Patan: યુનિ.મેડિકલ સ્ટુડન્ટ્સ એસો.દ્વારા કુલપતિને રજૂઆત

હેમ ઉ.ગુ.યુનિવર્સિટી, પાટણમા એમ એમબીબીએસના વિદ્યાર્થીઓ દ્વારા અનેકવાર રજુઆત કરવા છતા કોઈ પરિણામો ન આવતા વિદ્યાર્થીઓએ ફરી યુનિ.ના કુલપતિને આ મામલે રજુઆત કરી છે.ધારપુર મેડિકલ કોલેજના યુનિ. મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન દ્વારા કુલપતિને રજુઆત કરવમા આવી છે.જેમાં જણાવ્યું છે કે એફ્ વાય એમબીબીએસ 2023 બેચના પરિણામ અંગે તેમજ એસ વાય એમબીબીએસ, ટી.વાય એમબીબીએસ પાર્ટ -1 અને ટી.વાય એમબીબીએસ પાર્ટ-2 -બેચ 2020 ની યુનિવર્સિટીની પરીક્ષાના સમયપત્રક બાબતે યુનિ. દ્વારા એમબીબીએસ વિધાર્થીઓ પાસેથી પરીક્ષાઓની ફી અંદાજિત રૂ.5000 જેટલી માતબર ફી ઉઘરાવી રહ્યા છે.જેની સાપેક્ષે વિદ્યાર્થીઓને સમયસર યુનિવર્સિટી પરીક્ષાના પરિણામ અને પરીક્ષાનું સમયપત્રક જાહેર કરવામાં આવતું નથી. દરેક એમ બી બી એસ બેચ ના પરીક્ષાના સમયપત્રક ગુજરાત યુનિવર્સિટીમાં 3 મહિના પહેલા જાહેરાત કરવામા આવે છે. જ્યારે હેમ યુનિ યુનિવર્સિટીમા ગુજરાત યુનિવર્સિટીની સાપેક્ષમાં પણ ત્રણ ગણી પરીક્ષા ફી લેવાઈ રહી છે.તેમ છતાં પણ વિદ્યાર્થીઓને 3 મહિના પહેલા પરીક્ષાનું સમયપત્રક આપવામાં આવતું નથી. આ ઉપરાંત પરીક્ષાનું પરિણામ પણ ગુજરાત યુનિવર્સિટીની સાપેક્ષમા ઘણું જ મોડું આપવામાં આવે છે. જેના લીધે વિદ્યાર્થીઓને એમવાયએસવાય અને સીએમએસએસ જેવી સરકારી યોજના પણ તમામ એપ્લિકેશનમાં ક્યોરિ અને પેન્ડિંગ આવી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓને આર્થિક હાલાકીનો સામનો કરવો પડે છે. યુનિવર્સિટી નેશનલ મેડિકલ કમિશનના નિયમ મુજબ પરીક્ષાની ગાઈડલાઈન અને પરિણામ આપવામા સંપૂર્ણ પણે નિષ્ફ્ળ નીવડી રહી છે. જો આપ્રશ્નોનો આવનારા દિવસમાં ઉકેલ નહીં આવે અને યુનિવર્સિટી જે એનએમસીના પરીક્ષાના નિયમોનું પાલન કરવામાં નિષ્ફ્ળતા અને બેદરકારી અંગે વિદ્યાર્થીઓને ના છુટકે એનએમસી અને રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને યુનિ મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન દ્વારા રજૂઆત કરવાની ફરજ પડશે.જેથી આ બાબતને ગંભીરતાથી લઈને ઝડપી વિદ્યાર્થીઓના પ્રશ્નોનુ સમાધાન કરી આપવામાં આવે તે માટે રજુઆત કરવામાં આવી છે.

Patan: યુનિ.મેડિકલ સ્ટુડન્ટ્સ એસો.દ્વારા કુલપતિને રજૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હેમ ઉ.ગુ.યુનિવર્સિટી, પાટણમા એમ એમબીબીએસના વિદ્યાર્થીઓ દ્વારા અનેકવાર રજુઆત કરવા છતા કોઈ પરિણામો ન આવતા વિદ્યાર્થીઓએ ફરી યુનિ.ના કુલપતિને આ મામલે રજુઆત કરી છે.ધારપુર મેડિકલ કોલેજના યુનિ. મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન દ્વારા કુલપતિને રજુઆત કરવમા આવી છે.

જેમાં જણાવ્યું છે કે એફ્ વાય એમબીબીએસ 2023 બેચના પરિણામ અંગે તેમજ એસ વાય એમબીબીએસ, ટી.વાય એમબીબીએસ પાર્ટ -1 અને ટી.વાય એમબીબીએસ પાર્ટ-2 -બેચ 2020 ની યુનિવર્સિટીની પરીક્ષાના સમયપત્રક બાબતે યુનિ. દ્વારા એમબીબીએસ વિધાર્થીઓ પાસેથી પરીક્ષાઓની ફી અંદાજિત રૂ.5000 જેટલી માતબર ફી ઉઘરાવી રહ્યા છે.જેની સાપેક્ષે વિદ્યાર્થીઓને સમયસર યુનિવર્સિટી પરીક્ષાના પરિણામ અને પરીક્ષાનું સમયપત્રક જાહેર કરવામાં આવતું નથી. દરેક એમ બી બી એસ બેચ ના પરીક્ષાના સમયપત્રક ગુજરાત યુનિવર્સિટીમાં 3 મહિના પહેલા જાહેરાત કરવામા આવે છે. જ્યારે હેમ યુનિ યુનિવર્સિટીમા ગુજરાત યુનિવર્સિટીની સાપેક્ષમાં પણ ત્રણ ગણી પરીક્ષા ફી લેવાઈ રહી છે.તેમ છતાં પણ વિદ્યાર્થીઓને 3 મહિના પહેલા પરીક્ષાનું સમયપત્રક આપવામાં આવતું નથી. આ ઉપરાંત પરીક્ષાનું પરિણામ પણ ગુજરાત યુનિવર્સિટીની સાપેક્ષમા ઘણું જ મોડું આપવામાં આવે છે. જેના લીધે વિદ્યાર્થીઓને એમવાયએસવાય અને સીએમએસએસ જેવી સરકારી યોજના પણ તમામ એપ્લિકેશનમાં ક્યોરિ અને પેન્ડિંગ આવી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓને આર્થિક હાલાકીનો સામનો કરવો પડે છે.

યુનિવર્સિટી નેશનલ મેડિકલ કમિશનના નિયમ મુજબ પરીક્ષાની ગાઈડલાઈન અને પરિણામ આપવામા સંપૂર્ણ પણે નિષ્ફ્ળ નીવડી રહી છે. જો આપ્રશ્નોનો આવનારા દિવસમાં ઉકેલ નહીં આવે અને યુનિવર્સિટી જે એનએમસીના પરીક્ષાના નિયમોનું પાલન કરવામાં નિષ્ફ્ળતા અને બેદરકારી અંગે વિદ્યાર્થીઓને ના છુટકે એનએમસી અને રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને યુનિ મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન દ્વારા રજૂઆત કરવાની ફરજ પડશે.જેથી આ બાબતને ગંભીરતાથી લઈને ઝડપી વિદ્યાર્થીઓના પ્રશ્નોનુ સમાધાન કરી આપવામાં આવે તે માટે રજુઆત કરવામાં આવી છે.