Panchmahal : કાલોલ તાલુકામાં મનરેગા યોજનામાં કૌંભાડ આચરાયું હોવાનો સનસનીખેજ આરોપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પંચમહાલના કાલોલ તાલુકામાં મનરેગા યોજનામાં કૌભાંડના આરોપ લાગ્યા છે. કાલોલ કોંગ્રેસ તાલુકા પ્રમુખે આ યોજનામાં લાખો રુપિયાની ખાયકી થઇ હોવાના આરોપ લગાવ્યા છે.
કોંગ્રેસ તાલુકા પ્રમુખ ભૂપેન્દ્ર ખેરે આરોપ લગાવ્યો
પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજનામાં ભુતકાળમાં પણ આરોપો લાગેલા હતા અને તેની તપાસ પણ શરુ કરાઇ છે. આ મામલે કેટલાકની ધરપકડ પણ કરાઇ છે ત્યારે કોંગ્રેસ તાલુકા પ્રમુખ ભૂપેન્દ્ર ખેરે આરોપ લગાવ્યો છે કે કાલોલ તાલુકામાં પણ આ યોજનામાં મસમોટા ભ્રષ્ટાચાર થયો છે.
જે કામો થયેલા બતાવ્યા છે તે માત્ર કાગળ પર જ
ભૂપેન્દ્ર ખેરે આરોપ લગાવતા કહ્યું કે યોજનામાં લાખો રૂપિયાની કટકી થઇ છે અને યોજનામાં નિયત કરાયેલા કામો થયા વગર જ નાણાં ઉપડી ગયા છે. તેમણે સનસનીખેજ આરોપ લગાવતાં કહ્યું કે જે કામો થયેલા બતાવ્યા છે તે માત્ર કાગળ પર જ છે પણ સ્થળ પર હકિકત કંઇક અલગ જ છે.
તટસ્થ તપાસ થાય તો મોટું કૌભાંડ ખુલશે
ભૂપેન્દ્ર ખેરે આ મામલે તાત્કાલિક ધોરણે તપાસ થાય તેવી રજૂઆત કરીને કહ્યું છે કે આ મામલે જો ગંભીરતાથી તટસ્થ તપાસ થાય તો મોટું કૌભાંડ ખુલશે
યોજનામાં લાખો રૂપિયા ની ખાયકી થઈ
તેમણે કહ્યું કે યોજનામાં લાખો રૂપિયા ની ખાયકી થઈ છે અને જેમના નામે કામો થયેલા બતાવાય છે તે માત્ર કાગળ પર જ છે. જેથી હવ રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે તપાસ કરવી જરુરી છે.
What's Your Reaction?






