Panchmahal:વાઘજીપુર ખાતે પૂ. ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શ્રી ગ્રંથરત્ન શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ચાર દિવસીય યોજાયેલ મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર, વાધજીપુર ખાતે શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા - નવનિર્માણ મહોત્સવ સંપન્ન થયો તથા આમ જનતા માટે વ્યસનમુક્તિ - સંસ્કાર કેન્દ્ર પણ ખુલ્લું મુકાયું હતું.
મહંત સદ્ગુરૂ શાસ્ત્ર્રી શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ મહોત્સવને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શુભ સંદેશ પાઠવતાં જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ધર્મચિંતન અને સમાજસેવા દ્વારા માનવજીવનના પરિવર્તન માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. મંદિર સ્થાપનની સાથે વ્યસનમુક્તિની ઝુંબેશ અને શિક્ષણ પ્રસાર સાથે સમાજ સેવાના સત્કાર્યો અને સદ્ વિચાર સમાજ માટે સદૈવ પ્રેરણા સ્ત્ર્રોત રહ્યા છે.આ અવસરે પ.પૂ. જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે જણાવ્યું હતું કે, જે મનુષ્યના જીવનમાં સત્સંગ, સંસ્કાર અને શિક્ષણ હશે તે ઉન્નત જીવન માણી શકશે.મહોત્સવમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, સાંસદ રાજપાલ સિંહ, ડો. જશવંતસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર અજય દહીંઆ, IAS, ડી.પી.ઓ વિરલકુમાર વિગેરે મહાનુભાવો ઉપરાંત ઘણી મોટી સંખ્યામાં હરિભક્તોનો સમુહ ઉપસ્થિત રહ્યો હતો. જેઓની ઉપસ્તિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો.
What's Your Reaction?






