Patan: નેશનલ હાઈવે રોડ બન્યો મગરની પીઠ સમાન, ઠેર ઠેર ખાડારાજ
32 કિલોમીટરનો રોડ બિસ્માર બનતા વાહન ચાલકોને ભારે હાલાકીહાઈવે પર ઠેર ઠેર નાના મોટા 2-2 ફૂટથી મોટા અસંખ્ય ખાડાઓ પડ્યા તંત્ર દ્વારા આ રોડનું યોગ્ય પેચીંગ કરવામાં આવે તેવી માગ પાટણ શહેર સહિત જિલ્લામાં સતત પાંચ દિવસ સુધી અવિરત વરસાદ વરસવાની સાથે જ તંત્રની પોલ ખુલ્લી પડી છે અને રોડ-રસ્તા ધોવાઈ જતા તંત્રની નબળી કામગીરીની પોલ પણ બહાર આવી છે. ચાણસ્માથી મહેસાણાને જોડતો નેશનલ હાઈવે જે 32 કિલોમીટરનો રોડ બિસ્માર બનતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મેઘરાજા મન મૂકી વરસતાની સાથે તંત્રની પોલ ખુલ્લી પાટણ જિલ્લામાં ઓગસ્ટના અંતમાં મેઘરાજા મન મૂકી વરસતાની સાથે તંત્રની પણ પોલ ખુલ્લી પડી જવા પામી છે, ચાણસ્માથી મહેસાણાને જોડતો માર્ગ વરસાદી પાણીમાં ધોવાઈ ગયો અને નેશનલ હાઈવે ઓથોરેટીની પોલ બહાર આવી છે. ચાણસ્મા તેમજ મહેસાણાને જોડતો 32 કિલોમીટરના રોડની હાલત અતિ બિસ્માર બની જવા પામી છે. જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને હાઈવે હોવાને કારણે રોજિંદા આ બિસ્માર રોડ પરથી અસંખ્ય હેવી વાહન ચાલકો પસાર થતા હોય છે, જેથી શરીર માટે તેમજ વાહનો માટે પણ આ રોડ યોગ્ય રહ્યો નથી. ઠેર ઠેર નાના મોટા 2-2 ફૂટથી મોટા અસંખ્ય ખાડાઓ પડ્યા પ્રજાના ટેક્સના રૂપિયે તંત્ર દ્વારા બનાવવામાં આવેલ રોડ વરસાદ થતાંની સાથે જ ધોવાઈ ગયા છે અને રોડની હલકી ગુણવત્તા બહાર આવી જવા પામી છે, સાથે હાઈવે પર ઠેર ઠેર નાના મોટા 2-2 ફૂટથી મોટા અસંખ્ય ખાડાઓ પડ્યા છે, સાથે વરસાદ બંધ થયા છતાં ખાડાઓમાં પાણી ભરાયેલ હોવાથી રોડમાં ખાડો કે ખાડામાં રોડ એ પણ જાણવું મુશ્કેલ બન્યું છે. સાથે ખાડામાં પાણી ભરાયેલ હોવાથી અકસ્માતનો પણ ભય રહેવા પામ્યો છે, જેથી વાહન ચાલકોની એક સામાન્ય ભૂલ અકસ્માત સર્જી શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે, જેથી કરોડોના રોડ રસ્તાની ગુણવતા સાવ હલકી હોવાથી વરસાદમાં જ તે ધોવાઈ જાય છે. ખાડાઓમાં યોગ્ય રીતે પેચીંગ કરવાની માગ ઉઠી સાથે હાઈવે રોડ બિસ્માર બનતા અહિયાંથી હેવી વાહનો પસાર થતા તેની પાછળ ધૂળ ઉડતા પાછળ આવતા વાહન ચાલકોની આંખોમાં જતા પણ અકસ્માત સર્જી શકે છે, જેથી સત્વરે કોઈ મોટી દૂર ઘટના સર્જાય તે પૂર્વે નેશનલ હાઈવે ઓથોરેટી દ્વારા આ માર્ગ નવીન અથવા ખાડાઓમાં યોગ્ય રીતે પેચીંગ કરી યોગ્ય કરવા માગ ઉઠી છે, ત્યારે તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે હાઈવે રોડ રીપેર કરે છે એતો જોવાનું રહ્યું. મગરની પીઠ સમાન રોડ બન્યો ચાણસ્માથી મહેસાણાને જોડતો 32 કિલોમીટરનો રોડ પસાર કરવામાં માત્ર 30 મિનિટનો સમય થાય છે, પરંતુ અત્યારે આ માર્ગ મગરની પીઠ સમાન બનતા આ માર્ગ પસાર કરવામાં દોઢ કલાકનો સમય વાહન ચાલકોને થઈ રહ્યો છે, જેમાં સમયનો વ્યર્થ તેમજ વાહનોનું મેઈન્ટેન્સ પણ વધી રહ્યા છે સાથે કમરની તકલીફો પણ થઈ રહી છે, જેથી સત્વરે 32 કિલોમીટરના માર્ગને તંત્ર દ્વારા આ રોડનું યોગ્ય પેચીંગ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- 32 કિલોમીટરનો રોડ બિસ્માર બનતા વાહન ચાલકોને ભારે હાલાકી
- હાઈવે પર ઠેર ઠેર નાના મોટા 2-2 ફૂટથી મોટા અસંખ્ય ખાડાઓ પડ્યા
- તંત્ર દ્વારા આ રોડનું યોગ્ય પેચીંગ કરવામાં આવે તેવી માગ
પાટણ શહેર સહિત જિલ્લામાં સતત પાંચ દિવસ સુધી અવિરત વરસાદ વરસવાની સાથે જ તંત્રની પોલ ખુલ્લી પડી છે અને રોડ-રસ્તા ધોવાઈ જતા તંત્રની નબળી કામગીરીની પોલ પણ બહાર આવી છે. ચાણસ્માથી મહેસાણાને જોડતો નેશનલ હાઈવે જે 32 કિલોમીટરનો રોડ બિસ્માર બનતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
મેઘરાજા મન મૂકી વરસતાની સાથે તંત્રની પોલ ખુલ્લી
પાટણ જિલ્લામાં ઓગસ્ટના અંતમાં મેઘરાજા મન મૂકી વરસતાની સાથે તંત્રની પણ પોલ ખુલ્લી પડી જવા પામી છે, ચાણસ્માથી મહેસાણાને જોડતો માર્ગ વરસાદી પાણીમાં ધોવાઈ ગયો અને નેશનલ હાઈવે ઓથોરેટીની પોલ બહાર આવી છે. ચાણસ્મા તેમજ મહેસાણાને જોડતો 32 કિલોમીટરના રોડની હાલત અતિ બિસ્માર બની જવા પામી છે. જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને હાઈવે હોવાને કારણે રોજિંદા આ બિસ્માર રોડ પરથી અસંખ્ય હેવી વાહન ચાલકો પસાર થતા હોય છે, જેથી શરીર માટે તેમજ વાહનો માટે પણ આ રોડ યોગ્ય રહ્યો નથી.
ઠેર ઠેર નાના મોટા 2-2 ફૂટથી મોટા અસંખ્ય ખાડાઓ પડ્યા
પ્રજાના ટેક્સના રૂપિયે તંત્ર દ્વારા બનાવવામાં આવેલ રોડ વરસાદ થતાંની સાથે જ ધોવાઈ ગયા છે અને રોડની હલકી ગુણવત્તા બહાર આવી જવા પામી છે, સાથે હાઈવે પર ઠેર ઠેર નાના મોટા 2-2 ફૂટથી મોટા અસંખ્ય ખાડાઓ પડ્યા છે, સાથે વરસાદ બંધ થયા છતાં ખાડાઓમાં પાણી ભરાયેલ હોવાથી રોડમાં ખાડો કે ખાડામાં રોડ એ પણ જાણવું મુશ્કેલ બન્યું છે. સાથે ખાડામાં પાણી ભરાયેલ હોવાથી અકસ્માતનો પણ ભય રહેવા પામ્યો છે, જેથી વાહન ચાલકોની એક સામાન્ય ભૂલ અકસ્માત સર્જી શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે, જેથી કરોડોના રોડ રસ્તાની ગુણવતા સાવ હલકી હોવાથી વરસાદમાં જ તે ધોવાઈ જાય છે.
ખાડાઓમાં યોગ્ય રીતે પેચીંગ કરવાની માગ ઉઠી
સાથે હાઈવે રોડ બિસ્માર બનતા અહિયાંથી હેવી વાહનો પસાર થતા તેની પાછળ ધૂળ ઉડતા પાછળ આવતા વાહન ચાલકોની આંખોમાં જતા પણ અકસ્માત સર્જી શકે છે, જેથી સત્વરે કોઈ મોટી દૂર ઘટના સર્જાય તે પૂર્વે નેશનલ હાઈવે ઓથોરેટી દ્વારા આ માર્ગ નવીન અથવા ખાડાઓમાં યોગ્ય રીતે પેચીંગ કરી યોગ્ય કરવા માગ ઉઠી છે, ત્યારે તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે હાઈવે રોડ રીપેર કરે છે એતો જોવાનું રહ્યું.
મગરની પીઠ સમાન રોડ બન્યો
ચાણસ્માથી મહેસાણાને જોડતો 32 કિલોમીટરનો રોડ પસાર કરવામાં માત્ર 30 મિનિટનો સમય થાય છે, પરંતુ અત્યારે આ માર્ગ મગરની પીઠ સમાન બનતા આ માર્ગ પસાર કરવામાં દોઢ કલાકનો સમય વાહન ચાલકોને થઈ રહ્યો છે, જેમાં સમયનો વ્યર્થ તેમજ વાહનોનું મેઈન્ટેન્સ પણ વધી રહ્યા છે સાથે કમરની તકલીફો પણ થઈ રહી છે, જેથી સત્વરે 32 કિલોમીટરના માર્ગને તંત્ર દ્વારા આ રોડનું યોગ્ય પેચીંગ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.