Petladમાં પાલિકા સામે વાલીઓનો અનોખો વિરોધ, ગટરના ગંદા પાણીમાં બેન્ચો મૂકી બાળકોને બેસાડ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં આવેલી બ્રાન્ચ નંબર 6 પ્રાથમિક શાળા નજીક છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી રસ્તા પર ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. શાળાએ આવતા નાના-નાના માસૂમ બાળકોને રોજેરોજ આ દુર્ગંધયુક્ત ગટરના પાણીમાંથી પસાર થઈને જવું પડે છે, જેના કારણે બાળકોના સ્વાસ્થ્ય સામે પણ ગંભીર રોગચાળો ફેલોવવાનો મોટો ખતરો ઊભો થયો છે. તંત્ર દ્વારા વારંવારની રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતાં આખરે વાલીઓએ વિરોધનું આક્રમક વલણ અપનાવ્યું હતું.
ગટરના પાણી વચ્ચે બેન્ચો મૂકી બાળકોને બેસાડી અનોખો વિરોધ
તંત્રની ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતા સામે આક્રોશે ભરાયેલા વાલીઓએ ભેગા મળીને શાળામાંથી પાટલીઓ (બેન્ચીસો) બહાર કાઢી હતી. વાલીઓએ આ બેન્ચોને રસ્તા પર ભરાયેલા ગટરના પાણીની વચ્ચે મૂકી દીધી હતી અને તેના પર બાળકોને બેસાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રસ્તા પર ભરાયેલા દૂષિત પાણી વચ્ચે બાળકોને બેસાડીને વાલીઓએ સ્થાનિક પાલિકા તંત્ર સામે ભારે હલ્લાબોલ કર્યો હતો. વાલીઓના આ અનોખા વિરોધનો કિસ્સો સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વર્ષો જૂની સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવવા વાલીઓની આકરી માંગ
સ્થાનિક વાલીઓએ આક્ષેપ કર્યો છે કે આ સમસ્યા કોઈ નવી નથી, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિક રહીશો અને શાળાના બાળકો આ નરકાગાર જેવી સ્થિતિ વેઠી રહ્યા છે. પાલિકા તંત્રમાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય આવ્યું છે. જો તુરંત જ ગટરના પાણીના નિકાલ માટે કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સ્થાનિકો સાથે મળીને વધુ ઉગ્ર આંદોલન કરવાની વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો : Ahmedabadમાં ગેરકાયદે હુક્કાબાર પર પોલીસની લાલ આંખ! ‘ધ વિન્ટેજ બ્રુ કાફે’માંથી જથ્થો પકડાયો, સંચાલકની અટકાયત...
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

