Patan: પાલિકાની બેદરકારીથી અકસ્માતનો ભય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણ નગરપાલિકાની અકસ્માત નોતરે તેવી ગંભીર બેદરકારી સામે આવી છે. નગરપાલિકા દ્વારા હાઇવે ચાર રસ્તાથી ડીસા તરફ્ જતા માર્ગ પર ચામુંડા સોસાયટીના માર્ગ પાસે ભૂર્ગભગટરની ચેમ્બરમાંથી વારંવાર પાણી ઉભરાતું હતું. નગરપાલિકા દ્વારા વારંવાર ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા દૂર કરવા માટે ગટરની ચેમ્બર વધુ ઊંચી ઉપાડવામાં આવી છે. જેના કારણે વાળીનાથ ચોક તરફ્થી હાઇવે પર આવતા વહનોને આ ચેમ્બર ખૂબ નડતરરૂપ છે. આ ચેમ્બરના કારણે વાહનોને રસ્તા વચ્ચે આવી જવું પડે છે. જેના કારણે ગંભીર એક્સિડન્ટ થવાના સક્યતા રહેલી છે. નગરપાલિકાનું અંધેર તંત્ર દ્વારા આ ભૂગર્ભગટરની ચેમ્બરને રોડને સમાંતર બનાવવામાં આવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલ દ્વારા માગણી કરાઈ છે.
What's Your Reaction?






