Panchmahal: શહેરાના ગોકળપુરા ગામે રસ્તાની બંને બાજુ ઊગી નીકળેલા ઝાડી-ઝાંખરા

Aug 9, 2026 - 06:30
Panchmahal: શહેરાના ગોકળપુરા ગામે રસ્તાની બંને બાજુ ઊગી નીકળેલા ઝાડી-ઝાંખરા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરા : શહેરા તાલુકાના ગોકળપુરા ગામના ટેકરા ફ્ળિયા થઈને ગ્રામ પંચાયત સાથે જોડતાં રસ્તાની આજુબાજુમાં દબાણો વધી જતાં આ મુખ્ય રસ્તો સાંકડો બનવા સાથે રોજીંદા અવરજવર કરતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હોવાથી ગામના જાગૃત નાગરિકોએ ગ્રામ પંચાયત કચેરી ખાતે રજૂઆત કરી હતી. જોકે આ રસ્તાની આજુબાજુમાં દબાણકર્તાઓ દ્વારા દબાણ કરાતાં માટી, ઇંટો અને બાંધકામનો કાટમાળ જોવા મળી રહયો છે. તેમજ વળાંકમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળેલા હોવાથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માત થવાનો ડર પણ રહેતો હોય, ત્યારે તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ જરૂરી કાર્યવાહી કરવા માગ કરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0