Palanpurના ગ્રામ્ય પંથકમાં અડધો કલાકમાં એક ઈંચ ધોધમાર વરસાદ

પાલનપુરના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદજગાણા, કાણોદર, લાલાવાડા, સેદ્રાસણ સહિતના ગામડાઓમાં વરસાદ અડધો કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્યો બનાસકાંઠાના પાલનપુરના ગ્રામ્ય પંથકમાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર જ પાલનપુરમાં વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરી હતી, તે મુજબ વરસાદ વરસ્યો છે. જગાણા, કાણોદર, લાલાવાડા, સેદ્રાસણ સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો પાલનપુરના જગાણા, કાણોદર, લાલાવાડા, સેદ્રાસણ સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. પંથકમાં અડધો કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ભારે ઉકળાટમાંથી થોડાક અંશે રાહત મળી છે. અરવલ્લીના મોડાસા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો ઉલ્લેખનીય છે કે સાંજ બાદ અરવલ્લીના મોડાસા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ વિસ્તારમાં દિવસ દરમિયાન છુટાછવાયો વરસાદ પડ્યા બાદ સમી સાંજના સમયે ધોધમાર વરસાદ આવ્યો હતો. મોડાસાના સબલપુર, ગાજણ, લાલપુર સહિત ઘણા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. હિંમતનગરમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ જો હિંમતનગર અને તેની આસપાસના વિસ્તારની વાત કરીએ તો આજે વહેલી સવારથી જ ધીમોધીમો વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે શનિવારે પણ મોડી રાત્રે હિંમતનગર, વિજયનગર શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આ સિવાય પણ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં આજે સવારે વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં 13 તાલુકામાં એક ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસાદની વાત કરવામાં આવે તો 152 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસ્યો છે અને 2 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ અને 13 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 139 તાલુકામાં સામાન્ય વરસાદ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઘણા વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

Palanpurના ગ્રામ્ય પંથકમાં અડધો કલાકમાં એક ઈંચ ધોધમાર વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાલનપુરના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ
  • જગાણા, કાણોદર, લાલાવાડા, સેદ્રાસણ સહિતના ગામડાઓમાં વરસાદ
  • અડધો કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્યો

બનાસકાંઠાના પાલનપુરના ગ્રામ્ય પંથકમાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર જ પાલનપુરમાં વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરી હતી, તે મુજબ વરસાદ વરસ્યો છે.

જગાણા, કાણોદર, લાલાવાડા, સેદ્રાસણ સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો

પાલનપુરના જગાણા, કાણોદર, લાલાવાડા, સેદ્રાસણ સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. પંથકમાં અડધો કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ભારે ઉકળાટમાંથી થોડાક અંશે રાહત મળી છે.

અરવલ્લીના મોડાસા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો

ઉલ્લેખનીય છે કે સાંજ બાદ અરવલ્લીના મોડાસા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ વિસ્તારમાં દિવસ દરમિયાન છુટાછવાયો વરસાદ પડ્યા બાદ સમી સાંજના સમયે ધોધમાર વરસાદ આવ્યો હતો. મોડાસાના સબલપુર, ગાજણ, લાલપુર સહિત ઘણા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

હિંમતનગરમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ

જો હિંમતનગર અને તેની આસપાસના વિસ્તારની વાત કરીએ તો આજે વહેલી સવારથી જ ધીમોધીમો વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે શનિવારે પણ મોડી રાત્રે હિંમતનગર, વિજયનગર શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આ સિવાય પણ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં આજે સવારે વરસાદ વરસ્યો છે.

24 કલાકમાં 13 તાલુકામાં એક ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસાદની વાત કરવામાં આવે તો 152 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસ્યો છે અને 2 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ અને 13 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 139 તાલુકામાં સામાન્ય વરસાદ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઘણા વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.