Palanpurમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો, લાંબા સમય સુધી એમ્બ્યુલન્સ ફસાતા દર્દીઓને હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની. લાંબા સમય સુધી પાલનપુર હાઈવે પર એરોમાં સર્કલ પાસે ચક્કાજામની સ્થિતિ જોવા મળી. ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. એમ્બ્યુલન્સ સાયરન વગાડતી રહી હોવા છતાં તેને રસ્તો ના મળતા દર્દીઓ પીડાતા રહ્યા. પાલનપુર હાઈવે પર ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે. છતાં તંત્ર આ બાબતને ધ્યાનમાં લેતું નથી.
પાલનપુર હાઈવે પર 2 એમ્બ્યુલન્સ ફસાઈ
પાલનપુર હાઈવે અત્યારે રાજ્યમાં મુખ્ય ધોરી માર્ગ બની ગયો છે. આબુ રોડ પરથી પસાર થવા કે પછી અંબાજી જવા મોટાભાગના લોકો આ જ રસ્તો પસંદ કરે છે. પાલનપુર હાઈવે પર તહેવારો દરમ્યાન અને ખાસ દિવસોમાં વધુ ટ્રાફિક જોવા મળે છે.ગતરોજ એરોમાં સર્કલ પર ટ્રાફિકમાં 2 એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ. મોડી રાત સુધી 4 કિમી સુધીમાં એમ્બ્યુલન્સ ફસાઈ. બન્ને એમ્બ્યુલન્સ સાયરન મારવા છતાં માર્ગ ના અપાયો.અને બન્ને એમ્બ્યુલન્સના દર્દીઓ ટ્રાફિકમાં પીડાતા રહ્યા. ઉલ્લેખનીય છે કે એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડના વાહન પર સાયરન લગાવવામાં આવે છે. આ બંને વાહનોને આપતકાલીન સ્થિતિમાં સાયરન વગાડી માર્ગ આપવામાં આવતો હોય છે.
ટ્રાફિકનું ભારણ મોટી સમસ્યા
રાજ્ય સરકાર વાહન વ્યવહાર સરળ અને સુચારુ રીતે ચલાવવા અને ટ્રાફિકનું ભારણ ઘટાડવા પ્રયાસ કરી રહી છે. આ પ્રયાસના ભાગરૂપે મોટાભાગના હાઈવે પરના રોડ વધારે સારા બનાવ્યા છે. છતાં પણ આજે મોટાભાગના શહેરોની અંદર અને નેશનલ હાઈવે પર ટ્રાફિક સમસ્યા મોટો મુદ્દો બની છે. પાલનપુર વિસ્તાર અને તેની આસપાસના લોકો પણ માર્ગ સુવિધા વધતા ધંધા રોજગાર માટે અમદાવાદ અને ગાંધીનગર અપડાઉન કરવા લાગ્યા છે.દરમ્યાન વધુ પડતા ટ્રાફિકના કારણે લોકોને પોતાના સ્થાન પર પંહોચવા વધુ સમય થાય છે ત્યારે ગતરોજ દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ પણ ભારે ટ્રાફિકમાં ફસાઈ જતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે.
What's Your Reaction?






