Radhanpur : નીતિન પટેલના દલાલના નિવેદન પર પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની પ્રતિક્રિયા

નીતિન પટેલના દલાલના નિવેદન પર રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઇ દેસાઈની પ્રતિક્રિયા સામે આવી. રઘુભાઈ દેસાઈએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે આવા દલાલો સરકારમાંથી ભ્રષ્ટાચાર કરેલા રૂપિયાથી વિરોધ પક્ષના લોકોને ખરીદી ફરોસ ચલાવી રહ્યા છે. ભાજપની સરકાર આખા રાજ્યમાં સરકારી તંત્રનો દુરુપયોગ કરે છે. વિપક્ષના નેતાઓને ધમકી આપે છે તો તેમનું ના માનનારાઓને કોઈ કેસમાં ફસાવી દે છે. ભાજપ ગુંડારાજ ચલાવે છે.રાધનપુરના 2 કોર્પોરેટરને પણ ખરીદીને તેમને ભાજપની ટિકિટ આપવામાં આવી. નીતિન પટેલના નિવેદન પર રઘુ દેસાઈની પ્રતિક્રિયા રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈના પ્રહાર ‘સરકારમાં ભ્રષ્ટાચાર કરેલા દલાલો વિપક્ષના લોકોને ખરીદે છે’ ‘ભાજપ સરકાર સરકારી તંત્રનો દુરુપયોગ કરે છે’ ધમકીઓ આપી ગુંડાચાર ચલાવે છેઃ રઘુ દેસાઈ ‘રાધનપુરના બે કોર્પોરેટરોને ખરીદી ભાજપે ટિકિટ આપી’ નીતિન પટેલે ભાજપમાં દલાલો વધ્યાનું નિવેદન આપ્યું હતુંનીતિન પટેલના નિવેદને છેડી ચર્ચારાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ચૂંટણીને લઈને કોંગ્રેસ ઉમેદવારો પર ભાજપ દબાણ કરતી હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. દરમ્યાન બે દિવસ પહેલાં જ રાજકારણના અઠંગ ખેલાડી મનાતા નીતિને પટેલે એક જાહેરસભામાં ભાજપમાં દલાલોનું પ્રમાણ વધ્યું છે તેવું નિવેદન કરતાં હજુ પણ તેઓ રાજકારણમાં સક્રિય છે તેનો પુરાવો આપ્યો. નીતિન પટેલના દલાલના નિવેદનની પાર્ટી સહિત વિપક્ષના નેતાઓએ પણ નોંધ લીધી હતી. નીતિન પટેલના નિવેદનને લઈને કોંગ્રેસ નેતા મનીષ દોશીએ પણ ભાજપ પર પ્રહાર કર્યા હતાં. તેમણે ભાજપને ભ્રષ્ટાચારી પાર્ટી ગણાવી. ભાજપ પર પ્રહારવધુમાં કહ્યું કે ગુજરાતમાં તમારે કોઈપણ યોજનાનો લાભ લેવો હોય તો નાના કાર્યકરોથી લઈને મોટા અધિકારીઓને ભેટ આપવી પડે છે. ભાજપનો ખેસ પહેરો તો તમને તમામ લાભ મળે અને ગુનેગારો નિર્દોષ સાબિત થઈ જાય. ગુજરાતમાં ભાજપ શાસનમાં આવ્યા બાદ શિક્ષણ ક્ષેત્ર હોય કે પછી તબીબ ક્ષેત્ર તમામ ક્ષેત્રમાં કૌભાંડ ચરમસીમાએ પંહોચ્યા છે. મનીષ દોશી બાદ હવે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ પણ નીતિન પટેલના દલાલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભાજપના અધિકારીઓ અને નેતાઓ પર નિશાન સાધ્યું. રાજકારણમાં ખળભળાટગુજરાતમાં વિજયરૂપાણીના સમયમાં પૂર્વ નાયબ મંત્રી રહેલ નીતિન પટેલના આ નિવેદનથી ભાજપ પક્ષ સહિત રાજકારણમાં પણ ખળભળાટ મચી ગયો હતો. નીતિન પટેલે મહેસાણાના કડી તાલુકામાં લોકાર્પણ પ્રસંગમાં કહ્યું હતું કે રાજકારણમાં દલાલો વધ્યા છે. દલાલો ભાજપનો હોદેદાર, ભાજપના કાર્યકર અને નેતાની ઓળખ આપી અધિકારીઓ પાસેથી પોતાના કામ કઢાવી લે છે. આ દલાલો દલાલી કરતાં મોટા કરોડપતિ બની ગયા. તેમના આ નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. જો કે ભાજપ નેતા યજ્ઞેશ દવે નીતિન પટેલના નિવેદનને લઈને સ્પષ્ટતા કરી કે તેમણે દલાલો મુદ્દે એવા લોકોની વાત કરી છે જેઓ પક્ષની શિસ્ત તોડી અધિકારીઓને દબાવી પોતાના કામ કઢાવે છે. પૂર્વ નાયબ મંત્રીના દલાલોના નિવેદને રાજકારણમાં મમરો મૂકી લોકોને વિચારતાં મજબૂર કર્યા છે કે આખરે કોના વિશે વાત થઈ રહી છે. અને આ પ્રશંસા છે કે પછી....

Radhanpur : નીતિન પટેલના દલાલના નિવેદન પર પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની પ્રતિક્રિયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નીતિન પટેલના દલાલના નિવેદન પર રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઇ દેસાઈની પ્રતિક્રિયા સામે આવી. રઘુભાઈ દેસાઈએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે આવા દલાલો સરકારમાંથી ભ્રષ્ટાચાર કરેલા રૂપિયાથી વિરોધ પક્ષના લોકોને ખરીદી ફરોસ ચલાવી રહ્યા છે. ભાજપની સરકાર આખા રાજ્યમાં સરકારી તંત્રનો દુરુપયોગ કરે છે. વિપક્ષના નેતાઓને ધમકી આપે છે તો તેમનું ના માનનારાઓને કોઈ કેસમાં ફસાવી દે છે. ભાજપ ગુંડારાજ ચલાવે છે.રાધનપુરના 2 કોર્પોરેટરને પણ ખરીદીને તેમને ભાજપની ટિકિટ આપવામાં આવી.

  • નીતિન પટેલના નિવેદન પર રઘુ દેસાઈની પ્રતિક્રિયા
  • રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈના પ્રહાર
  • ‘સરકારમાં ભ્રષ્ટાચાર કરેલા દલાલો વિપક્ષના લોકોને ખરીદે છે’
  • ‘ભાજપ સરકાર સરકારી તંત્રનો દુરુપયોગ કરે છે’
  • ધમકીઓ આપી ગુંડાચાર ચલાવે છેઃ રઘુ દેસાઈ
  • ‘રાધનપુરના બે કોર્પોરેટરોને ખરીદી ભાજપે ટિકિટ આપી’
  • નીતિન પટેલે ભાજપમાં દલાલો વધ્યાનું નિવેદન આપ્યું હતું

નીતિન પટેલના નિવેદને છેડી ચર્ચા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ચૂંટણીને લઈને કોંગ્રેસ ઉમેદવારો પર ભાજપ દબાણ કરતી હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. દરમ્યાન બે દિવસ પહેલાં જ રાજકારણના અઠંગ ખેલાડી મનાતા નીતિને પટેલે એક જાહેરસભામાં ભાજપમાં દલાલોનું પ્રમાણ વધ્યું છે તેવું નિવેદન કરતાં હજુ પણ તેઓ રાજકારણમાં સક્રિય છે તેનો પુરાવો આપ્યો. નીતિન પટેલના દલાલના નિવેદનની પાર્ટી સહિત વિપક્ષના નેતાઓએ પણ નોંધ લીધી હતી. નીતિન પટેલના નિવેદનને લઈને કોંગ્રેસ નેતા મનીષ દોશીએ પણ ભાજપ પર પ્રહાર કર્યા હતાં. તેમણે ભાજપને ભ્રષ્ટાચારી પાર્ટી ગણાવી.

ભાજપ પર પ્રહાર

વધુમાં કહ્યું કે ગુજરાતમાં તમારે કોઈપણ યોજનાનો લાભ લેવો હોય તો નાના કાર્યકરોથી લઈને મોટા અધિકારીઓને ભેટ આપવી પડે છે. ભાજપનો ખેસ પહેરો તો તમને તમામ લાભ મળે અને ગુનેગારો નિર્દોષ સાબિત થઈ જાય. ગુજરાતમાં ભાજપ શાસનમાં આવ્યા બાદ શિક્ષણ ક્ષેત્ર હોય કે પછી તબીબ ક્ષેત્ર તમામ ક્ષેત્રમાં કૌભાંડ ચરમસીમાએ પંહોચ્યા છે. મનીષ દોશી બાદ હવે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ પણ નીતિન પટેલના દલાલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભાજપના અધિકારીઓ અને નેતાઓ પર નિશાન સાધ્યું.

રાજકારણમાં ખળભળાટ

ગુજરાતમાં વિજયરૂપાણીના સમયમાં પૂર્વ નાયબ મંત્રી રહેલ નીતિન પટેલના આ નિવેદનથી ભાજપ પક્ષ સહિત રાજકારણમાં પણ ખળભળાટ મચી ગયો હતો. નીતિન પટેલે મહેસાણાના કડી તાલુકામાં લોકાર્પણ પ્રસંગમાં કહ્યું હતું કે રાજકારણમાં દલાલો વધ્યા છે. દલાલો ભાજપનો હોદેદાર, ભાજપના કાર્યકર અને નેતાની ઓળખ આપી અધિકારીઓ પાસેથી પોતાના કામ કઢાવી લે છે. આ દલાલો દલાલી કરતાં મોટા કરોડપતિ બની ગયા. તેમના આ નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.

જો કે ભાજપ નેતા યજ્ઞેશ દવે નીતિન પટેલના નિવેદનને લઈને સ્પષ્ટતા કરી કે તેમણે દલાલો મુદ્દે એવા લોકોની વાત કરી છે જેઓ પક્ષની શિસ્ત તોડી અધિકારીઓને દબાવી પોતાના કામ કઢાવે છે. પૂર્વ નાયબ મંત્રીના દલાલોના નિવેદને રાજકારણમાં મમરો મૂકી લોકોને વિચારતાં મજબૂર કર્યા છે કે આખરે કોના વિશે વાત થઈ રહી છે. અને આ પ્રશંસા છે કે પછી....