રોડને રેસિંગ ટ્રેક સમજતા, બેફામ ડ્રાઈવિંગ કરનારાને જેલમાં નાખોઃ હર્ષ સંઘવી

અમદાવાદ ટ્રાફિક પોલીસના કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા કહ્યું કે અમદાવાદ શહેરના ટ્રાફિક વિભાગને અભિનંદન આપું છું, દિવાળીના સમયમાં રોડ રસ્તા પર લોકલ ફોર વોકલને પ્રાધાન્ય મળે તે માટે ટ્રાફિક પોલીસે ખૂબ સારું કામ કર્યું છે, આ સાથે ગૃહમંત્રીએ ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે પોલીસને સૂચના આપી છે. DGP, અમદાવાદ શહેર પોલીસને કડક પગલાં લેવા સૂચના પણ આપી છે.બળાત્કારીઓને ફાંસી અપાવવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છે: હર્ષ સંઘવી વધુમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી શું ફાયદો થાય તે સોશિયલ મીડિયામાં લખજો, સાથે વિભાગની જો ભૂલ હોય તો પણ લખજો. અમે જવાબદારીમાં છીએ ટીકા સહન કરવાની શકિત રાખવી જ પડે, ઘટના કેટલા ટકા ઓછી બની છે, તેનાથી સંતોષ થાય પણ એક પણ ઘટના રાજ્યમાં બને તો તેનો જવાબ આપવા અમે બંધાયેલા છીએ. કોર્ટના કિસ્સાઓમાં તારીખ પે તારીખના બદલે ડે ટુ ડે કેસ ચાલે તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છે, આ સાથે જ બળાત્કારીઓને ફાંસી અપાવવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છે અને એમાં સફળતા પ્રાપ્ત થશે એવો વિશ્વાસ છે. ગૃહ મંત્રીએ કહ્યું કે જરૂરી નથી કે કડક પગલાં લેવાથી બધા સુધરી જશે પણ ધીરે ધીરે સુધારા થશે. રફતારના રાક્ષસોને ગૃહમંત્રીએ આપી ચેતવણી ત્યારે રફતારના રાક્ષસોને ચેતવણી આપતા ગૃહમંત્રીએ કહ્યું કે રોડને રેસિંગ ટ્રેક સમજતા, બેફામ ડ્રાઈવિંગ કરતા લોકોની રસીદ બનાવવાની જરૂર નથી, તેમને સીધા જેલમાં નાખો એટલે સુધરી જશે. 10 દિવસ સ્લેટ પકડશે એટલે સીધી રીતે જ સુધરી જશે. વાહનચાલકોના સૌથી વધુ લાઈસન્સ આ વર્ષે રદ કરવામાં આવ્યા છે, રોડ એન્જિનિયરિંગ બદલવાની સાથે અકસ્માત અને ટ્રાફિકમાં સુધારો આવે તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદ અને સુરત શહેર છે. રોડ એન્જિનિયરિંગ બાબતે અમે કામગીરી કરી રહ્યા છીએ. અમદાવાદ શહેર પોલીસ ખરેખર અભિનંદનને લાયક થોડા સમય પહેલા વચ્ચે પોલીસે રાત્રે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યુ હતું અને આ કામગીરી ખૂબ સુંદર રીતે કરાઈ છે, જેના માટે અમદાવાદ શહેર પોલીસને અભિનંદન આપુ છે, રોજ સવારે પેપરમાં છેલ્લા પાના પર પોલીસની ટીકા હશે પણ અમદાવાદ શહેર પોલીસ ખરેખર અભિનંદનને લાયક છે, જેમણે વિસ્તાર અને વસ્તી વધ્યા પછી પણ અકસ્માતના કેસો અને અકસ્માતથી થતા મોતના કેસો ઘટાડ્યા છે, અકસ્માતના કેસમાં 25 ટકાનો અને અકસ્માતમાં 120થી વધુ મૃત્યુ ઓછા થયા છે તે કોઈ નાની વાત નથી. ટ્રાફિક અકસ્માત અટકાવવા શહેર પોલીસે શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન બીજી તરફ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે કહ્યું કે ટ્રાફિક અકસ્માત અટકાવવા શહેર પોલીસે શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કર્યું હતું, શહેરીજનોએ અલગ અલગ થીમો પર શોર્ટ ફિલ્મ બનાવીને સ્પર્ધામાં ભાગ લીધો, આ શોર્ટ ફિલ્મો થિયેટરો, તેમજ પોલીસના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મૂકીને લોકોને જાગૃત કરવાના પ્રયાસ કરાશે. ગયા વર્ષના 11 મહિનાની સરખામણીમાં અકસ્માતથી થતાં મોતના આંકડા ઓછા છે. 

રોડને રેસિંગ ટ્રેક સમજતા, બેફામ ડ્રાઈવિંગ કરનારાને જેલમાં નાખોઃ હર્ષ સંઘવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ ટ્રાફિક પોલીસના કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા કહ્યું કે અમદાવાદ શહેરના ટ્રાફિક વિભાગને અભિનંદન આપું છું, દિવાળીના સમયમાં રોડ રસ્તા પર લોકલ ફોર વોકલને પ્રાધાન્ય મળે તે માટે ટ્રાફિક પોલીસે ખૂબ સારું કામ કર્યું છે, આ સાથે ગૃહમંત્રીએ ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે પોલીસને સૂચના આપી છે. DGP, અમદાવાદ શહેર પોલીસને કડક પગલાં લેવા સૂચના પણ આપી છે.

બળાત્કારીઓને ફાંસી અપાવવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છે: હર્ષ સંઘવી

વધુમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી શું ફાયદો થાય તે સોશિયલ મીડિયામાં લખજો, સાથે વિભાગની જો ભૂલ હોય તો પણ લખજો. અમે જવાબદારીમાં છીએ ટીકા સહન કરવાની શકિત રાખવી જ પડે, ઘટના કેટલા ટકા ઓછી બની છે, તેનાથી સંતોષ થાય પણ એક પણ ઘટના રાજ્યમાં બને તો તેનો જવાબ આપવા અમે બંધાયેલા છીએ.

કોર્ટના કિસ્સાઓમાં તારીખ પે તારીખના બદલે ડે ટુ ડે કેસ ચાલે તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છે, આ સાથે જ બળાત્કારીઓને ફાંસી અપાવવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છે અને એમાં સફળતા પ્રાપ્ત થશે એવો વિશ્વાસ છે. ગૃહ મંત્રીએ કહ્યું કે જરૂરી નથી કે કડક પગલાં લેવાથી બધા સુધરી જશે પણ ધીરે ધીરે સુધારા થશે.

રફતારના રાક્ષસોને ગૃહમંત્રીએ આપી ચેતવણી

ત્યારે રફતારના રાક્ષસોને ચેતવણી આપતા ગૃહમંત્રીએ કહ્યું કે રોડને રેસિંગ ટ્રેક સમજતા, બેફામ ડ્રાઈવિંગ કરતા લોકોની રસીદ બનાવવાની જરૂર નથી, તેમને સીધા જેલમાં નાખો એટલે સુધરી જશે. 10 દિવસ સ્લેટ પકડશે એટલે સીધી રીતે જ સુધરી જશે. વાહનચાલકોના સૌથી વધુ લાઈસન્સ આ વર્ષે રદ કરવામાં આવ્યા છે, રોડ એન્જિનિયરિંગ બદલવાની સાથે અકસ્માત અને ટ્રાફિકમાં સુધારો આવે તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદ અને સુરત શહેર છે. રોડ એન્જિનિયરિંગ બાબતે અમે કામગીરી કરી રહ્યા છીએ.

અમદાવાદ શહેર પોલીસ ખરેખર અભિનંદનને લાયક

થોડા સમય પહેલા વચ્ચે પોલીસે રાત્રે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યુ હતું અને આ કામગીરી ખૂબ સુંદર રીતે કરાઈ છે, જેના માટે અમદાવાદ શહેર પોલીસને અભિનંદન આપુ છે, રોજ સવારે પેપરમાં છેલ્લા પાના પર પોલીસની ટીકા હશે પણ અમદાવાદ શહેર પોલીસ ખરેખર અભિનંદનને લાયક છે, જેમણે વિસ્તાર અને વસ્તી વધ્યા પછી પણ અકસ્માતના કેસો અને અકસ્માતથી થતા મોતના કેસો ઘટાડ્યા છે, અકસ્માતના કેસમાં 25 ટકાનો અને અકસ્માતમાં 120થી વધુ મૃત્યુ ઓછા થયા છે તે કોઈ નાની વાત નથી.

ટ્રાફિક અકસ્માત અટકાવવા શહેર પોલીસે શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન

બીજી તરફ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે કહ્યું કે ટ્રાફિક અકસ્માત અટકાવવા શહેર પોલીસે શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કર્યું હતું, શહેરીજનોએ અલગ અલગ થીમો પર શોર્ટ ફિલ્મ બનાવીને સ્પર્ધામાં ભાગ લીધો, આ શોર્ટ ફિલ્મો થિયેટરો, તેમજ પોલીસના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મૂકીને લોકોને જાગૃત કરવાના પ્રયાસ કરાશે. ગયા વર્ષના 11 મહિનાની સરખામણીમાં અકસ્માતથી થતાં મોતના આંકડા ઓછા છે.