Patanમાં શંકાસ્પદ ઘીની હેરાફેરીનો પર્દાફાશ, SOGએ 7 વેપારીઓને કર્યા નજરકેદ

પાટણમાં SOGએ ફરીવાર ભેળસેળ યુક્ત ઘીનો પર્દાફાશ કર્યો છે. ખાનગી ટ્રાવેલ્સમાં થતી શંકાસ્પદ ઘીની હેરાફેરીને લઇ SOGએ નકલી ઘીના 105 ડબ્બા ઝડપી 3.92 લાખનો જથ્થો સીઝ કર્યો છે. આ ભેળસેળ યુક્ત ઘી પાટણથી બોમ્બે પહોંચાડવાનું હતું તેવામાં SOGએ ભાંડો ફોડ્યો છે. શંકાસ્પદ ઘી મામલે SOGએ 7 વેપારીઓને નજરકેદ કર્યા છે.પાટણ SOGએ ફરીવાર શંકાસ્પદ ઘી ઝડપ્યું છે. બાતમીના આધારે ખાનગી ટ્રાવેલ્સમાં ભેળસેળ યુક્ત ઘીની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. શંકાસ્પદ ઘીના 105 ડબ્બા ઝડપી પાડ્યા છે. આશરે 3.92 લાખથી વધુનો ઘીનો ભેળસેળ યુક્ત જથ્થો સીઝ કરાયો છે. ભેળસેળીયા વેપારોઓ શંકાસ્પદ ઘીની હેરાફેરી પાટણથી બોમ્બે પહોંચે તે પહેલાં SOGએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન જાણવા મળ્યું કે, રાજધાની ટ્રાવેલ્સમાં ફરી એકવાર ભેળસેળ યુક્ત ઘીના ડબ્બા પાટણથી બોમ્બે મોકલવામાં આવ્યા છે. આ માહિતી મળતી જ SOGની ટીમે તાબડતોબ તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પાટણથી બોમ્બે પહોંચે તે પહેલાં SOGએ શંકાસ્પદ ઘીની હેરાફેરી ઝડપી પાડી છે. શંકાસ્પદ ઘી મામલે SOGએ 7 વેપારીઓને નજરકેદ કર્યા છે. SOGએ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Patanમાં શંકાસ્પદ ઘીની હેરાફેરીનો પર્દાફાશ, SOGએ 7 વેપારીઓને કર્યા નજરકેદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણમાં SOGએ ફરીવાર ભેળસેળ યુક્ત ઘીનો પર્દાફાશ કર્યો છે. ખાનગી ટ્રાવેલ્સમાં થતી શંકાસ્પદ ઘીની હેરાફેરીને લઇ SOGએ નકલી ઘીના 105 ડબ્બા ઝડપી 3.92 લાખનો જથ્થો સીઝ કર્યો છે. આ ભેળસેળ યુક્ત ઘી પાટણથી બોમ્બે પહોંચાડવાનું હતું તેવામાં SOGએ ભાંડો ફોડ્યો છે. શંકાસ્પદ ઘી મામલે SOGએ 7 વેપારીઓને નજરકેદ કર્યા છે.

પાટણ SOGએ ફરીવાર શંકાસ્પદ ઘી ઝડપ્યું છે. બાતમીના આધારે ખાનગી ટ્રાવેલ્સમાં ભેળસેળ યુક્ત ઘીની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. શંકાસ્પદ ઘીના 105 ડબ્બા ઝડપી પાડ્યા છે. આશરે 3.92 લાખથી વધુનો ઘીનો ભેળસેળ યુક્ત જથ્થો સીઝ કરાયો છે. ભેળસેળીયા વેપારોઓ શંકાસ્પદ ઘીની હેરાફેરી પાટણથી બોમ્બે પહોંચે તે પહેલાં SOGએ દરોડા પાડ્યા હતા.

દરોડા દરમિયાન જાણવા મળ્યું કે, રાજધાની ટ્રાવેલ્સમાં ફરી એકવાર ભેળસેળ યુક્ત ઘીના ડબ્બા પાટણથી બોમ્બે મોકલવામાં આવ્યા છે. આ માહિતી મળતી જ SOGની ટીમે તાબડતોબ તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પાટણથી બોમ્બે પહોંચે તે પહેલાં SOGએ શંકાસ્પદ ઘીની હેરાફેરી ઝડપી પાડી છે. શંકાસ્પદ ઘી મામલે SOGએ 7 વેપારીઓને નજરકેદ કર્યા છે. SOGએ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.