Porbandarમાં વરસાદે સર્જી તારાજી, ધરમપુર ગામે રેલવે ટ્રેકનું ધોવાણ થતા રેલવ્યવહાર ખોરવાયો

ભારે વરસાદથી પાણીનો પ્રવાહ વધતા રેલવે ટ્રેક ધોવાયો પાણીનો પ્રવાહ ધોવાતા જૂના રેલવે ટ્રેક ધોવાયા રેલવે ટ્રેકનું ધોવાણ થતાં રેલની અવર-જવર થઈ બંધ પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં વરસાદે તારાજી સર્જી છે.પોરબંદરના ધરમપુર ગામે રેલવે ટ્રેકનું ધોવાણ થયું છે જેના કારણે ટ્રેન વ્યવહારને ભારે અસર થઈ છે.ભારે વરસાદ અને પાણીનો પ્રવાહ વધુ હોવાથી જુના રેલ્વે ટ્રેક ધોવાઈ ગયા છે,રેલવે વિભાગ અને સ્થાનિક તંત્ર કામે લાગ્યું છે. પોરબંદરમાં કેડ સમા પાણી ભરાયા મૂશળધાર વરસાદથી પોરબંદર શહેર અને જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને વાડી વિસ્તારમાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ છે. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રાત્રીથી વહેલી સવાર સુધી સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં પોરબંદર જિલ્લામાં 14 ઈંચ વરસાદ વરસ્યો છે. શહેરના છાયા ચોકી, સુદામા ચોક, એસવીપી રોડ પર ગોઠણડૂબ તો ક્યાંક કેડસમા પાણી ભરાયા છે. રેલ વ્યવહાર ખોરવાયો રાજ્યમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર ખોરવાયો છે. પોરબંદરમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહારને અસર થઈ છે. 3 ટ્રેનો સંપૂર્ણપણે રદ્દ કરાઈ છે. જ્યારે 3 ટ્રેન આંશિક રીતે રદ જ્યારે 2 ટ્રેન ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પોરબંદર ભાણવડ પોરબંદર, પોરબંદર ભાવનગર પોરબંદર, પોરબંદર કાનાલુસ પોરબંદર આજના દિવસે સંપૂર્ણપણે રદ રહેશે. રાજકોટ પોરબંદર એક્સપ્રેસ જેતલસર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. દિલ્હી સરાઇ રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેન ભાણવડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. એમજી રોડ પર ભારે માત્રામાં પાણી પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પોરબંદર શહેરનો એમ.જી રોડ બેટમાં ફેરવાયો છે. પોરબંદર શહેરમાં વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદથી દુકાનોમાં પાણી ફરી વળે તેવી શક્યતા જોવા મળી રહી છે.અતિભારે વરસાદ અને મીની વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. પોરબંદર શહેરમાં 15થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. જે પછી બંધ થયેલા રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા છે. અનેક સ્થળે હોર્ડિંગ્સ થયા ધરાશાયી થયા છે. તો પાણી ભરાતા એમ્બ્યુલન્સને પણ જવામાં મુશ્કેલી પડી રહી છે.

Porbandarમાં વરસાદે સર્જી તારાજી, ધરમપુર ગામે રેલવે ટ્રેકનું ધોવાણ થતા રેલવ્યવહાર ખોરવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભારે વરસાદથી પાણીનો પ્રવાહ વધતા રેલવે ટ્રેક ધોવાયો
  • પાણીનો પ્રવાહ ધોવાતા જૂના રેલવે ટ્રેક ધોવાયા
  • રેલવે ટ્રેકનું ધોવાણ થતાં રેલની અવર-જવર થઈ બંધ

પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં વરસાદે તારાજી સર્જી છે.પોરબંદરના ધરમપુર ગામે રેલવે ટ્રેકનું ધોવાણ થયું છે જેના કારણે ટ્રેન વ્યવહારને ભારે અસર થઈ છે.ભારે વરસાદ અને પાણીનો પ્રવાહ વધુ હોવાથી જુના રેલ્વે ટ્રેક ધોવાઈ ગયા છે,રેલવે વિભાગ અને સ્થાનિક તંત્ર કામે લાગ્યું છે.

પોરબંદરમાં કેડ સમા પાણી ભરાયા

મૂશળધાર વરસાદથી પોરબંદર શહેર અને જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને વાડી વિસ્તારમાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ છે. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રાત્રીથી વહેલી સવાર સુધી સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં પોરબંદર જિલ્લામાં 14 ઈંચ વરસાદ વરસ્યો છે. શહેરના છાયા ચોકી, સુદામા ચોક, એસવીપી રોડ પર ગોઠણડૂબ તો ક્યાંક કેડસમા પાણી ભરાયા છે.

રેલ વ્યવહાર ખોરવાયો

રાજ્યમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર ખોરવાયો છે. પોરબંદરમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહારને અસર થઈ છે. 3 ટ્રેનો સંપૂર્ણપણે રદ્દ કરાઈ છે. જ્યારે 3 ટ્રેન આંશિક રીતે રદ જ્યારે 2 ટ્રેન ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પોરબંદર ભાણવડ પોરબંદર, પોરબંદર ભાવનગર પોરબંદર, પોરબંદર કાનાલુસ પોરબંદર આજના દિવસે સંપૂર્ણપણે રદ રહેશે. રાજકોટ પોરબંદર એક્સપ્રેસ જેતલસર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. દિલ્હી સરાઇ રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેન ભાણવડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.

એમજી રોડ પર ભારે માત્રામાં પાણી

પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પોરબંદર શહેરનો એમ.જી રોડ બેટમાં ફેરવાયો છે. પોરબંદર શહેરમાં વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદથી દુકાનોમાં પાણી ફરી વળે તેવી શક્યતા જોવા મળી રહી છે.અતિભારે વરસાદ અને મીની વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. પોરબંદર શહેરમાં 15થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. જે પછી બંધ થયેલા રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા છે. અનેક સ્થળે હોર્ડિંગ્સ થયા ધરાશાયી થયા છે. તો પાણી ભરાતા એમ્બ્યુલન્સને પણ જવામાં મુશ્કેલી પડી રહી છે.