Porbandar News: માર્કેટ યાર્ડમાં ફરી કેસર કેરીના 17 બોક્સની આવક થઈ, જાણો શું ભાવે વેચાણ થયું?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઉનાળાની ઋતુમાં એટલે કે એપ્રિલ અને મે મહિનામાં જેનો સ્વાદ માણવા મળે છે તેવી સૌરાષ્ટ્રની જગમશહૂર ‘કેસર કેરી’એ ભર ઓક્ટોબરમાં બજારમાં દસ્તક આપીને તમામને આશ્ચર્યમાં મૂકી દીધા છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ગત ઑક્ટોબર મહિનામાં કેસર કેરીની અનોખી હરાજી યોજાઈ હતી, જેમાં 10 કિલોના એક બોક્સની કિંમત ₹14,500 સુધી બોલાઈ હતી. યાર્ડમાં આવેલી કુલ 4 પેટી કેરી ₹53,500 ની તોતિંગ કિંમતે વેચાઈ હતી.ત્યાર બાદ આજે ફરી કેસર કેરીની હરાજી કરવામાં આવી છે. આજે પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીના 17 બોક્સની આવક થઈ છે.
કેસર કેરીના કુલ 17 બોક્સની આવક નોંધાઈ
પોરબંદરમાં અચાનક કેસર કેરીની આવક શરૂ થતાં માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ અને ગ્રાહકો માટે ભારે આશ્ચર્યનો માહોલ સર્જાયો છે. આજે પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીના કુલ 17 બોક્સની આવક નોંધાઈ હતી. વેપારીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ અણધારી કેસર કેરી પોરબંદર નજીકના બરડા પંથકમાં આવેલા રાણાવાવ તથા આદિત્યાણા ગામના આંબાવાડિયામાંથી માર્કેટમાં પહોંચી છે. માર્કેટિંગ યાર્ડમાં કેરીની ગુણવત્તાને કારણે તેનો ઊંચો ભાવ બોલાયો હતો. જેમાં ગુણવત્તા પ્રમાણે એક કેસર કેરીનું બોક્સ રૂ. 10500 ના વિક્રમી ભાવે વેચાયું હતું. આ રીતે તમામ 17 બોક્સ મળીને કુલ રૂ. 63000માં વેચાણ થયું હતું. ખેડૂતોને સરકાર દ્વારા બાગાયત કે ખેતી માટે હેક્ટર દીઠ મળતી રૂ. 8500ની સહાય કરતાં પણ વધુ કિંમત માત્ર એક જ કેસર કેરીના બોક્સની ઉપજતાં આ બાબત સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
બાગાયતી ખેડૂતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા
ગત ઓક્ટોબર મહિનાના અંતમાં પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં રાણાવાવ પંથકમાંથી 3 બોક્સ અને હનુમાનગઢ ગામની વાડીમાંથી 1 બોક્સ મળી કુલ 4 બોક્સ કેસર કેરી હરાજી માટે લાવવામાં આવ્યા હતા. હનુમાનગઢથી આવેલા 10 કિલોના એક બોક્સ પર બોલી લગાવતી વખતે વેપારીઓમાં ભારે રસાકસી જોવા મળી હતી અને અંતે આ બોક્સ રેકોર્ડબ્રેક ₹14,500 માં વેચાયું હતું. જ્યારે બાકીના બોક્સ સહિત કુલ ચારેય બોક્સનું વેચાણ મળીને કુલ ₹53,500 ઉપજ્યા હતા. ભરશિયાળાના આગમન ટાણે કેસર કેરીની બોલી જોવા માટે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો અને ખરીદદારોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. સામાન્ય રીતે કેસર કેરીના આંબા પર ડિસેમ્બર-જાન્યુઆરીમાં મોર બેસતા હોય છે અને માર્ચ-એપ્રિલમાં ફળ પાકીને તૈયાર થતા હોય છે. હવામાનના આ મોટા ફેરફાર અને કમોસમી પાકથી કૃષિ નિષ્ણાતો અને બાગાયતી ખેડૂતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
આ પણ વાંચોઃ Rajkot News: સરાઝા હોટેલની મહેફિલમાં પરમિટવાળો દારુ હોવાનો ખુલાસો, પોલીસ સપ્લાયર સુધી ક્યારે પહોંચશે?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

