Ahmedabad:ગોતા બ્રિજ પાસે ભૂવો પડ્યો,તંત્રએ આસપાસ બેરિકેટીંગ કરવાની પણ તસ્દી ના લીધી

અમદાવાદ શહેરમાં પડ્યો વધુ એક ભૂવોગોતા બ્રિજ તરફ સર્વિસ રોડ પર પડ્યો ભૂવો ભૂવો ભયજનક રીતે ખુલ્લો આસપાસ બેરિકેટીંગ પણ નહીં અમદાવાદમાં મેઘરાજાએ ભારે પવન સાથે તોફાની બેટિંગ કરી છે, વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે અને કોર્પોરેશનનો પ્રિ-મોન્સૂન પ્લાન પણ આ વરસાદમાં ધોવાઈ ગયો છે. શહેરમાં અનેક જગ્યાએ ભૂવા પડ્યા છે, જેને પગલે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે.  વૈષ્ણોદેવી સર્કલથી ગોતા બ્રિજ તરફ આ ભૂવો પડ્યો ત્યારે અમદાવાદ શહેરમાં આજે વધુ એક ભૂવો પડ્યો છે. વૈષ્ણોદેવી સર્કલથી ગોતા બ્રિજ તરફ આ ભૂવો પડ્યો છે. ગોતા બ્રિજ તરફ સર્વિસ રોડ ભૂવો પડ્યો અને આ ભૂવો ભયજનક રીતે ખુલ્લો જોવા મળ્યો છે. AMCએ ભૂવાની આસપાસ બેરકેટીંગ કરવાની પણ તસ્દી લીધી નથી અને માત્ર ક્રોંક્રિટ અને માટીથી પુરાણ કરીને સંતોષ માન્યો છે. મળતી માહિતી મુજબ ડ્રેનેજ લાઈનની કામગીરી કર્યા બાદ યોગ્ય રીતે રિસરફેસની કામગીરી કરાઈ નથી, જેને પગલે આ ભૂવો પડ્યો છે. ગઈકાલે શહેરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ ગઈકાલે સાંજે પણ શહેરમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી અને શહેરના ગોતા, એસ.જી.હાઈવે, ઈસ્કોન ચાર રસ્તા, સિંધુભવન રોડ, વસ્ત્રાપુર, જોધપુર, શિવરંજની, નરોડા, નારોલ, વટવા સહિત ઘણા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સાંજના સમયે વરસાદ પડતા નોકરીયાત લોકોને ઘરે પરત ફરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, અનેક વાહનચાલકના વાહનમાં પાણી ભરાઈ જતા બંધ પડી ગયા હતા. 

Ahmedabad:ગોતા બ્રિજ પાસે ભૂવો પડ્યો,તંત્રએ આસપાસ બેરિકેટીંગ કરવાની પણ તસ્દી ના લીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ શહેરમાં પડ્યો વધુ એક ભૂવો
  • ગોતા બ્રિજ તરફ સર્વિસ રોડ પર પડ્યો ભૂવો
  • ભૂવો ભયજનક રીતે ખુલ્લો આસપાસ બેરિકેટીંગ પણ નહીં

અમદાવાદમાં મેઘરાજાએ ભારે પવન સાથે તોફાની બેટિંગ કરી છે, વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે અને કોર્પોરેશનનો પ્રિ-મોન્સૂન પ્લાન પણ આ વરસાદમાં ધોવાઈ ગયો છે. શહેરમાં અનેક જગ્યાએ ભૂવા પડ્યા છે, જેને પગલે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે.

 વૈષ્ણોદેવી સર્કલથી ગોતા બ્રિજ તરફ આ ભૂવો પડ્યો

ત્યારે અમદાવાદ શહેરમાં આજે વધુ એક ભૂવો પડ્યો છે. વૈષ્ણોદેવી સર્કલથી ગોતા બ્રિજ તરફ આ ભૂવો પડ્યો છે. ગોતા બ્રિજ તરફ સર્વિસ રોડ ભૂવો પડ્યો અને આ ભૂવો ભયજનક રીતે ખુલ્લો જોવા મળ્યો છે. AMCએ ભૂવાની આસપાસ બેરકેટીંગ કરવાની પણ તસ્દી લીધી નથી અને માત્ર ક્રોંક્રિટ અને માટીથી પુરાણ કરીને સંતોષ માન્યો છે. મળતી માહિતી મુજબ ડ્રેનેજ લાઈનની કામગીરી કર્યા બાદ યોગ્ય રીતે રિસરફેસની કામગીરી કરાઈ નથી, જેને પગલે આ ભૂવો પડ્યો છે.

ગઈકાલે શહેરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ

ગઈકાલે સાંજે પણ શહેરમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી અને શહેરના ગોતા, એસ.જી.હાઈવે, ઈસ્કોન ચાર રસ્તા, સિંધુભવન રોડ, વસ્ત્રાપુર, જોધપુર, શિવરંજની, નરોડા, નારોલ, વટવા સહિત ઘણા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સાંજના સમયે વરસાદ પડતા નોકરીયાત લોકોને ઘરે પરત ફરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, અનેક વાહનચાલકના વાહનમાં પાણી ભરાઈ જતા બંધ પડી ગયા હતા.