગતિ હેઠળ છે. આશરે છેલ્લા બે માસથી આ રોડની કામગીરી શરૂ છે અને જયાં રોડની કામગીરી કરવાની હોય છે તેટલો વિસ્તાર બંધ કરવામાં આવે છે. અગાઉ ભીડભંજન મંદિર પાસેનો રોડ બંધ હતો પરંતુ હાલ ત્યાં કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાથી રોડ ખોલી નાખવામાં આવ્યો છે. આશરે છેલ્લા ર૦ દિવસથી કાળાનાળા વિસ્તારમાં વ્હાઈટ ટોપ રોડની કામગીરી ચાલી રહી છે તેથી રોડ બંધ કરવામાં આવ્યો છે. આ શહેરનો મુખ્ય રોડ છે અને અહીંથી જ સર તખ્તસિંહજી હોસ્પિટલ જવા માટે ગાડીઓ પસાર થતી હોય છે પરંતુ હાલ રોડ બંધ હોવાથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. હાલ કાળાનાળા વિસ્તારમાં મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે રોડ ખુલ્લો કરવા લોકો માંગણી કરી રહ્યા છે.
કાળાનાળાનો રોડ બંધ કરવામાં આવતા ખાંચા-ગલ્લીઓમાંથી લોકોને પસાર થવુ પડતુ હોય છે અને ખાંચા-ગલ્લીમાં મોટા વાહનો સામસામે આવી જતા ટ્રાફીકજામ થતો હોય છે. છેલ્લા ર૦ દિવસથી કાળાનાળ રોડ બંધ કરવામાં આવતા આ વિસ્તારના વેપારીઓના ધંધાને પણ અસર થઈ રહી છે. કાળુભા રોડ તરફ જવા માટે કેટલોક રોડ બાકી છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડતી હોય છે ત્યારે આ રોડની કામગીરી સારી અને ઝડપી કરવા લોકો માંગણી કરી રહ્યા છે.