Panchmahal: વીજ કરંટથી મૃત્યુ પામનારના પરિવારજનોને 4 લાખની સહાય
પંચમહાલ જિલ્લાના મોરવા હડફના ભંડોઇ ગામે ગઈકાલે વીજ વાયરથી ત્રણ યુવાનોના મોત મામલે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાયના ચેક આપવામાં આવ્યા. ત્રણેય યુવાનોના પરિવારજનોને મોરવાના ધારાસભ્ય અને પંચમહાલના સાંસદના હસ્તે ચાર-ચાર લાખના ચેક અપાયા. જીવંત વીજ વાયર રસ્તામા પડી રહેલ હતો એ દરમિયાન બાઈક પર સવાર ત્રણ યુવાનો સવાર થતા હતા તે દરમિયાન વીજ શોક લાગતા મૃત્યુ થયા હતા. પંચમહાલના મોરવાહડફ વિસ્તારમાં વીજ કરંટ લાગવાને કારણે ત્રણ લોકોના મોતની ઘટના સામે આવી છે. પંચમહાલના મોરવા હડફના મેથાણથી ભંડોઈ જતા રોડ ઉપર આવેલ વળાંકમાં મોડી રાત્રિએ થ્રિ ફેઈઝ લાઈનનો જીવતો વિજ વાયર તૂટી પડ્યો હતો. જીવતો વિજ વાયર તૂટતા તેના સંપર્કમાં ત્રણ યુવાનોના મોત જીવતો વિજ વાયર તૂટતા તેના સંપર્કમાં બાઈક આવી જતાં બાઈક પણ સંપુર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. બાઈક સવાર બે સગા ભાઈ અને ભાણીયાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. બે સગા ભાઈ અને એક ભાણીયાનું અકાળે મોત બે સગા ભાઈ અને એક ભાણીયાનું અકાળે મોત નિપજતાં પરીવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. દુર્ઘટના એટલી ગંભીર હતી કે ત્રણેયના શરીરનો કેટલોક ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. બહાર ગામ મજૂરી કામે ગયા હતા પરંતુ પાછા ના આવ્યાં! નોંધનીય છે કે, બે સગા ભાઈ અને એક ભાણીયાનું અકાળે મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ ઝવાઈ ગયો છે. બે દિવસ અગાઉ જ યુવકો બહાર ગામ મજૂરી કામે ગયા હતા. ત્યાંથી ઘરે પરત આવી પોતાના સબંધીને ત્યાં ડાંગર લણવાની મદદ કરવા ગયા હતા. તેમને ક્યા ખબર હતીં કે હવે ક્યારેય પાછા ઘરે આવવાનનું નહીં થાય! સંબંધીને ત્યાં મદદ કરવા માટે ગયા અને ત્યાંથી પરત ફરતી વેળાએ આ સમગ્ર ઘટના બની હતી. પરિવાર માટે અત્યારે દુઃખનો પહાડ તૂટી પડ્યો મળતી અહેવાલો પ્રમાણે રાત્રિના દોઢ વાગ્યાના અરસામાં ઘટના બની હોવા ઉપરાંત જીવંત વીજ પ્રવાહ વાળો વીજ વાયર હોવાથી ત્રણેય યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હોવાની જાણકારી મળી છે. પરિવાર માટે અત્યારે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. એક સાથે ત્રણ યુવાનોનું મોત થયું હોવાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પંચમહાલ જિલ્લાના મોરવા હડફના ભંડોઇ ગામે ગઈકાલે વીજ વાયરથી ત્રણ યુવાનોના મોત મામલે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાયના ચેક આપવામાં આવ્યા. ત્રણેય યુવાનોના પરિવારજનોને મોરવાના ધારાસભ્ય અને પંચમહાલના સાંસદના હસ્તે ચાર-ચાર લાખના ચેક અપાયા.
જીવંત વીજ વાયર રસ્તામા પડી રહેલ હતો એ દરમિયાન બાઈક પર સવાર ત્રણ યુવાનો સવાર થતા હતા તે દરમિયાન વીજ શોક લાગતા મૃત્યુ થયા હતા.
પંચમહાલના મોરવાહડફ વિસ્તારમાં વીજ કરંટ લાગવાને કારણે ત્રણ લોકોના મોતની ઘટના સામે આવી છે. પંચમહાલના મોરવા હડફના મેથાણથી ભંડોઈ જતા રોડ ઉપર આવેલ વળાંકમાં મોડી રાત્રિએ થ્રિ ફેઈઝ લાઈનનો જીવતો વિજ વાયર તૂટી પડ્યો હતો.
જીવતો વિજ વાયર તૂટતા તેના સંપર્કમાં ત્રણ યુવાનોના મોત
જીવતો વિજ વાયર તૂટતા તેના સંપર્કમાં બાઈક આવી જતાં બાઈક પણ સંપુર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. બાઈક સવાર બે સગા ભાઈ અને ભાણીયાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું.
બે સગા ભાઈ અને એક ભાણીયાનું અકાળે મોત
બે સગા ભાઈ અને એક ભાણીયાનું અકાળે મોત નિપજતાં પરીવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. દુર્ઘટના એટલી ગંભીર હતી કે ત્રણેયના શરીરનો કેટલોક ભાગ બળીને ખાખ થઈ ગયો હતો.
બહાર ગામ મજૂરી કામે ગયા હતા પરંતુ પાછા ના આવ્યાં!
નોંધનીય છે કે, બે સગા ભાઈ અને એક ભાણીયાનું અકાળે મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ ઝવાઈ ગયો છે. બે દિવસ અગાઉ જ યુવકો બહાર ગામ મજૂરી કામે ગયા હતા. ત્યાંથી ઘરે પરત આવી પોતાના સબંધીને ત્યાં ડાંગર લણવાની મદદ કરવા ગયા હતા. તેમને ક્યા ખબર હતીં કે હવે ક્યારેય પાછા ઘરે આવવાનનું નહીં થાય! સંબંધીને ત્યાં મદદ કરવા માટે ગયા અને ત્યાંથી પરત ફરતી વેળાએ આ સમગ્ર ઘટના બની હતી.
પરિવાર માટે અત્યારે દુઃખનો પહાડ તૂટી પડ્યો
મળતી અહેવાલો પ્રમાણે રાત્રિના દોઢ વાગ્યાના અરસામાં ઘટના બની હોવા ઉપરાંત જીવંત વીજ પ્રવાહ વાળો વીજ વાયર હોવાથી ત્રણેય યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હોવાની જાણકારી મળી છે. પરિવાર માટે અત્યારે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. એક સાથે ત્રણ યુવાનોનું મોત થયું હોવાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.