Porbandarમાં હનીટ્રેપમાં ફસાયેલા એક વ્યક્તિએ કર્યો આપઘાત, પોલીસે મહિલા સહિત આરોપીઓની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પોરબંદરમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. જેમાં હનીટ્રેપનો શિકાર બનેલા એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી છે. આ બનાવમાં વ્યક્તિને મરવા માટે મજબૂર કરનાર એક મહિલા સહિત બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર સાયબર ગુનાઓ અને છેતરપિંડીની ગંભીરતાને ઉજાગર કરી છે.
અભદ્ર વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા માગ્યા
પોરબંદરના એક વ્યક્તિને વિસાવદર ખાતે બોલાવીને કેટલાક અજાણ્યા શખ્સોએ તેનો અભદ્ર વીડિયો ઉતાર્યો હતો. ત્યારબાદ આ વીડિયોને વાયરલ કરવાની ધમકી આપીને તેની પાસેથી મોટી રકમની માંગણી કરવામાં આવી હતી. આ ઘટનાથી ગભરાઈ ગયેલા ભોગ બનનાર વ્યક્તિએ તા. 8 ઓગસ્ટના રોજ આપઘાત કરી લીધો હતો. પોતાના સ્વજનના મૃત્યુ બાદ પરિવારજનોએ આ સમગ્ર મામલાની જાણ કમલાબાગ પોલીસ મથકમાં કરી હતી.
મરવા મજબુર કરનાર મહિલા સહીત બેની ધરપકડ
મૃતકના પરિવારે પોલીસ ફરિયાદમાં દયાબેન રાઠોડ અને ડાયાભાઈ જાદવ નામના શખ્સો વિરુદ્ધ હનીટ્રેપમાં ફસાવીને આપઘાત કરવા માટે મજબૂર કર્યા હોવાનો આરોપ મૂક્યો હતો. પોલીસે આ ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બંને આરોપીઓ દયાબેન રાઠોડ અને ડાયાભાઈ જાદવને ઝડપી પાડ્યા છે. આ પ્રકારના કિસ્સાઓમાં લોકોએ સાવચેતી રાખવી અને આવા કોઈ મામલામાં ફસાઈ જાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો હિતાવહ છે.
What's Your Reaction?






