Gandhinagar: લોકોને સમસ્યાઓ માટે કચેરીના ધક્કા નહીં ખવડાવવા મનપાને તાકીદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગર મહાપાલિકાની ફરિયાદ નિવારણ વ્યવસ્થા કેટલી અસરકારક રીતે કાર્યરત છે તે જાણવા મેયર રૂપસિંગ ઠાકોર અચાનક ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પહોંચી ગયા હતા. કોઈ પૂર્વ સૂચના વિના મેયર કમાન્ડ કંટ્રોલ સેન્ટર પહોંચી જતા અધિકારી-કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. મેયરે સેન્ટરમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા એક ફરિયાદીને જાતે ફોન કરી ફરિયાદોના નિકાલની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
દિવાળીની રજાઓ પુરી થવા સાથે નવનિયુક્ત મેયરે કામગીરી શરૂ કરી દીધી છે. અગાઉ તેઓ ઈન્દ્રોડા ખાતે ચાલી રહેલા વિકાસ કામોનું નિરીક્ષણ કરવા અચાનક અધિકારીઓ સાથે નીકળી ગયા હતા. આજે કમાન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત કરી હતી. મેયરે શહેરનું મોનિટરીંગ કઈ રીતે કરવામાં આવે છે, વિવિધ વિભાગોને મળતી ફરિયાદોનો નિકાલ કેટલા સમયમાં થાય છે, પેન્ડિંગ ફરિયાદો પાછળના કારણો શું છે તે અંગે અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. ત્યારબાદ તેઓ જ્યાં નાગરિકોની ફરિયાદ નોંધવામાં આવે છે ત્યાં હેલ્પલાઈન વિભાગમાં ગયા હતા. જ્યાં ફરિયાદોનો રેકોર્ડ જોવા ઉપરાંત એક ફરિયાદીને ફોન કરી તેમણે કરેલી ફરિયાદનો ખરેખર નિકાલ થયો છે કે નહિ તે બાબતે ક્રોસ વેરિફિકેશન કર્યું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

