Patanમાં કોંગ્રેસના ધારાસભ્ય લાકડી લઈને ઢોર પકડવા નિકળ્યા, વાંચો ફુલ સ્ટોરી
પાટણ ભાજપ શાસિત નગર પાલિકાના અણધડ વહીવટના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે અને દિન પ્રતિદિન શહેરમા જાહેર માર્ગો તેમજ સોસાયટી વિસ્તારમા દિવસે તેમજ રાત્રીના સમયે રસ્તાઓ પર ઢોરના અડિગો જોવા મળે છે અને સ્થાનિકો દ્વારા પાલિકામાં લેખિત તેમજ મૌખિક રજૂઆત પણ આ ઢોર પકડવા માટે કરવામાં આવે છે તેમ છતાં પાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા લોકોને ઘરમાંથી બહાર નીકળતા પણ ભયનો સામનો કરવાનો વારો આવે છે. રોડ પર પશુનો વધ્યો ત્રાસ પાટણમા ઢોરના આતંક ના કારણે 7 જીદંગીઓએ જીવ ગુમાવાનો વારો આવ્યો છે જેથી સ્થાનિક લોકોએ પાટણ કોંગ્રેસ ધારાસભ્યને રજૂઆત કરતા કિરીટ પટેલ હાથમા દંડો લઈ પોતાના સમર્થકો તેમજ સ્થાનિકો સાથે જાહેર માર્ગો પર રાત્રીએ નીકળ્યા હતા.રાજ્ય સરકાર દ્વારા ઢોર નિયત્રંણ પર કાયદો તો બનાવ્યો હતો પરંતુ ચૂંટણીમાં વોટ બેક ની રાજનીતિ ને કારણે કાયદો પરત ખેંચવો પડ્યો હતો જેથી હવે લોકોની જીદંગી સાથે ખતરો યથાવત રહ્યો છે ત્યારે પાટણ શહેરના જાહેર માર્ગો જેવા કે પારેવા સર્કલ , બસ સ્ટેન્ડ રોડ , હિંગળાચાચર , બગવાડા દરવાજા ,રેલવે સ્ટેશન રોડ સહિતના જાહેર માર્ગો પર રખડતા ઢોરોનો અડીંગો દિવસ રાત વઘી રહ્યી છે. સ્થાનિકોએ ધારાસભ્યને કરી રજૂઆત આ માર્ગ મુખ્ય હોવાને લઇ વાહનો અને રાહદારીઓની પણ અવર જવર વધુ હોય છે ત્યારે માર્ગો પર તેમજ સોસાયટી વિસ્તારમા ઢોરોનો અડીંગો હોવાને લઇ વાહન લઈ કે ચાલતા જવું પણ જીવ નું જોખમ રહેવા પામ્યું છે સોસાયટી વિસ્તારમા વય વૃદ્ધ લોકો તેમજ નાના બાળકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બનવા પામ્યું છે તો સાથે ઘણા લોકોને અકસ્માતનો ભોગ પણ બનવું પડ્યું છે પાટણમા છેલ્લા 2 વર્ષમાં 7 લોકોએ રખડતા ઢોરના અકસ્માતમા જીવ ગુમાવાનો વારો આવ્યો છે ત્યારે પાલીકાના સત્તાધીશોને અનેક વાર રજુઆત કરવામાં આવી છે પણ કોઈ નક્કર કામ ન થવાથી સ્થાનિકોએ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ ને રજૂઆત કરતા ગતરોજ રાત્રીના સમયે હાસાપુર વિસ્તારમા આવેલ સ્લોક,એપોલોવન સહિત પાચ જેટલી સોસાયટીઓમા રાત્રી દરમિયાન કિરીટ પટેલ પોતાના સમર્થકો તેમજ સોસાયટીના સહયોગથી હાથમા દંડા લઈ ઢોર પકડવાનું અભિયાન હાથ ધર્યું હતુ. ધારાસભ્ય પણ આ સમસ્યાથી કંટાળ્યા પાટણ કોંગ્રેસના ધારાસભ્યએ ખુદ રસ્તાઓ પર રઝળતા આતંકનો ત્રાસ દૂર કરવા ઢોર પકડો અભિયાન હાથધર્યું હતું તો તેઓએ ભાજપ શાસિત પાટણ પાલિકા પર આક્ષેપ કર્યા હતા કે પાટણ નગર પાલિકાનો વહીવટ ખાડે ગયો છે પાલિકાએ પ્રજા પર ડબલ વેરા ઠોકી દીઘા પર લોકોને યોગ્ય સગવડ ન આપી રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવાનું પાલિકા તેમજ પોલીસ નું હોય છે પરંતુ આ બન્ને દ્વારા સ્થાનિકો નું ન સાંભળતા આજે અમારે ખુદ જાહેર માર્ગો પર નીકળવું પડ્યું છે ત્યારે જો આજ પ્રમાણે સોસાયટીના રહીશો નો સાથ મળતો રહેશે તો રોજ આ પ્રમાણે જાહેર માર્ગો પરથી ઢોર પકડવાનું અભિયાન ચાલુ રાખવામાં આવશે. અધિકારીઓ દોડી આવ્યા સ્થળ પર ઐતિહાસિક નગરી પાટણ શહેરના મુખ્ય બજારો તેમજ સોસાયટી વિસ્તારોમા દિવસ રાત રખડતા ઢોરોને લઇ શહેરની છબી ખરડાઈ રહી છે. પાલિકામાં અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાથી આજે ખુદ શહેરીજનોની સુખાકારી માટે પાટણના ધારાસભ્યને હાથમા લાકડી લઈ હાઇવે પર આવેલ હાસાપુર વિસ્તારની પાંચથી વધુ સોસાયટીમા તેમજ માર્ગો પર રાત્રીએ અડિંગો જમાવેલ ઢોર પકડવા નીકળવું પડ્યું હતું અને આ વિસ્તાર મા ફરતી 100 થી વધુ ગાયો પકડી પાલિકાને તેમજ પોલીસ ને જાણ કરતા તાબડોબ પાલિકાના ચીફ ઓફિસર સહિત ઢોર પકવાના કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તમામ ઢોર ને પાજરે પૂર્યા હતા ત્યારે સવાલ એ થાય છે કે જે કામ પાટણ નગર પાલિકાએ કરવાનું હોય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણ ભાજપ શાસિત નગર પાલિકાના અણધડ વહીવટના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે અને દિન પ્રતિદિન શહેરમા જાહેર માર્ગો તેમજ સોસાયટી વિસ્તારમા દિવસે તેમજ રાત્રીના સમયે રસ્તાઓ પર ઢોરના અડિગો જોવા મળે છે અને સ્થાનિકો દ્વારા પાલિકામાં લેખિત તેમજ મૌખિક રજૂઆત પણ આ ઢોર પકડવા માટે કરવામાં આવે છે તેમ છતાં પાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા લોકોને ઘરમાંથી બહાર નીકળતા પણ ભયનો સામનો કરવાનો વારો આવે છે.
રોડ પર પશુનો વધ્યો ત્રાસ
પાટણમા ઢોરના આતંક ના કારણે 7 જીદંગીઓએ જીવ ગુમાવાનો વારો આવ્યો છે જેથી સ્થાનિક લોકોએ પાટણ કોંગ્રેસ ધારાસભ્યને રજૂઆત કરતા કિરીટ પટેલ હાથમા દંડો લઈ પોતાના સમર્થકો તેમજ સ્થાનિકો સાથે જાહેર માર્ગો પર રાત્રીએ નીકળ્યા હતા.રાજ્ય સરકાર દ્વારા ઢોર નિયત્રંણ પર કાયદો તો બનાવ્યો હતો પરંતુ ચૂંટણીમાં વોટ બેક ની રાજનીતિ ને કારણે કાયદો પરત ખેંચવો પડ્યો હતો જેથી હવે લોકોની જીદંગી સાથે ખતરો યથાવત રહ્યો છે ત્યારે પાટણ શહેરના જાહેર માર્ગો જેવા કે પારેવા સર્કલ , બસ સ્ટેન્ડ રોડ , હિંગળાચાચર , બગવાડા દરવાજા ,રેલવે સ્ટેશન રોડ સહિતના જાહેર માર્ગો પર રખડતા ઢોરોનો અડીંગો દિવસ રાત વઘી રહ્યી છે.
સ્થાનિકોએ ધારાસભ્યને કરી રજૂઆત
આ માર્ગ મુખ્ય હોવાને લઇ વાહનો અને રાહદારીઓની પણ અવર જવર વધુ હોય છે ત્યારે માર્ગો પર તેમજ સોસાયટી વિસ્તારમા ઢોરોનો અડીંગો હોવાને લઇ વાહન લઈ કે ચાલતા જવું પણ જીવ નું જોખમ રહેવા પામ્યું છે સોસાયટી વિસ્તારમા વય વૃદ્ધ લોકો તેમજ નાના બાળકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બનવા પામ્યું છે તો સાથે ઘણા લોકોને અકસ્માતનો ભોગ પણ બનવું પડ્યું છે પાટણમા છેલ્લા 2 વર્ષમાં 7 લોકોએ રખડતા ઢોરના અકસ્માતમા જીવ ગુમાવાનો વારો આવ્યો છે ત્યારે પાલીકાના સત્તાધીશોને અનેક વાર રજુઆત કરવામાં આવી છે પણ કોઈ નક્કર કામ ન થવાથી સ્થાનિકોએ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ ને રજૂઆત કરતા ગતરોજ રાત્રીના સમયે હાસાપુર વિસ્તારમા આવેલ સ્લોક,એપોલોવન સહિત પાચ જેટલી સોસાયટીઓમા રાત્રી દરમિયાન કિરીટ પટેલ પોતાના સમર્થકો તેમજ સોસાયટીના સહયોગથી હાથમા દંડા લઈ ઢોર પકડવાનું અભિયાન હાથ ધર્યું હતુ.
ધારાસભ્ય પણ આ સમસ્યાથી કંટાળ્યા
પાટણ કોંગ્રેસના ધારાસભ્યએ ખુદ રસ્તાઓ પર રઝળતા આતંકનો ત્રાસ દૂર કરવા ઢોર પકડો અભિયાન હાથધર્યું હતું તો તેઓએ ભાજપ શાસિત પાટણ પાલિકા પર આક્ષેપ કર્યા હતા કે પાટણ નગર પાલિકાનો વહીવટ ખાડે ગયો છે પાલિકાએ પ્રજા પર ડબલ વેરા ઠોકી દીઘા પર લોકોને યોગ્ય સગવડ ન આપી રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવાનું પાલિકા તેમજ પોલીસ નું હોય છે પરંતુ આ બન્ને દ્વારા સ્થાનિકો નું ન સાંભળતા આજે અમારે ખુદ જાહેર માર્ગો પર નીકળવું પડ્યું છે ત્યારે જો આજ પ્રમાણે સોસાયટીના રહીશો નો સાથ મળતો રહેશે તો રોજ આ પ્રમાણે જાહેર માર્ગો પરથી ઢોર પકડવાનું અભિયાન ચાલુ રાખવામાં આવશે.
અધિકારીઓ દોડી આવ્યા સ્થળ પર
ઐતિહાસિક નગરી પાટણ શહેરના મુખ્ય બજારો તેમજ સોસાયટી વિસ્તારોમા દિવસ રાત રખડતા ઢોરોને લઇ શહેરની છબી ખરડાઈ રહી છે. પાલિકામાં અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાથી આજે ખુદ શહેરીજનોની સુખાકારી માટે પાટણના ધારાસભ્યને હાથમા લાકડી લઈ હાઇવે પર આવેલ હાસાપુર વિસ્તારની પાંચથી વધુ સોસાયટીમા તેમજ માર્ગો પર રાત્રીએ અડિંગો જમાવેલ ઢોર પકડવા નીકળવું પડ્યું હતું અને આ વિસ્તાર મા ફરતી 100 થી વધુ ગાયો પકડી પાલિકાને તેમજ પોલીસ ને જાણ કરતા તાબડોબ પાલિકાના ચીફ ઓફિસર સહિત ઢોર પકવાના કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તમામ ઢોર ને પાજરે પૂર્યા હતા ત્યારે સવાલ એ થાય છે કે જે કામ પાટણ નગર પાલિકાએ કરવાનું હોય છે.