Patan: ડિગ્રી વગર ધમધમતું દવાખાનામાં બોગસ તબીબ પ્રેક્ટિસ કરતો ઝડપાયો
રાજ્યમાંથી વધુ એક નકલી તબીબ ઝડપાયો છે. પાટણ જિલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી તબીબો સામે પોલીસ સતર્ક બની છે. પાટણની SOGની ટીમે જાખેલ ગામમાંથી નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે. SOGની ટીમને બાતમી મળી હતી કે જાખેલ ગામમાં એક શખ્સ ડિગ્રી વગર દવાખાનું ચલાવે છે, આ બાતમીના આધારે SOGએ દરોડા પાડ્યા હતા.પાટણની SOGની ટીમે જાખેલ ગામેથી મેડીકલ ડીગ્રી વગર પેક્ટિસ કરતો બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. બોગસ તબીબ સમી તાલુકાના જાખેલ ગામે રામપુરાથી લાલપુર જતા રોડ ઉપર મકાનમાં બોગસ દવાખાનું ચલાવતો હતો. ડોકટરની ડીગ્રી વગર બીમાર લોકોને તપાસી દવા તથા ઈન્જેક્શન આપી આરોગ્ય સાથે ચેડાં કરતો ઝડપાયો છે. પોલીસે બોગસ ડોક્ટર ઇદ્રશીભાઈ સીપાઇને ઝડપી પાડ્યો છે. ઈન્જેકશનો, દવાઓ, મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ. 9437.86 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. SOG પોલીસે બાતમીના આધારે રેડ કરી નકલી ડોકટરને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.દર્દીઓને આપતો ઈન્જેક્શન અને દવાઓ દરોડા દરમ્યાન સામે આવ્યું કે દવાખાનું ચલાવનાર શખ્સ પાસે કોઈ ડિગ્રી નથી, અને મેડિકલ પ્રેક્ટિસ ચલાવે છે. સમી તાલુકાના જાખેલ ગામના રામપુરાથી લાલપુર જતા રોડ પર આવેલા એક મકાનમાં દવાખાનું ચલાવતો હતો. આ શખ્સ બીમાર દર્દીઓને તપાસીને ઈન્જેક્શન અને દવાઓ આપતો હતો.ઈન્જેકશનો, દવાઓ, મેડીકલ સાધનો, માસ્ક સહિતનો જથ્થો જપ્તપોલીસે બોગસ ડોક્ટર ઇદ્રશીભાઈ સીપાઇ રહે.દુદખા તા.સમીવાળાને રંગે હાથ ઝડપી લીધો છે. તપાસ દરમ્યાન દવાખાનામાંથી ઈન્જેકશનો, દવાઓ, મેડીકલ સાધનો, માસ્ક વગેરે જપ્ત કર્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાંથી વધુ એક નકલી તબીબ ઝડપાયો છે. પાટણ જિલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી તબીબો સામે પોલીસ સતર્ક બની છે. પાટણની SOGની ટીમે જાખેલ ગામમાંથી નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે. SOGની ટીમને બાતમી મળી હતી કે જાખેલ ગામમાં એક શખ્સ ડિગ્રી વગર દવાખાનું ચલાવે છે, આ બાતમીના આધારે SOGએ દરોડા પાડ્યા હતા.
પાટણની SOGની ટીમે જાખેલ ગામેથી મેડીકલ ડીગ્રી વગર પેક્ટિસ કરતો બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. બોગસ તબીબ સમી તાલુકાના જાખેલ ગામે રામપુરાથી લાલપુર જતા રોડ ઉપર મકાનમાં બોગસ દવાખાનું ચલાવતો હતો. ડોકટરની ડીગ્રી વગર બીમાર લોકોને તપાસી દવા તથા ઈન્જેક્શન આપી આરોગ્ય સાથે ચેડાં કરતો ઝડપાયો છે. પોલીસે બોગસ ડોક્ટર ઇદ્રશીભાઈ સીપાઇને ઝડપી પાડ્યો છે. ઈન્જેકશનો, દવાઓ, મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ. 9437.86 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. SOG પોલીસે બાતમીના આધારે રેડ કરી નકલી ડોકટરને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
દર્દીઓને આપતો ઈન્જેક્શન અને દવાઓ
દરોડા દરમ્યાન સામે આવ્યું કે દવાખાનું ચલાવનાર શખ્સ પાસે કોઈ ડિગ્રી નથી, અને મેડિકલ પ્રેક્ટિસ ચલાવે છે. સમી તાલુકાના જાખેલ ગામના રામપુરાથી લાલપુર જતા રોડ પર આવેલા એક મકાનમાં દવાખાનું ચલાવતો હતો. આ શખ્સ બીમાર દર્દીઓને તપાસીને ઈન્જેક્શન અને દવાઓ આપતો હતો.
ઈન્જેકશનો, દવાઓ, મેડીકલ સાધનો, માસ્ક સહિતનો જથ્થો જપ્ત
પોલીસે બોગસ ડોક્ટર ઇદ્રશીભાઈ સીપાઇ રહે.દુદખા તા.સમીવાળાને રંગે હાથ ઝડપી લીધો છે. તપાસ દરમ્યાન દવાખાનામાંથી ઈન્જેકશનો, દવાઓ, મેડીકલ સાધનો, માસ્ક વગેરે જપ્ત કર્યું હતું.