Dwarkaમાં જગત મંદિરના પ્રતિબંધિત વિસ્તારમાં ઉડ્યું ડ્રોન, જાસૂસીની શંકાએ પોલીસ એકશનમાં
દ્વારકામાં જગત મંદિરની આસપાસ ડ્રોન ઉડતું દેખાયું. મંદિરના પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડતું દેખાતા પોલીસ અને ફરજ પરના જવાનો એકશનમાં આવ્યા. દુશ્મન દેશો દ્વારા ડ્રોનથી જાસૂસી કરાતી હોવાની આશંકાએ પોલીસ એકશનમાં આવતા તત્કાળ વધુ ફોર્સ તૈનાત કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું.પ્રતિબંધિત વિસ્તારમાં ઉડાડ્યું ડ્રોનઆજે વહેલી સવારે દ્વારકાધીશ જગત મંદિર શિખરપર ડ્રોન ઉડતું દેખાયું. મંદિરના પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન દેખાતા ફરજ પર હાજર પોલીસે સક્રિય થઈ. પોલીસ એકશનમાં આવતા ડ્રોન ઉડાડનાર વ્યક્તિને રંગેહાથ ઝડપી લીધો. દ્વારકા જગત મંદિર ઉપર ડ્રોન ઉડાડવાની ઘટનામાં પોલીસે કાર્યવાહી કરતાં ડ્રોન ઉડાડનાર મુંબઈના શખ્સની અટકાયત કરી. આ શખ્સને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો. મુંબઈના યુટયૂબરની અટકાયતપોલીસે આ શખ્સની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તે યુટ્યૂબર છે અને મુંબઈનો રહેવાસી છે. આ શખ્સ પોતાની યુટયૂબ ચેનલ માટે વિવિધ સ્થાનોનું ડ્રોનથી શૂટિંગ કરે છે અને તેના વીડિયો બનાવે છે. મુંબઈના યુટયૂબરે કબૂલાત કરી કે તે યુઝર્સને નવું મનોરંજન પૂરું પાડવા આ પ્રકારના વીડિયો શૂટ કરી પોતાની ચેનલમાં મૂકે છે. જો કે આ યુટયુબર દ્વારા ગેરકાયદેસર ડ્રોન કેમેરા દ્વારા મંદિર પર શૂટ કરવામાં આવતું હતું. મુંબઈના રહેવાસીએ પરમીશન વગર ડ્રોન કેમેરોથી મંદિરના વિસ્તારમાં શૂંટિગ કરતાં દ્વારકા પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી. પોલીસે હાથ ધરી તપાસદ્વારકા મંદિર ભારત ઉપરાંત વિશ્વમાં પણ પ્રસિદ્ધ છે. ગુજરાતના દરિયા કિનારે આવેલ પૌરાણિક દ્વારકા મંદિરમાં દૂર-દૂરથી ભક્તો દર્શન કરવા આવતા હોય છે.મંદિર દરિયા કિનારે આવ્યું હોવાથી સરકાર દ્વારા સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.ખાસ કરીને દરિયા કિનારાની સરહદો પરથી આતંકવાદીઓની ઘૂસણખોરી તેમજ ડ્રગ્સ ઘૂસાડવાના કાવતરા રચાતા હોય છે. આથી દરિયા કિનારે આવેલ દ્વારકા મંદિરના કેટલાક વિસ્તારને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. મુંબઈના યુટ્યુબર દ્વારા જગત મંદિર દ્વારકાના પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડવાને લઈને પોલીસ વધુ ગંભીરતાથઈ લઈ રહી છે. પોલીસે મુંબઈના યુટયૂબરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દ્વારકામાં જગત મંદિરની આસપાસ ડ્રોન ઉડતું દેખાયું. મંદિરના પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડતું દેખાતા પોલીસ અને ફરજ પરના જવાનો એકશનમાં આવ્યા. દુશ્મન દેશો દ્વારા ડ્રોનથી જાસૂસી કરાતી હોવાની આશંકાએ પોલીસ એકશનમાં આવતા તત્કાળ વધુ ફોર્સ તૈનાત કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું.
પ્રતિબંધિત વિસ્તારમાં ઉડાડ્યું ડ્રોન
આજે વહેલી સવારે દ્વારકાધીશ જગત મંદિર શિખરપર ડ્રોન ઉડતું દેખાયું. મંદિરના પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન દેખાતા ફરજ પર હાજર પોલીસે સક્રિય થઈ. પોલીસ એકશનમાં આવતા ડ્રોન ઉડાડનાર વ્યક્તિને રંગેહાથ ઝડપી લીધો. દ્વારકા જગત મંદિર ઉપર ડ્રોન ઉડાડવાની ઘટનામાં પોલીસે કાર્યવાહી કરતાં ડ્રોન ઉડાડનાર મુંબઈના શખ્સની અટકાયત કરી. આ શખ્સને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો.
મુંબઈના યુટયૂબરની અટકાયત
પોલીસે આ શખ્સની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તે યુટ્યૂબર છે અને મુંબઈનો રહેવાસી છે. આ શખ્સ પોતાની યુટયૂબ ચેનલ માટે વિવિધ સ્થાનોનું ડ્રોનથી શૂટિંગ કરે છે અને તેના વીડિયો બનાવે છે. મુંબઈના યુટયૂબરે કબૂલાત કરી કે તે યુઝર્સને નવું મનોરંજન પૂરું પાડવા આ પ્રકારના વીડિયો શૂટ કરી પોતાની ચેનલમાં મૂકે છે. જો કે આ યુટયુબર દ્વારા ગેરકાયદેસર ડ્રોન કેમેરા દ્વારા મંદિર પર શૂટ કરવામાં આવતું હતું. મુંબઈના રહેવાસીએ પરમીશન વગર ડ્રોન કેમેરોથી મંદિરના વિસ્તારમાં શૂંટિગ કરતાં દ્વારકા પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી.
પોલીસે હાથ ધરી તપાસ
દ્વારકા મંદિર ભારત ઉપરાંત વિશ્વમાં પણ પ્રસિદ્ધ છે. ગુજરાતના દરિયા કિનારે આવેલ પૌરાણિક દ્વારકા મંદિરમાં દૂર-દૂરથી ભક્તો દર્શન કરવા આવતા હોય છે.મંદિર દરિયા કિનારે આવ્યું હોવાથી સરકાર દ્વારા સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.ખાસ કરીને દરિયા કિનારાની સરહદો પરથી આતંકવાદીઓની ઘૂસણખોરી તેમજ ડ્રગ્સ ઘૂસાડવાના કાવતરા રચાતા હોય છે. આથી દરિયા કિનારે આવેલ દ્વારકા મંદિરના કેટલાક વિસ્તારને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. મુંબઈના યુટ્યુબર દ્વારા જગત મંદિર દ્વારકાના પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડવાને લઈને પોલીસ વધુ ગંભીરતાથઈ લઈ રહી છે. પોલીસે મુંબઈના યુટયૂબરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી.