Palika Election 2025 : કરજણ નપામાં 7 વોર્ડમાં 28 બેઠકો પર પરિણામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાના કરજણમાં નગરપાલિકામાં આજે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારના ભાવિનો ફેંસલો થશે. કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં આજે 7 વોર્ડમાં 28 બેઠકોના પરીણામ સામે આવશે. પાલિકાની ચૂંટણીમાં સામે આવેલ આંકડા મુજબ કરજણ બેઠક પર 72.37 ટકા મતદાન થયું. આ ચૂંટણી કોંગ્રેસ માટે આગામી ચૂંટણીના દરવાજા ખોલશે તો અપક્ષ ઉમેદવારો માટે અસ્તિત્વની લડાઈ છે.
7 વોર્ડ માં 28 બેઠકો પર પરિણામ
કરજણ બેઠક પર 7 વોર્ડ માં 28 બેઠકો માટે આજે મતગણતરી થઈ રહી છે. 85 ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કરજણ બેઠક પર કુલ 27,177 મતદારોએ મતદાન કર્યું. કુલ મતદારોમાં 13,489 પુરુષો અને 13.489 મહિલા મતદારો અને 9 અન્ય મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો. આજે બપોરના 12 વાગ્યા સુધીમાં તમામ બેઠકો પર મતગણતરી પૂર્ણ થતાં કોની જીત થશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ગત ટર્મમાં કરજણમાં 28માં 18 પર ભાજપની જીત થઈ હતી. જ્યારે 9 અપક્ષ અને 1 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. કરજણમાં કોંગ્રેસ કરતા ભાજપ પાટે અપક્ષ વચ્ચે સંઘર્ષ જોવા મળશે. આજના પરિણામો બતવાશે કે આ વખતે સામાન્ય સમસ્યાથી પરેશાન મતદારો કોને મત આપશે.
કરજણ બેઠક પર વિવાદ
પાલિકા ચૂંટણીના એક દિવસ અગાઉ કરજણ બેઠકને લઈને વિવાદ જોવા મળ્યો હતો. કરજણ બેઠક પર પાલિકાના વોર્ડ.1ના ઉમેદવારને ભાજપના કાર્યકરોએ ધમકી આપી હોવાનું કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. આ મામલે કોંગ્રેસે ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી. રાજયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે 18 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થશે. પાલિકાની તમામ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મોટાભાગની બેઠકો પર અગાઉથી પોલીસ તૈનાત કરવામાં આવી છે.
મતદારોએ આપ્યો મત
વડદોરામાં કરજણમાં 72.37 ટકા, પાદરા તાલુકામાં 72.73 ટકા, શિનોરની સાધલી બેઠક પર 56.83 ટકા મતદાન થયું. જ્યારે ખાલી પડેલ બેઠક સાવલીમાં વોર્ડનં.2માં 59.91 ટકા અને પાદરામાં વોર્ડનં.3માં 35.72 ટકા મતદાન થયું હતું. આ ઉપરાંત દશરથ બેઠક પર ચૂંટણી જ યોજાઈ ન હતી કારણ કે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા.
What's Your Reaction?






