Patan : રાધનપુરમાં વ્યાજખોરના ત્રાસથી યુવકનો આપઘાતનો પ્રયાસ, પત્નીની સારવાર માટે વેપારીઓ પાસેથી લીધા હતા વ્યાજે પૈસા

Jul 10, 2025 - 12:30
Patan : રાધનપુરમાં વ્યાજખોરના ત્રાસથી યુવકનો આપઘાતનો પ્રયાસ, પત્નીની સારવાર માટે વેપારીઓ પાસેથી લીધા હતા વ્યાજે પૈસા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણમાં વ્યાજખોરોનો આતંક વધ્યાની વધુ એક ઘટના સામે આવી છે. રાધનપુરમાં વ્યાજખોરોના ત્રાસના કારણે એક યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. આ બાબતની પરિવારને જાણ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો. ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પિટલ પહોંચી યુવકને સમગ્ર મામલાની પૂછપરછ કરી. યુવકે કહ્યું કે તેણે મહંમદ ઉર્ફે લાલો, સવા ભરવાડ, ગૌતમ પરમાર પાસેથી પૈસા લીધા હતા અને તેની ચૂકવણીને વારંવાર તેમના દ્વારા થતી હેરાનગતિના કારણે મેં આ પગલું ભર્યું.

પત્નીની સારવાર વ્યાજે લીધા પૈસા

પોલીસ પૂછપરછમાં યુવકે જણાવ્યું કે તેણે 2 વર્ષ અગાઉ પત્નીની સારવાર માટે આ વેપારીઓ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. નાણાંધીરનાર પાસેથી લીધેલા પૈસા આપ્યા બાદ પણ મને વ્યાજમાં ફસાવ્યો. મે કામ માટે ટાટાની ગાડી લીધી હતી. આ ગાડી પણ તેમણે વ્યાજની રકમ વસૂલવા જમા કરી દીધી. તેમણે કહ્યું કે ગાડી મને આપી દે તારા વ્યાજના પૈસા જમા કરી દઈશ અને ઉપર હું તને બીજા 5 લાખ આપીશ. એમ કહી મારી ગાડી લઈ લીધી પરંતુ લખાણ કર્યા પછી પણ કહ્યા મુજબ ઉપરના પૈસા મને પાછા ના આપ્યા.

વેપારીઓને વ્યાજ ના ચૂકવતા લીધું અંતિમ પગલું

આ વેપારીઓએ જુઠુ બોલીને મારી પાસેથી ગાડી લીધી. બીજી એક ગાડી હતી તે કમાલપુરાના રહેવાસી સવા ભરવાડ જોડે સાથે મુલાકાત કરાવી 4 લાખમાં તેનું વેચાણ કરાયું. અને પછી તેમાંથી 3 લાખ પૈસા તેણે લઈ લીધા. અને મને એક લાખ આપવાના બદલે તેમાંથી મળતું વ્યાજ પણ આ લોકો લેવા લાગ્યા. યુવકે પત્નીની સારવાર અર્થે વેપારી પાસેથી 50,000 લીધા હતા. અને વ્યાજના ચક્કરમાં ફસાવી તેના 6 લાખ વ્યાજનો હિસાબ કર્યો. આખરે વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયેલા યુવકે વેપારીઓને બમણું વ્યાજ ના ચૂકવી શકતા ઝેરી દવા ગટગટાવી આપઘાત નો પ્રયાસ કર્યો. રાધનપુર પોલીસે આ મામલે મહંમદભાઈ ઉર્ફે લાલો અહેમદભાઈ ઘાંચી, સવા ભરવાડ અને ગૌતમ પરમાર વિરુધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0