ગોધરામાં પાણીપુરી ખાતા પહેલા ચેતજો, લારીમાંથી 150 કિલો સડેલા બટાકા મળ્યા
પંચમહાલના ગોધરામાં પાણીપુરી ખાતા પહેલા ચેતજો, દિવાળીના તહેવારને લઈ પ્રજાની ઉજવણીમાં વિક્ષેપ ઉભા કરનાર વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. જેમાં ગોધરા શહેરમાં પાણીપુરી વાળાઓને ત્યાંથી મોટી માત્રામાં બગડેલા અને સડેલા બટાકા મળી આવ્યા છે.150 કિલો સડેલા બટાકા મળ્યા પાણીપુરીની લારીમાંથી સડેલા બટાકા મળી આવ્યા છે. લારીમાંથી 150 કિલો સડેલા બટાકા મળ્યા છે. ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરતા અને બગડી ગયેલા પદાર્થનો ઉપયોગ કરતા લોકો સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ફુડ વિભાગ અને નગરપાલિકાની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. સડેલા બટાકા વાપરતી લારીઓને સીલ કરી દેવામાં આવી છે અને શહેરામાં પણ આજે 120 કિલો બગડેલા બટાકા મળી આવ્યા હતા.શહેરામાં પાણીપુરી વેચતા વેપારીઓ પર તવાઈ શહેરામાં પણ પાણીપુરી વેચતા વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી, જ્યાં સેનેટરી ઈન્સ્પેક્ટર સહિતની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને પાણીપુરી વેચતા વેપારીને ત્યાં આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. પંચવટી સોસાયટી નજીક પાલિકાની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સડેલા બટાકાના ત્રણ કટ્ટા પાણીપુરીના વેપારીને ત્યાંથી મળી આવ્યા હતા, તમામ સડેલા બટાકાનો જથ્થો પાલિકા દ્વારા સ્થળ પર જ કચરામાં નાખવામાં આવ્યો હતો અને પાલિકાની ટીમે પાણી પુરીની 3 લારીઓ જપ્ત કરી હતી. વડોદરામાં પણ તહેવારોમાં પણ લોકોના આરોગ્ય સાથે ચેડા બીજી તરફ વડોદરામાં પણ પાણીપુરી વેચનારાઓ સુધરે તેમ લાગતું નથી. સુરસાગર પાસેની 8 લારીઓ પર સંદેશ ન્યુઝે રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે તહેવારોમાં પણ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. સસ્તા ભાવે બગડેલા બટાકા ખરીદીને પાણીપુરી બનાવવામાં આવી રહી છે. માર્કેટમાં બટાકાનો ભાવ 40થી 50 રૂપિયા છે, ત્યારે પાણીપુરી વેચનારે 25થી 30 રૂપિયે કિલો બટાકા ખરીદતાં હોવાનું કબુલ્યું છે. સંદેશના રિયાલિટી ચેકમાં 8 લારીઓમાં 4 લારીઓમાં સડેલા બટાકા મળી આવ્યા હતા. સડેલા બટાકા અંગે વેપારીઓને સવાલ પૂછતાં હાસ્યાસ્પદ જવાબ આપ્યા ત્યારે સડેલા બટાકા અંગે સવાલ પૂછતાં હાસ્યાસ્પદ જવાબ આપ્યા હતા અને કહ્યું હતું કે બટાકા માર્કેટમાંથી જ એવા આવે છે, અમુક બટાકા સડેલા નીકળી જાય છે. આ બટાકુ સડેલું નથી એવું દેખાય છે તેવુ કહ્યું હતું. કેમેરો જોતા છેલ્લી બે લારીવાળાએ તો બટાકા જ ખાલી થઈ ગયા નું જણાવ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પંચમહાલના ગોધરામાં પાણીપુરી ખાતા પહેલા ચેતજો, દિવાળીના તહેવારને લઈ પ્રજાની ઉજવણીમાં વિક્ષેપ ઉભા કરનાર વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. જેમાં ગોધરા શહેરમાં પાણીપુરી વાળાઓને ત્યાંથી મોટી માત્રામાં બગડેલા અને સડેલા બટાકા મળી આવ્યા છે.
150 કિલો સડેલા બટાકા મળ્યા
પાણીપુરીની લારીમાંથી સડેલા બટાકા મળી આવ્યા છે. લારીમાંથી 150 કિલો સડેલા બટાકા મળ્યા છે. ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરતા અને બગડી ગયેલા પદાર્થનો ઉપયોગ કરતા લોકો સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ફુડ વિભાગ અને નગરપાલિકાની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. સડેલા બટાકા વાપરતી લારીઓને સીલ કરી દેવામાં આવી છે અને શહેરામાં પણ આજે 120 કિલો બગડેલા બટાકા મળી આવ્યા હતા.
શહેરામાં પાણીપુરી વેચતા વેપારીઓ પર તવાઈ
શહેરામાં પણ પાણીપુરી વેચતા વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી, જ્યાં સેનેટરી ઈન્સ્પેક્ટર સહિતની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને પાણીપુરી વેચતા વેપારીને ત્યાં આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. પંચવટી સોસાયટી નજીક પાલિકાની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સડેલા બટાકાના ત્રણ કટ્ટા પાણીપુરીના વેપારીને ત્યાંથી મળી આવ્યા હતા, તમામ સડેલા બટાકાનો જથ્થો પાલિકા દ્વારા સ્થળ પર જ કચરામાં નાખવામાં આવ્યો હતો અને પાલિકાની ટીમે પાણી પુરીની 3 લારીઓ જપ્ત કરી હતી.
વડોદરામાં પણ તહેવારોમાં પણ લોકોના આરોગ્ય સાથે ચેડા
બીજી તરફ વડોદરામાં પણ પાણીપુરી વેચનારાઓ સુધરે તેમ લાગતું નથી. સુરસાગર પાસેની 8 લારીઓ પર સંદેશ ન્યુઝે રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે તહેવારોમાં પણ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. સસ્તા ભાવે બગડેલા બટાકા ખરીદીને પાણીપુરી બનાવવામાં આવી રહી છે. માર્કેટમાં બટાકાનો ભાવ 40થી 50 રૂપિયા છે, ત્યારે પાણીપુરી વેચનારે 25થી 30 રૂપિયે કિલો બટાકા ખરીદતાં હોવાનું કબુલ્યું છે. સંદેશના રિયાલિટી ચેકમાં 8 લારીઓમાં 4 લારીઓમાં સડેલા બટાકા મળી આવ્યા હતા.
સડેલા બટાકા અંગે વેપારીઓને સવાલ પૂછતાં હાસ્યાસ્પદ જવાબ આપ્યા
ત્યારે સડેલા બટાકા અંગે સવાલ પૂછતાં હાસ્યાસ્પદ જવાબ આપ્યા હતા અને કહ્યું હતું કે બટાકા માર્કેટમાંથી જ એવા આવે છે, અમુક બટાકા સડેલા નીકળી જાય છે. આ બટાકુ સડેલું નથી એવું દેખાય છે તેવુ કહ્યું હતું. કેમેરો જોતા છેલ્લી બે લારીવાળાએ તો બટાકા જ ખાલી થઈ ગયા નું જણાવ્યું હતું.