Palnpurમા નકલી પોલીસની સાથે મળી મિત્રએ તેનાજ મિત્ર સાથે 57હજાર રૂપિયા પડાવ્યા

મિત્ર પર વિશ્વાસ કરતા પહેલી ચેતી જજો મિત્રતામાં મિત્રએ આરોપી બનીને પડાવ્યા રૂપિયા નકલી પોલીસનો ખેલ અસલી પોલીસે ઉઘાડો પાડી દીધો આજે મિત્રતાનો દિવસ છે અને આવા પવિત્ર દિવસે જ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં દોસ્તીમાં દગાની અને મિત્રતા પર લાંછન રૂપ ઘટના સામે આવી છે.પાલનપુરમાં મિત્ર એજ નકલી પોલીસ બનેલા શખ્સ સાથે મળી પોતાના જ મિત્ર સાથે ઠગાઈ આચરી મિત્ર પાસેથી રૂ. 57000 પડાવી દીધા,જોકે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે બે ગઠીયાઓને દબોચી જેલના સળિયા હેઠળ ધકેલ્યા. મિત્રનો વિશ્વાસ કરવો ભારે પડયો ગુજરાતીમાં એક કહેવત છે કે મિત્ર એવો શોધીએ જે ઢાળ સરીખો હોય સુખમાં પાછળ હોય પરંતુ દુઃખમાં આગળ હોય.પરંતુ ક્યારેક મિત્ર જ મિત્રના દુઃખનું કારણ બની જાય છે.આવી જ એક ઘટના બનાસકાંઠા જિલ્લામાં સામે આવી છે જેમાં બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના પારપડા રોડ વિસ્તારમાં રહેતા અને બારડપુરા ચોક વિસ્તારમાં સોના ચાંદીની દુકાન ધરાવતા પ્રેયસ હેમાંગકુમાર સોનીને તેની મિત્રતાનો કડવો અનુભવ થયો છે. સમગ્ર મામલે નકલી પોલીસે કેસ પતાવવા કહ્યું પ્રેયસનો શક્તિનગર વિસ્તારમાં રહેતો એક મિત્ર રાજ દવેએ પ્રેયસને ફોન કરી ઘર બહાર બોલાવ્યો અને તે બાદ પ્રેયસને રાત્રીના સમયે કામનું બહાનું કાઢી પોતાની સાથે ડેરી રોડ નજીક આવેલા એક શોપિંગ સેન્ટર સામે ખુલ્લા મેદાનમાં લઈ ગયો. જોકે ઠગાંતરી આચરવાના હેતુથી આવેલા રાજ દવેએ પ્રેયસના ખિસ્સામાં એક પડીકી મૂકી દીધી અને તે બાદ રાજ દવેએ તેના અન્ય એક મિત્ર આકાશ ઉર્ફે અક્ષય ચૌધરીને નકલી પોલીસ બનાવી સ્થળ પર બોલાવ્યો.જોકે રાજ અને પ્રેયસ ઉભા ઉભા વાત કરી રહ્યા હતા.તે સમયે નકલી પોલીસ બની આવેલા અક્ષય ચૌધરીએ સ્થળ પર આવી પોતાની પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી અને પ્રેયસના ખીસા તપાસવા લાગ્યો. જો કે તે સમયે રાજએ પ્રેયસના ખિસ્સામાં મુકેલી નસીલા પદાર્થની પડીકી અક્ષયએ ઝડપી લઇ અને પ્રેયસને એનડીપીએસના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી જોકે અચાનક બનેલી આ ઘટનાથી પ્રેયસ ગભરાઈ ગયો અને તે બાદ રાજ દવે અને અન્ય એક મિત્ર હર્ષ વાંસવાનીએ આ પોલીસ અધિકારી તેમને ઓળખતા હોવાની અને રૂપિયા દોઢ લાખમાં આ આખો કેસ પટાવટ કરી દેવાનું કહી પૈસા પડાવવા કાવતરું રચ્યું.જો કે એનડીપીએસના કેસથી ગભરાઈ ગયેલા પ્રેયસએ તેના ઘરે ઘટનાની જાણ થઇ જશે તો તેવું વિચારી પ્રિયસે પોતાના ઘરેથી દાદીમાના સોનાના બુટ્ટી લઇ વેચી નાખ્યા અને તેમાંથી આવેલા પૈસામાંથી રૂ. 57000 રૂપિયા રાજને આપી કેસ પતાવી દેવા કહ્યું. 57માંથી 32 હજાર પરત કર્યા જોકે તે બાદ પ્રેયસએ આખી ઘટનાની જાણ તેના અન્ય એક મિત્ર પ્રવીણ દેસાઈને કરતા પ્રેયસ અને પ્રવીણ દેસાઈએ મળી તપાસ કરી તો તેના સાથી મિત્ર રાજ દવે એ અન્ય મિત્રોને સાથે લઈ આ આખું કાવતરું રચી પ્રેયસ સાથે ઠગાઈ કરવા કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું. જોકે તે બાદ પ્રેયસ અને પ્રવીણ દેસાઈએ હર્ષ વાસવાણીને બોલાવી ધમકાવતા હર્ષએ આખી ઘટનાનો પર્દાફાશ કરી દીધો. જો કે આખો કાંડ ખુલ્લો પડી જતા રાજ દવે,હર્ષ વાસવાણી અને નકલી પોલીસ બની આવેલા અક્ષય ચૌધરીએ મળી આખી ઘટના પર પડદો પાડવા પ્રેયસને રૂ. 32 હજાર પરત આપી દીધા. પોલીસને કરી જાણ મિત્ર સાથે આટલી મોટી ઠગાઈ કરીને પણ ન સંતોષેલા અન્ય બે મિત્રો આર્યન નાઈ અને ભાવેશ ઠાકોર પ્રેયસ સોનીની દુકાને ગયા અને આખો કેસ આ બંને એ સમાધાન કરાવ્યો હોવાનું કહી પ્રેયસને આખી ઘટનાનો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી અને તે બાદ પ્રેયસ પાસેથી રૂ. 17 હજાર પડાવી દીધા જોકે આખરે મિત્રોની ઠગાઈથી કંટાળેલા પ્રેયસએ ઘટનાની જાણ પરિવારને કરી અને તે બાદ પરિવારે પ્રેયસ સાથે મળી પાલનપુર પૂર્વ પોલીસ મથકે પહોંચી સમગ્ર ઘટના મામલે ફરિયાદ નોંધાવતા પાલનપુર પૂર્વ પોલીસએ અલગ અલગ ટીમો બનાવી રાજ દવે અને આર્યન નાઈને દબોચી લીધા છે.જો કે ઠગાતરી આચરનાર અન્ય ત્રણ શખ્સો ફરાર થઈ જતા પોલીસે પાંચે શખ્સો સામે ઠગાનતરીનો ગુનો નોધી વધુ તપાસ હાથધરી છે.  

Palnpurમા નકલી પોલીસની સાથે મળી મિત્રએ તેનાજ મિત્ર સાથે 57હજાર રૂપિયા પડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મિત્ર પર વિશ્વાસ કરતા પહેલી ચેતી જજો
  • મિત્રતામાં મિત્રએ આરોપી બનીને પડાવ્યા રૂપિયા
  • નકલી પોલીસનો ખેલ અસલી પોલીસે ઉઘાડો પાડી દીધો

આજે મિત્રતાનો દિવસ છે અને આવા પવિત્ર દિવસે જ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં દોસ્તીમાં દગાની અને મિત્રતા પર લાંછન રૂપ ઘટના સામે આવી છે.પાલનપુરમાં મિત્ર એજ નકલી પોલીસ બનેલા શખ્સ સાથે મળી પોતાના જ મિત્ર સાથે ઠગાઈ આચરી મિત્ર પાસેથી રૂ. 57000 પડાવી દીધા,જોકે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે બે ગઠીયાઓને દબોચી જેલના સળિયા હેઠળ ધકેલ્યા.

મિત્રનો વિશ્વાસ કરવો ભારે પડયો

ગુજરાતીમાં એક કહેવત છે કે મિત્ર એવો શોધીએ જે ઢાળ સરીખો હોય સુખમાં પાછળ હોય પરંતુ દુઃખમાં આગળ હોય.પરંતુ ક્યારેક મિત્ર જ મિત્રના દુઃખનું કારણ બની જાય છે.આવી જ એક ઘટના બનાસકાંઠા જિલ્લામાં સામે આવી છે જેમાં બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના પારપડા રોડ વિસ્તારમાં રહેતા અને બારડપુરા ચોક વિસ્તારમાં સોના ચાંદીની દુકાન ધરાવતા પ્રેયસ હેમાંગકુમાર સોનીને તેની મિત્રતાનો કડવો અનુભવ થયો છે.


સમગ્ર મામલે નકલી પોલીસે કેસ પતાવવા કહ્યું

પ્રેયસનો શક્તિનગર વિસ્તારમાં રહેતો એક મિત્ર રાજ દવેએ પ્રેયસને ફોન કરી ઘર બહાર બોલાવ્યો અને તે બાદ પ્રેયસને રાત્રીના સમયે કામનું બહાનું કાઢી પોતાની સાથે ડેરી રોડ નજીક આવેલા એક શોપિંગ સેન્ટર સામે ખુલ્લા મેદાનમાં લઈ ગયો. જોકે ઠગાંતરી આચરવાના હેતુથી આવેલા રાજ દવેએ પ્રેયસના ખિસ્સામાં એક પડીકી મૂકી દીધી અને તે બાદ રાજ દવેએ તેના અન્ય એક મિત્ર આકાશ ઉર્ફે અક્ષય ચૌધરીને નકલી પોલીસ બનાવી સ્થળ પર બોલાવ્યો.જોકે રાજ અને પ્રેયસ ઉભા ઉભા વાત કરી રહ્યા હતા.તે સમયે નકલી પોલીસ બની આવેલા અક્ષય ચૌધરીએ સ્થળ પર આવી પોતાની પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી અને પ્રેયસના ખીસા તપાસવા લાગ્યો. જો કે તે સમયે રાજએ પ્રેયસના ખિસ્સામાં મુકેલી નસીલા પદાર્થની પડીકી અક્ષયએ ઝડપી લઇ અને પ્રેયસને એનડીપીએસના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી જોકે અચાનક બનેલી આ ઘટનાથી પ્રેયસ ગભરાઈ ગયો અને તે બાદ રાજ દવે અને અન્ય એક મિત્ર હર્ષ વાંસવાનીએ આ પોલીસ અધિકારી તેમને ઓળખતા હોવાની અને રૂપિયા દોઢ લાખમાં આ આખો કેસ પટાવટ કરી દેવાનું કહી પૈસા પડાવવા કાવતરું રચ્યું.જો કે એનડીપીએસના કેસથી ગભરાઈ ગયેલા પ્રેયસએ તેના ઘરે ઘટનાની જાણ થઇ જશે તો તેવું વિચારી પ્રિયસે પોતાના ઘરેથી દાદીમાના સોનાના બુટ્ટી લઇ વેચી નાખ્યા અને તેમાંથી આવેલા પૈસામાંથી રૂ. 57000 રૂપિયા રાજને આપી કેસ પતાવી દેવા કહ્યું.

57માંથી 32 હજાર પરત કર્યા

જોકે તે બાદ પ્રેયસએ આખી ઘટનાની જાણ તેના અન્ય એક મિત્ર પ્રવીણ દેસાઈને કરતા પ્રેયસ અને પ્રવીણ દેસાઈએ મળી તપાસ કરી તો તેના સાથી મિત્ર રાજ દવે એ અન્ય મિત્રોને સાથે લઈ આ આખું કાવતરું રચી પ્રેયસ સાથે ઠગાઈ કરવા કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું. જોકે તે બાદ પ્રેયસ અને પ્રવીણ દેસાઈએ હર્ષ વાસવાણીને બોલાવી ધમકાવતા હર્ષએ આખી ઘટનાનો પર્દાફાશ કરી દીધો. જો કે આખો કાંડ ખુલ્લો પડી જતા રાજ દવે,હર્ષ વાસવાણી અને નકલી પોલીસ બની આવેલા અક્ષય ચૌધરીએ મળી આખી ઘટના પર પડદો પાડવા પ્રેયસને રૂ. 32 હજાર પરત આપી દીધા.

પોલીસને કરી જાણ

મિત્ર સાથે આટલી મોટી ઠગાઈ કરીને પણ ન સંતોષેલા અન્ય બે મિત્રો આર્યન નાઈ અને ભાવેશ ઠાકોર પ્રેયસ સોનીની દુકાને ગયા અને આખો કેસ આ બંને એ સમાધાન કરાવ્યો હોવાનું કહી પ્રેયસને આખી ઘટનાનો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી અને તે બાદ પ્રેયસ પાસેથી રૂ. 17 હજાર પડાવી દીધા જોકે આખરે મિત્રોની ઠગાઈથી કંટાળેલા પ્રેયસએ ઘટનાની જાણ પરિવારને કરી અને તે બાદ પરિવારે પ્રેયસ સાથે મળી પાલનપુર પૂર્વ પોલીસ મથકે પહોંચી સમગ્ર ઘટના મામલે ફરિયાદ નોંધાવતા પાલનપુર પૂર્વ પોલીસએ અલગ અલગ ટીમો બનાવી રાજ દવે અને આર્યન નાઈને દબોચી લીધા છે.જો કે ઠગાતરી આચરનાર અન્ય ત્રણ શખ્સો ફરાર થઈ જતા પોલીસે પાંચે શખ્સો સામે ઠગાનતરીનો ગુનો નોધી વધુ તપાસ હાથધરી છે.