પાલનપુરમાં નવા બ્રિજ પર પ્રથમ દિવસે જ બે અકસ્માત, પિકઅપ સાથે રિક્ષા તો ટ્રક સાથે અર્ટિગા અથડાઈ

Palanpur Three Leg Elevated Bridge Accident Incident : બનાસકાંઠાના પાલનપુરના થ્રી લેગ એલિવેટેડ બ્રિજના ઉદ્ધાટન થયાના પહેલા જ દિવસે બે અકસ્માતની ઘટના બની છે. જેમાં એક અકસ્માતમાં પિકઅપ ડાલા અને રિક્ષા વચ્ચે જ્યારે અન્ય બીજી ઘટનામાં ટ્રક અને અર્ટિગા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પિકઅપ ડાલા અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બીજી તરફ, ગાંધીનગર નજીક ચિલોડા હાઇવે પર અકસ્માતમાં રિક્ષા ચાલકનું મોત થયું. રિક્ષા અને પિકઅપ વચ્ચે અકસ્માતમાં બે ઈજાગ્રસ્તબનાસકાંઠાના પાલનપુરના થ્રી લેગ એલિવેટેડ બ્રિજનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે, ત્યારે બ્રિજના ઉદ્ધાટનના પહેલા જ દિવસે બે અકસ્માતના ઘટના બની છે. જેમાં એક અકસ્માતમાં પિકઅપ ડાલા પાછળ રિક્ષા ઘૂસી હોવાથી રિક્ષામાં બેઠેલા બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. જેમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે લોકોના ટોળા ઉમટી વળ્યાં હતા. જો કે, ઘટના સ્થળે પોલીસ આવીને ટોળાને વિખેરીને ટ્રાફિક કન્ટ્રોલમાં કર્યું હતું.આ પણ વાંચો : અમદાવાદમાં બે સ્થળોએ આગ, ગોતામાં બિલ્ડિંગના સાતમાં માળે તો રાયપુરમાં ગોડાઉન સળગ્યું, એકનું મોતએજ દિવસે અન્ય એક અકસ્માતની ઘટનામળતી માહિતી પ્રમાણે, બીજો અકસ્માત અર્ટિગા કાર અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. જો કે, આ ઘટનામાં કોઈ પ્રકારે જાનહાની થઈ ન હતી. બ્રિજના ઉદ્ધાટનના પહેલા દિવસે જ બે અકસ્માતથી ફફડાટગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિતના નેતા દ્વારા પાલનપુરના આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પાલનપુર આરટીઓ સર્કલ પાસે બ્રિજ બનાવવાથી ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે, ત્યારે બ્રિજના ઉદ્ધાટના પહેલા દિવસે બે અકસ્માતની ઘટના બનતા લોકોમાં ફફડાટ ઊભો થયો છે.આ પણ વાંચો : મમતા બેનરજીએ રાજીનામાની ઓફર કરતા હડતાળિયા ડૉક્ટરો ભડક્યા, CM પર કર્યા ગંભીર આક્ષેપગાંધીનગર નજીક ચિલોડા હાઇવે પર અકસ્માતમાં એકનું મોતગાંધીનગર આસપાસના વિસ્તારમાં માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગત મંગળવારની રાત્રે અંબાજી જઈ રહેલા પદયાત્રીઓનો સામાન ભરીને જતી રિક્ષાને અજાણ્યા વાહને અડફેટે લેતા રિક્ષા ચાલકના શરીરે ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું. મળતી વિગતો પ્રમાણે, અમદાવાદના વાલ ખાતે રહેતા ગોપાલભાઈ તેમના પાડોશી વિજય બુધાભાઈ રાવળની રિક્ષા લઈને પદયાત્રીઓનો સામાન ભરીને અંબાજી જવા માટે નીકળ્યા હતા. જેમાં મંગળવારની રાત્રે નાનાચિલોડાથી ચિલોડા તરફના હાઇવે માર્ગ ઉપર લીંબડીયા પાસે અજાણ્યો વાહન ચાલક રિક્ષાને અડફેટે લેતા ગોપાલભાઈ નામના વ્યક્તિને ગંભીર ઈજા થતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને લઈને પોલીસ ફરિયાદ થતાં તપાસ હાથ ધરવામાં આવી.

પાલનપુરમાં નવા બ્રિજ પર પ્રથમ દિવસે જ બે અકસ્માત, પિકઅપ સાથે રિક્ષા તો ટ્રક સાથે અર્ટિગા અથડાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Accident

Palanpur Three Leg Elevated Bridge Accident Incident : બનાસકાંઠાના પાલનપુરના થ્રી લેગ એલિવેટેડ બ્રિજના ઉદ્ધાટન થયાના પહેલા જ દિવસે બે અકસ્માતની ઘટના બની છે. જેમાં એક અકસ્માતમાં પિકઅપ ડાલા અને રિક્ષા વચ્ચે જ્યારે અન્ય બીજી ઘટનામાં ટ્રક અને અર્ટિગા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પિકઅપ ડાલા અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બીજી તરફ, ગાંધીનગર નજીક ચિલોડા હાઇવે પર અકસ્માતમાં રિક્ષા ચાલકનું મોત થયું. 

રિક્ષા અને પિકઅપ વચ્ચે અકસ્માતમાં બે ઈજાગ્રસ્ત

બનાસકાંઠાના પાલનપુરના થ્રી લેગ એલિવેટેડ બ્રિજનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે, ત્યારે બ્રિજના ઉદ્ધાટનના પહેલા જ દિવસે બે અકસ્માતના ઘટના બની છે. જેમાં એક અકસ્માતમાં પિકઅપ ડાલા પાછળ રિક્ષા ઘૂસી હોવાથી રિક્ષામાં બેઠેલા બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. જેમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે લોકોના ટોળા ઉમટી વળ્યાં હતા. જો કે, ઘટના સ્થળે પોલીસ આવીને ટોળાને વિખેરીને ટ્રાફિક કન્ટ્રોલમાં કર્યું હતું.

આ પણ વાંચો : અમદાવાદમાં બે સ્થળોએ આગ, ગોતામાં બિલ્ડિંગના સાતમાં માળે તો રાયપુરમાં ગોડાઉન સળગ્યું, એકનું મોત

એજ દિવસે અન્ય એક અકસ્માતની ઘટના

મળતી માહિતી પ્રમાણે, બીજો અકસ્માત અર્ટિગા કાર અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. જો કે, આ ઘટનામાં કોઈ પ્રકારે જાનહાની થઈ ન હતી. 

બ્રિજના ઉદ્ધાટનના પહેલા દિવસે જ બે અકસ્માતથી ફફડાટ

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિતના નેતા દ્વારા પાલનપુરના આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પાલનપુર આરટીઓ સર્કલ પાસે બ્રિજ બનાવવાથી ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે, ત્યારે બ્રિજના ઉદ્ધાટના પહેલા દિવસે બે અકસ્માતની ઘટના બનતા લોકોમાં ફફડાટ ઊભો થયો છે.

આ પણ વાંચો : મમતા બેનરજીએ રાજીનામાની ઓફર કરતા હડતાળિયા ડૉક્ટરો ભડક્યા, CM પર કર્યા ગંભીર આક્ષેપ

ગાંધીનગર નજીક ચિલોડા હાઇવે પર અકસ્માતમાં એકનું મોત

ગાંધીનગર આસપાસના વિસ્તારમાં માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગત મંગળવારની રાત્રે અંબાજી જઈ રહેલા પદયાત્રીઓનો સામાન ભરીને જતી રિક્ષાને અજાણ્યા વાહને અડફેટે લેતા રિક્ષા ચાલકના શરીરે ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું. મળતી વિગતો પ્રમાણે, અમદાવાદના વાલ ખાતે રહેતા ગોપાલભાઈ તેમના પાડોશી વિજય બુધાભાઈ રાવળની રિક્ષા લઈને પદયાત્રીઓનો સામાન ભરીને અંબાજી જવા માટે નીકળ્યા હતા. જેમાં મંગળવારની રાત્રે નાનાચિલોડાથી ચિલોડા તરફના હાઇવે માર્ગ ઉપર લીંબડીયા પાસે અજાણ્યો વાહન ચાલક રિક્ષાને અડફેટે લેતા ગોપાલભાઈ નામના વ્યક્તિને ગંભીર ઈજા થતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને લઈને પોલીસ ફરિયાદ થતાં તપાસ હાથ ધરવામાં આવી.