Panchmahal:પાવાગઢથી માંચી સુધી ખાનગી વાહનો લઈ જવા પર પ્રતિબંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રી દરમ્યાન તા.22 થી તા.7 ઓક્ટોબર સુધી મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહેનાર હોઇ તેમજ પાવાગઢથી માંચી સુધીનો રસ્તો ખુબ જ વાંકો ચુકો, ચઢાણવાળો તથા સાંકડો હોઈ કોઈ પણ અકસ્માત કે જાનહાનિ ના સર્જાય તે માટે કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિકનું નિયમન હેતુથી પાવાગઢ ખાતે તળેટીથી માંચી સુધીના રૂટ ઉપર ભારે તેમજ હળવા વાહનોની અવર-જવર, ડાયર્વઝન ઉપર તથા ચીજ વસ્તુઓ તેમજ પશુઓ દોરી જનારાઓ કે તે દ્વારા માલ સામગ્રી વહન કરનારાઓ ઉપર નિયંત્રણ કરવાની જરૂરીયાતને ધ્યાને લઈ પંચમહાલના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.જે.પટેલે કેટલાક હુકમો ફરમાવ્યા છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર પાવાગઢ ખાતે તળેટીથી માંચી જવાના રસ્તા ઉપર ભારે તેમજ હળવા વાહનો જેવા કે ટ્રક, ટેક્ષી, ટેમ્પો, જીપ, લકઝરી બસ, મેટાડોર, ઓટોરીક્ષા, દ્વિચકી વાહનોના અવર જવર કરવા ઉપર, હાલોલ ટીમ્બી ત્રણ રસ્તા, જેપુરા ચોકડી, ઢીકવા ચોકડી તેમજ ધનકુવા ચોકડીથી ભારે વાહનો તથા ખાનગી વાહનોના પાવાગઢમાં પ્રવેશ કરવા ઉપર, કોઈપણ પ્રકારના વાહનો દ્વારા, પશુઓ દ્વારા સાધન સામગ્રી-ચીજ વસ્તુઓનું વહન કરવા ઉપર તથા પશુઓ દોરી જનારાઓને માંચીથી દુધિયા તળાવ, પાવાગઢ સુધીના રસ્તા ઉપર અવર જવર કરવા પર મનાઇ ફરમાવેલ છે. બોડેલીથી હાલોલ તરફ જતાં વાહનો તેમજ હાલોલથી બોડેલી તરફ જતાં વાહનો બાયપાસ ઉપરથી જઈ શકશે તથા પાવાગઢમાં આવતાં દર્શનાર્થીઓ વડા તળાવ ચોકડી ઉપરથી વાહનો સાથે પાવાગઢમાં પ્રવેશ કરી શકશે. પ્રતિબંધ આવશ્યક ચીજ વસ્તુઓનું પરિવહન કરતા વાહનો, એસ.ટી.બસો, સરકારી ફરજ ઉપરના વાહનો, પીવાના પાણી તથા આરોગ્ય સેવાઓના ઉપયોગમાં લેવાનાર વાહનોને લાગુ પડશે નહિં.
What's Your Reaction?






