Patanમાં ફ્રિજમાં બ્લાસ્ટ થયા બાદ ઘરમાં લાગી આગ, મોટી જાનહાની ટળી

પાટણના વીસલવાસણા ગામમાં બંધ મકાનમાં ફ્રિજમાં અચાનક બ્લાસ્ટ થયો અને ત્યારબાઘ આખુ ઘર આગની ચપેટમાં આવી ગયું હતુ,ઘરમાં પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો હોવાથી મોટી જાનહાની ટળી હતી તો મકાનમાં આગ લાગતાની સાથે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી,ઘરનો તમામ સામાન બળીને ખાખ થયો હતો. ફ્રિજમાં થયો બ્લાસ્ટ પાટણમાં ફ્રિજમાં અચાનક બ્લાસ્ટ થયો અને ત્યારબાદ ઘરમાં આગ લાગી હતી તો પાટણના વીસલવાસણા ગામમાં આ બનાવ બન્યો હતો,ગામના પટેલ વાસના રહેણાક મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી બીજી તરફ ઊંઝા ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.પરિવાર બહાર લગ્ન પ્રસંગમાં હોવાથી મોટી જાનહાની ટળી હતી,તો બ્લાસ્ટ થવાનું કારણ અકબંધ છે,સ્થાનિકો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા એટલો મોટો બ્લાસ્ટનો અવાજ હતો.ફ્રિજમાં બ્લાસ્ટ થવાના કારણો 01-ફ્રિજને ક્યારેય એવી જગ્યાએ ન રાખો જ્યાં વીજળી ફ્લ્કચ્યુએટ થાય છે. આવું થાય તો ફ્રિજના કંપ્રેશર પર દબાણ વધે છે અને તેમાં ધડાકા થઈ શકે છે. 02 - ફ્રિજમાં જો કોઈ ખરાબી સર્જાય છે, ખાસ કરીને કંપ્રેશર વાળા ભાગમાં તો તમારે એને કંપનીને સર્વિસ સેન્ટર પર જ લઈ જવું જોઈએ, કારણ કે કંપનીમાં ઓરિજિનલ પાર્ટ્સની ગેરંટી આપવામાં આવે છે. લોકલ ભાગોનો ઉપયોગ કરવામાં આવે તો કંપ્રેશરમાં ધડાકો થઈ શકે છે. 03 -ફ્રિજ વાપરતા સમયે ક્યારેય તેનું તાપમાન સૌથી ઓછું ન રાખવું જોઈએ. કારણ કે તેનાથી કંપ્રેશર પર વધુ દબાણ પડે છે અને તે ગરમ થઈ જતા ફાટવાની સંભાવના વઘે છે.

Patanમાં ફ્રિજમાં બ્લાસ્ટ થયા બાદ ઘરમાં લાગી આગ, મોટી જાનહાની ટળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણના વીસલવાસણા ગામમાં બંધ મકાનમાં ફ્રિજમાં અચાનક બ્લાસ્ટ થયો અને ત્યારબાઘ આખુ ઘર આગની ચપેટમાં આવી ગયું હતુ,ઘરમાં પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો હોવાથી મોટી જાનહાની ટળી હતી તો મકાનમાં આગ લાગતાની સાથે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી,ઘરનો તમામ સામાન બળીને ખાખ થયો હતો.

ફ્રિજમાં થયો બ્લાસ્ટ

પાટણમાં ફ્રિજમાં અચાનક બ્લાસ્ટ થયો અને ત્યારબાદ ઘરમાં આગ લાગી હતી તો પાટણના વીસલવાસણા ગામમાં આ બનાવ બન્યો હતો,ગામના પટેલ વાસના રહેણાક મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી બીજી તરફ ઊંઝા ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.પરિવાર બહાર લગ્ન પ્રસંગમાં હોવાથી મોટી જાનહાની ટળી હતી,તો બ્લાસ્ટ થવાનું કારણ અકબંધ છે,સ્થાનિકો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા એટલો મોટો બ્લાસ્ટનો અવાજ હતો.

ફ્રિજમાં બ્લાસ્ટ થવાના કારણો

01-ફ્રિજને ક્યારેય એવી જગ્યાએ ન રાખો જ્યાં વીજળી ફ્લ્કચ્યુએટ થાય છે. આવું થાય તો ફ્રિજના કંપ્રેશર પર દબાણ વધે છે અને તેમાં ધડાકા થઈ શકે છે.

02 - ફ્રિજમાં જો કોઈ ખરાબી સર્જાય છે, ખાસ કરીને કંપ્રેશર વાળા ભાગમાં તો તમારે એને કંપનીને સર્વિસ સેન્ટર પર જ લઈ જવું જોઈએ, કારણ કે કંપનીમાં ઓરિજિનલ પાર્ટ્સની ગેરંટી આપવામાં આવે છે. લોકલ ભાગોનો ઉપયોગ કરવામાં આવે તો કંપ્રેશરમાં ધડાકો થઈ શકે છે.

03 -ફ્રિજ વાપરતા સમયે ક્યારેય તેનું તાપમાન સૌથી ઓછું ન રાખવું જોઈએ. કારણ કે તેનાથી કંપ્રેશર પર વધુ દબાણ પડે છે અને તે ગરમ થઈ જતા ફાટવાની સંભાવના વઘે છે.