Mehsana: ગણપત યુનિ.ખાતે 38મા AIU- વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી યૂથ ફેસ્ટિવલનો શુભારંભ

મહેસાણાની ગણપત યુનિવર્સિટી દ્વારા આયોજિત 38મા આંતર વિશ્વવિદ્યાલય AIU-વેસ્ટ ઝોન યુથ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ થયો હતો.મહેસાણા સાંસદ સહીત આગેવાનોએ મહેમાન પદ શોભાવ્યું હતુ.આ યુથ ફેસ્ટિવલ દરમિયાન ગોવા,મહારાષ્ટ્ર અને ગુજરાતની કુલ 44 યુનિવર્સિટીઓના 2200થી વધુ સહભાગીઓ ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે પ્રારંભ થયેલા 38 માં યુવા મહોત્સવમાં સંગીત,નૃત્ય,સાહિત્ય,નાટય અને લલિતકલા જેવા કલાના પાંચ વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા દર્શાવશે. ખેરવા ગણપત યુનિવર્સિટી દ્વારા આયોજિત 38 મા આંતર વિશ્વવિદ્યાલય AIU-વેસ્ટ ઝોન યુથ ફેસ્ટિવલના પ્રારંભ પ્રસંગે મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સીટી તરફ્થી પ્રમુખ પ્રો.વિનય પાઠક અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.તેમજ ઓબ્સર્વર પ્રો.ડો.એસ.કે.શર્મા, સેક્રેટરી જનરલ ડો.પંકજ મિત્તલ, એડિશનલ સેક્રેટરી મમતા રાની અગ્રવાલે વિશેષ મહેમાન તરીકે મંચ શોભાવ્યો હતો. વિશેષ,નર્સિંગ કોલેજના દાતા અધિષ્ઠાતા ભૂપેશ પરીખ અને ગુજરાતી ચલચિત્રોની જાણીતી હસ્તીઓએ પણ આ શુભ અવસર શોભાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વિડીઓ દ્વારા તથા રાજ્યસભાના સભ્ય મયંક નાયકે સંદેશા પાઠવ્યા હતા.વધુમાં ગણપત યુનિવર્સિટીના પ્રમુખ પદ્મશ્રી ડૉ.ગણપતભાઈ પટેલ,ગણપત યુનિવર્સિટીના ગ્રુપ પ્રો ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ ડૉ.મહેન્દ્ર શર્મા,એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર ડૉ.ગિરિશ પટેલ,પ્રો.વાઇસ ચાન્સેલર ડૉ.આર.કે.પટેલ,પ્રો વાઇસ ચાન્સેલર ડૉ.સત્યેન પરીખ,પ્રો વાઇસ ચાન્સેલર ડૉ.સૌરભ દવે, ડેપ્યુટી પ્રોવાઈસ ચાન્સેલર્સ, વિવિધ ફેકલ્ટીના એક્ઝિક્યુટિવ ડીન અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ઉદઘાટન સમારંભની શરૂઆત અત્યંત દર્શનીય અને અભૂતપૂર્વ શોભાયાત્રા સાથે થઈ હતી. જેમાં વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ તેમનાં પરંપરાગત પોશાક પહેરીને તેમની યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરતા,તેમની પ્રતિભા દર્શાવતા અને અવસરનો ઉલ્લાસ અને આનંદ વ્યક્ત કરતાં કરતાં મુખ્ય ઉદ્દાટન મંચ સુધી સમૂહમાં શોભાયાત્રા કાઢી હતી. ગણપત યુનિવર્સિટીને સતત બીજી વખત ફાઈવ સ્ટાર રેટિંગ મળ્યું ગણપત યુનિવર્સિટીનું આખું કેમ્પસ ઉમંગ અને ઉલ્લાસથી ભરાઈ ગયું હતું. ઉદ્ઘાટન સમારોહમાં ગણપત યુનિવર્સિટીના પ્રો ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ ડૉ.મહેન્દ્ર શર્માએ તેમના વક્તવ્યમાં મહેમાનો, મહાનુભાવો અને વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું.ગણપત યુનિવર્સિટીને તેના ઉત્કૃષ્ઠ પ્રદર્શન બદલ સતત બીજી વખત ફાઈવ સ્ટાર રેટિંગ મળ્યું છે. પોતાના વક્તવ્યમાં ડૉ.મહેન્દ્ર શર્માએ પદ્મશ્રી ગણપતભાઈ પટેલને યુનિવર્સીટીના દૃષ્ટા તરીકે બિરદાવ્યા હતા. ગણપત યુનિવર્સિટીના પ્રમુખ, પદ્મશ્રી ગણપતભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં યુનિવર્સિટીના પાયાના નિર્માણમાં મદદ કરવા બદલ બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્યો અને અન્ય ભૂતપૂર્વ ટ્રસ્ટીઓને પણ યાદ કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને કેમ્પસ પર આવકારતા વિદ્યાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવું અથાગ વ્યક્તિત્વ કેળવી દેશની ધુરા સંભાળવા હાકલ કરી હતી. પધારેલા મહેમાન વિદ્યાર્થીઓ પાણી, વાણી, પર્યાવરણ,અન્ન, ઉર્જા અને સમયનો સદુપયોગ કરે એવા સુભાષિશ આપ્યા હતા.ઉઘ્દાટન સમારંભ નૃત્યકાર ઠાકોરના શાસ્ત્ર્રીય નૃત્યથી સમાપન તરફ આગળ વધ્યો હતો અને અંતે સુપ્રસિદ્ધ ગાયક સવાઈ ભાટે શ્રોતાઓને મન મુકીને ડોલાવ્યા હતા.

Mehsana: ગણપત યુનિ.ખાતે 38મા AIU- વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી યૂથ ફેસ્ટિવલનો શુભારંભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણાની ગણપત યુનિવર્સિટી દ્વારા આયોજિત 38મા આંતર વિશ્વવિદ્યાલય AIU-વેસ્ટ ઝોન યુથ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ થયો હતો.મહેસાણા સાંસદ સહીત આગેવાનોએ મહેમાન પદ શોભાવ્યું હતુ.

આ યુથ ફેસ્ટિવલ દરમિયાન ગોવા,મહારાષ્ટ્ર અને ગુજરાતની કુલ 44 યુનિવર્સિટીઓના 2200થી વધુ સહભાગીઓ ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે પ્રારંભ થયેલા 38 માં યુવા મહોત્સવમાં સંગીત,નૃત્ય,સાહિત્ય,નાટય અને લલિતકલા જેવા કલાના પાંચ વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા દર્શાવશે.

ખેરવા ગણપત યુનિવર્સિટી દ્વારા આયોજિત 38 મા આંતર વિશ્વવિદ્યાલય AIU-વેસ્ટ ઝોન યુથ ફેસ્ટિવલના પ્રારંભ પ્રસંગે મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સીટી તરફ્થી પ્રમુખ પ્રો.વિનય પાઠક અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.તેમજ ઓબ્સર્વર પ્રો.ડો.એસ.કે.શર્મા, સેક્રેટરી જનરલ ડો.પંકજ મિત્તલ, એડિશનલ સેક્રેટરી મમતા રાની અગ્રવાલે વિશેષ મહેમાન તરીકે મંચ શોભાવ્યો હતો. વિશેષ,નર્સિંગ કોલેજના દાતા અધિષ્ઠાતા ભૂપેશ પરીખ અને ગુજરાતી ચલચિત્રોની જાણીતી હસ્તીઓએ પણ આ શુભ અવસર શોભાવ્યો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વિડીઓ દ્વારા તથા રાજ્યસભાના સભ્ય મયંક નાયકે સંદેશા પાઠવ્યા હતા.વધુમાં ગણપત યુનિવર્સિટીના પ્રમુખ પદ્મશ્રી ડૉ.ગણપતભાઈ પટેલ,ગણપત યુનિવર્સિટીના ગ્રુપ પ્રો ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ ડૉ.મહેન્દ્ર શર્મા,એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર ડૉ.ગિરિશ પટેલ,પ્રો.વાઇસ ચાન્સેલર ડૉ.આર.કે.પટેલ,પ્રો વાઇસ ચાન્સેલર ડૉ.સત્યેન પરીખ,પ્રો વાઇસ ચાન્સેલર ડૉ.સૌરભ દવે, ડેપ્યુટી પ્રોવાઈસ ચાન્સેલર્સ, વિવિધ ફેકલ્ટીના એક્ઝિક્યુટિવ ડીન અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ઉદઘાટન સમારંભની શરૂઆત અત્યંત દર્શનીય અને અભૂતપૂર્વ શોભાયાત્રા સાથે થઈ હતી. જેમાં વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ તેમનાં પરંપરાગત પોશાક પહેરીને તેમની યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરતા,તેમની પ્રતિભા દર્શાવતા અને અવસરનો ઉલ્લાસ અને આનંદ વ્યક્ત કરતાં કરતાં મુખ્ય ઉદ્દાટન મંચ સુધી સમૂહમાં શોભાયાત્રા કાઢી હતી.

ગણપત યુનિવર્સિટીને સતત બીજી વખત ફાઈવ સ્ટાર રેટિંગ મળ્યું

ગણપત યુનિવર્સિટીનું આખું કેમ્પસ ઉમંગ અને ઉલ્લાસથી ભરાઈ ગયું હતું. ઉદ્ઘાટન સમારોહમાં ગણપત યુનિવર્સિટીના પ્રો ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ ડૉ.મહેન્દ્ર શર્માએ તેમના વક્તવ્યમાં મહેમાનો, મહાનુભાવો અને વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું.ગણપત યુનિવર્સિટીને તેના ઉત્કૃષ્ઠ પ્રદર્શન બદલ સતત બીજી વખત ફાઈવ સ્ટાર રેટિંગ મળ્યું છે. પોતાના વક્તવ્યમાં ડૉ.મહેન્દ્ર શર્માએ પદ્મશ્રી ગણપતભાઈ પટેલને યુનિવર્સીટીના દૃષ્ટા તરીકે બિરદાવ્યા હતા. ગણપત યુનિવર્સિટીના પ્રમુખ, પદ્મશ્રી ગણપતભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં યુનિવર્સિટીના પાયાના નિર્માણમાં મદદ કરવા બદલ બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્યો અને અન્ય ભૂતપૂર્વ ટ્રસ્ટીઓને પણ યાદ કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને કેમ્પસ પર આવકારતા વિદ્યાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવું અથાગ વ્યક્તિત્વ કેળવી દેશની ધુરા સંભાળવા હાકલ કરી હતી. પધારેલા મહેમાન વિદ્યાર્થીઓ પાણી, વાણી, પર્યાવરણ,અન્ન, ઉર્જા અને સમયનો સદુપયોગ કરે એવા સુભાષિશ આપ્યા હતા.ઉઘ્દાટન સમારંભ નૃત્યકાર ઠાકોરના શાસ્ત્ર્રીય નૃત્યથી સમાપન તરફ આગળ વધ્યો હતો અને અંતે સુપ્રસિદ્ધ ગાયક સવાઈ ભાટે શ્રોતાઓને મન મુકીને ડોલાવ્યા હતા.