Panchmahal: મહિલા સરપંચે 50 લાખથી વધુ રકમની કરી ઉચાપત, પોલીસે કરી ધરપકડ

ગોધરાના નદીસર ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર આવ્યો સામેમહિલા સરપંચના પતિ વિજય માછીની પણ સંડોવણી પોલીસે સરપંચની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા પંચમહાલના ગોધરાની નદીસર ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ફરિયાદ બાદ પોલીસે નદીસર ગ્રામ પંચાયતના મહિલા સરપંચની ધરપકડ કરી છે અને 5 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. 50 લાખથી વધુ રકમની કરી હતી ઉચાપત ગોધારાના નદીસર ગ્રામ પંચાયતના મહિલા સરપંચની ધરપકડ કર્યા બાદ તેના પતિ વિજય માછીની પણ સંડોવણી બહાર આવી છે. તમને જણાવી દઈએ કે મહિલા સરપંચે વિકાસના કામના બહાને રૂપિયા 50 લાખથી વધુની ઉચાપત કરી હતી. ત્યારે હાલમાં પોલીસે સરપંચ અને તેમના પતિ વિજય માછીની ધરપકડ કરી લીધી છે અને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ગામમાં વિકાસના 33 કામ પૈકી કેટલાક કામો ન કર્યા હોવાની જાણકારી પણ સામે આવી છે. ખાનગી અનાજના વેપારી પાસેથી સરકારી અનાજનો જથ્થો પકડાયો પંચમહાલમાં પટેલ ટ્રેડર્સ નામના ખાનગી અનાજના વેપારીને ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરાના નાડા બાયપાસ રોડ ઉપર આવેલી ખાનગી અનાજના વેપારીનાં ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પુરવઠા અધિકારીની ટીમની તપાસ દરમિયાન સરકારી ચોખા અને ઘઉંનો અનઅધિકૃત જથ્થો મળી આવ્યો હતો. 54 કટ્ટા ચોખા અને 8 કટ્ટા ઘઉં મળી આવતા અનાજની દુકાનને સીઝ કરવામાં આવી છે. ત્યારે હાલમાં ખાનગી અનાજની દુકાનમાંથી મળી આવેલો સરકારી ઘઉં અને ચોખાનો જથ્થો કઈ સસ્તા અનાજની દુકાનનો છે તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. પંચમહાલના કાલોલમાં બ્યુટીફીકેશન કરેલું તળાવ ધોવાયુ થોડા દિવસ પહેલા જ પંચમહાલના કાલોલમાં નગરપાલિકા દ્વારા બ્યુટીફીકેશન કરાયેલું તળાવ નજીવા વરસાદમાં ધોવાયું ગયુ હતું. શહેરમાં વરસાદના કારણે તળાવ ધોવાઈ જતાં કોન્ટ્રાક્ટરની પોલી ખુલી હતી. પાણી જવાની જગ્યા પર જ નાળું બેસી ગયું હતું. તેમજ RCCથી બનાવેલી પાળ પણ ધોવાઈ ગઈ હતી. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડર મુજબ કામ ન થયુ હોવાનો અને વિકાસના કામોમાં પણ ગેરરીતિ થતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.

Panchmahal: મહિલા સરપંચે 50 લાખથી વધુ રકમની કરી ઉચાપત, પોલીસે કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગોધરાના નદીસર ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર આવ્યો સામે
  • મહિલા સરપંચના પતિ વિજય માછીની પણ સંડોવણી
  • પોલીસે સરપંચની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા

પંચમહાલના ગોધરાની નદીસર ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ફરિયાદ બાદ પોલીસે નદીસર ગ્રામ પંચાયતના મહિલા સરપંચની ધરપકડ કરી છે અને 5 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

50 લાખથી વધુ રકમની કરી હતી ઉચાપત

ગોધારાના નદીસર ગ્રામ પંચાયતના મહિલા સરપંચની ધરપકડ કર્યા બાદ તેના પતિ વિજય માછીની પણ સંડોવણી બહાર આવી છે. તમને જણાવી દઈએ કે મહિલા સરપંચે વિકાસના કામના બહાને રૂપિયા 50 લાખથી વધુની ઉચાપત કરી હતી. ત્યારે હાલમાં પોલીસે સરપંચ અને તેમના પતિ વિજય માછીની ધરપકડ કરી લીધી છે અને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ગામમાં વિકાસના 33 કામ પૈકી કેટલાક કામો ન કર્યા હોવાની જાણકારી પણ સામે આવી છે.

ખાનગી અનાજના વેપારી પાસેથી સરકારી અનાજનો જથ્થો પકડાયો

પંચમહાલમાં પટેલ ટ્રેડર્સ નામના ખાનગી અનાજના વેપારીને ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરાના નાડા બાયપાસ રોડ ઉપર આવેલી ખાનગી અનાજના વેપારીનાં ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પુરવઠા અધિકારીની ટીમની તપાસ દરમિયાન સરકારી ચોખા અને ઘઉંનો અનઅધિકૃત જથ્થો મળી આવ્યો હતો. 54 કટ્ટા ચોખા અને 8 કટ્ટા ઘઉં મળી આવતા અનાજની દુકાનને સીઝ કરવામાં આવી છે. ત્યારે હાલમાં ખાનગી અનાજની દુકાનમાંથી મળી આવેલો સરકારી ઘઉં અને ચોખાનો જથ્થો કઈ સસ્તા અનાજની દુકાનનો છે તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

પંચમહાલના કાલોલમાં બ્યુટીફીકેશન કરેલું તળાવ ધોવાયુ

થોડા દિવસ પહેલા જ પંચમહાલના કાલોલમાં નગરપાલિકા દ્વારા બ્યુટીફીકેશન કરાયેલું તળાવ નજીવા વરસાદમાં ધોવાયું ગયુ હતું. શહેરમાં વરસાદના કારણે તળાવ ધોવાઈ જતાં કોન્ટ્રાક્ટરની પોલી ખુલી હતી. પાણી જવાની જગ્યા પર જ નાળું બેસી ગયું હતું. તેમજ RCCથી બનાવેલી પાળ પણ ધોવાઈ ગઈ હતી. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડર મુજબ કામ ન થયુ હોવાનો અને વિકાસના કામોમાં પણ ગેરરીતિ થતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.