Independence Day: ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ કોણે આપ્યું? જાણો તેની પાછળની કહાની
15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશને આઝાદી મળી હતી સુભાષચંદ્ર બોઝે સૌપ્રથમવાર ગાંધીજીને રાષ્ટ્રપિતા કહ્યા હતા સુભાષબાબું અને ગાંધીજી વચ્ચે મતભેદ હોવા છતાં રાષ્ટ્રપિતા કહ્યા 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતે બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવી હતી.પરંતુ આ આઝાદી પાછળ સેંકડો લોકોનો સંઘર્ષ હતો. ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. પરંતુ તે લડવૈયાઓમાંના એકને 'રાષ્ટ્રપિતા'નો દરજ્જો મળ્યો છે. ચાલો જાણીએ કે મહાત્મા ગાંધીને સૌથી પહેલા કોણે રાષ્ટ્રપિતા કહ્યા હતા. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. પોતાના અહિંસક વિચારોથી તેમણે સમગ્ર વિશ્વની વિચારસરણી બદલી નાખી. ગાંધીજીએ સ્વતંત્રતા અને શાંતિ માટે શરૂ કરેલી પહેલોએ ભારત અને સાઉથ આફ્રિકામાં અનેક ઐતિહાસિક ચળવળોને નવી દિશા આપી હતી. તેમનો પ્રથમ સત્યાગ્રહ 1917માં બિહારના ચંપારણ જિલ્લામાંથી શરૂ થયો હતો. ત્યારથી મહાત્મા ગાંધી ભારતીય રાજકારણમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિત્વ બની ગયા. મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા કોણે કહ્યા? એક સામાન્ય અભિપ્રાય છે કે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નેહરુએ મહાત્મા ગાંધીને સૌપ્રથમવાર રાષ્ટ્રપિતા ગણાવ્યા હતા. અહેવાલ મુજબ, ગાંધીજીના મૃત્યુ પછી, ભારતના તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ રેડિયો દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું અને કહ્યું હતું કે 'રાષ્ટ્રપિતા હવે નથી'. પરંતુ તેમના પહેલા કોંગ્રેસના અન્ય એક નેતાએ મહાત્મા ગાંધીને 'રાષ્ટ્રપિતા' કહ્યા હતા. જેમનું નામ સુભાષચંદ્ર બોઝ છે. રસપ્રદ વાત એ છે કે, નેતાજી બોઝના કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું મુખ્ય કારણ પરોક્ષ રીતે મહાત્મા ગાંધી હતા. નેતાજી બોઝની જીતને મહાત્મા ગાંધીની હાર માનવામાં આવતી હતી. જાન્યુઆરી 1939માં કોંગ્રેસના અધિવેશનમાં પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાવાની હતી. છેલ્લી વખત એટલે કે 1938માં સુભાષ ચંદ્ર બોઝ બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આ વખતે પણ તેઓ પ્રમુખ પદ માટે દાવો કરી રહ્યા હતા. જોકે, મહાત્મા ગાંધી આ વાત સાથે સહમત ન હતા. તેઓ ઈચ્છતા હતા કે જવાહર લાલ નેહરુ પ્રમુખ પદ માટે તેમનું નામ આગળ ધપાવે. નેહરુના ઇનકાર પછી, તેમણે મૌલાના અબુલ કલામ આઝાદને વિનંતી કરી. પરંતુ મૌલાના સ્વાસ્થ્યના કારણોસર પીછેહઠ કરી હતી. અંતે મહાત્મા ગાંધીએ આંધ્રપ્રદેશથી આવેલા પટ્ટાભી સીતારમૈયાને પ્રમુખ પદ માટે આગળ કર્યા હતા. સુભાષચંદ્ર બોઝ ચૂંટણી જીત્યા છતા આપ્યું રાજીનામું ગાંધીજીના સમર્થન છતાં, 29 જાન્યુઆરી, 1939ના રોજ યોજાયેલી ચૂંટણીમાં પટ્ટાભી સીતારામૈયાને 1377 મત મળ્યા હતા. જ્યારે નેતાજી બોઝને 1580 મળ્યા હતા. તે સમય સુધી, જવાહરલાલ નેહરુને બાદ કરતાં, કોઈ પણ પ્રમુખને સતત બીજી મુદત મળી ન હતી. પટ્ટાભી સીતારામૈયાની હારને ગાંધીજીની હાર તરીકે જોવામાં આવી હતી. પરંતુ મામલો અહીં પૂરો ન થયો. આગામી મહિને 20-21 ફેબ્રુઆરી 1939ના રોજ વર્ધામાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. સુભાષબાબુ તબિયતના કારણોસર હાજર રહી શક્યા ન હતા. તેમણે પટેલને વાર્ષિક સંમેલન સુધી સભા મુલતવી રાખવા જણાવ્યું હતું. આના પર સરદાર પટેલ અને જવાહર લાલ નેહરુ સહિત 13 સભ્યોએ સુભાષબાબુ પર સરમુખત્યારશાહીનો આરોપ લગાવીને કાર્યકારી સમિતિમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમનો આરોપ હતો કે બોઝ તેમની ગેરહાજરીમાં કોંગ્રેસનું સામાન્ય કામ કરવા દેતા ન હતા. ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ કોણે આપ્યું?સુભાષ બોઝ ગાંધીજીને ખૂબ માન આપતા. પરંતુ તેમના માટે ગાંધીજીની ઈચ્છા એ અંતિમ નિર્ણય ન હતો. 1940માં કોંગ્રેસની યોજનાઓથી દૂર કામ કરી રહેલા સુભાષ બાબુની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીજીએ 9 જુલાઈ, 1940ના રોજ સેવાગ્રામમાં કહ્યું હતું કે, 'સુભાષ બાબુ જેવા મહાન વ્યક્તિની ધરપકડ એ કોઈ નાનીસૂની વાત નથી, પરંતુ સુભાષબાબુએ ખૂબ સમજણ અને હિંમતથી તેમની લડાઈનું આયોજન કર્યું છે.'અંગ્રેજોના ચુંગાલમાંથી છટકીને સુભાષચંદ્ર બોઝ જુલાઈ 1943માં જર્મનીથી જાપાનના નિયંત્રણ હેઠળના સિંગાપોર પહોંચ્યા હતા. 4 જૂન, 1944ના રોજ, સુભાષ ચંદ્ર બોઝે સિંગાપોર રેડિયો પરથી એક સંદેશ પ્રસારિત કર્યો અને મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા તરીકે સંબોધ્યા હતા. સુભાષ બોઝે કહ્યું, 'ભારતની આઝાદીની છેલ્લી લડાઈ શરૂ થઈ ગઈ છે. જ્યાં સુધી અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવામાં ન આવે ત્યાં સુધી આ સશસ્ત્ર સંઘર્ષ ચાલુ રહેશે.' થોડીવાર રોકાઈને તેમણે કહ્યું, 'રાષ્ટ્રપિતા, અમે ભારતની આઝાદીની લડાઈમાં તમારા આશીર્વાદ માંગીએ છીએ.' વિમાન દુર્ઘટનામાં સુભાષ બોઝના મૃત્યુના સમાચાર પર ગાંધીજીએ કહ્યું હતું કે, 'તેમના જેવો દેશભક્ત બીજો કોઈ નથી, તેઓ દેશના રાજકુમાર હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશને આઝાદી મળી હતી
- સુભાષચંદ્ર બોઝે સૌપ્રથમવાર ગાંધીજીને રાષ્ટ્રપિતા કહ્યા હતા
- સુભાષબાબું અને ગાંધીજી વચ્ચે મતભેદ હોવા છતાં રાષ્ટ્રપિતા કહ્યા
15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતે બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવી હતી.પરંતુ આ આઝાદી પાછળ સેંકડો લોકોનો સંઘર્ષ હતો. ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. પરંતુ તે લડવૈયાઓમાંના એકને 'રાષ્ટ્રપિતા'નો દરજ્જો મળ્યો છે. ચાલો જાણીએ કે મહાત્મા ગાંધીને સૌથી પહેલા કોણે રાષ્ટ્રપિતા કહ્યા હતા.
મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. પોતાના અહિંસક વિચારોથી તેમણે સમગ્ર વિશ્વની વિચારસરણી બદલી નાખી. ગાંધીજીએ સ્વતંત્રતા અને શાંતિ માટે શરૂ કરેલી પહેલોએ ભારત અને સાઉથ આફ્રિકામાં અનેક ઐતિહાસિક ચળવળોને નવી દિશા આપી હતી. તેમનો પ્રથમ સત્યાગ્રહ 1917માં બિહારના ચંપારણ જિલ્લામાંથી શરૂ થયો હતો. ત્યારથી મહાત્મા ગાંધી ભારતીય રાજકારણમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિત્વ બની ગયા.
મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા કોણે કહ્યા?
એક સામાન્ય અભિપ્રાય છે કે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નેહરુએ મહાત્મા ગાંધીને સૌપ્રથમવાર રાષ્ટ્રપિતા ગણાવ્યા હતા. અહેવાલ મુજબ, ગાંધીજીના મૃત્યુ પછી, ભારતના તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ રેડિયો દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું અને કહ્યું હતું કે 'રાષ્ટ્રપિતા હવે નથી'. પરંતુ તેમના પહેલા કોંગ્રેસના અન્ય એક નેતાએ મહાત્મા ગાંધીને 'રાષ્ટ્રપિતા' કહ્યા હતા. જેમનું નામ સુભાષચંદ્ર બોઝ છે. રસપ્રદ વાત એ છે કે, નેતાજી બોઝના કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું મુખ્ય કારણ પરોક્ષ રીતે મહાત્મા ગાંધી હતા.
નેતાજી બોઝની જીતને મહાત્મા ગાંધીની હાર માનવામાં આવતી હતી.
જાન્યુઆરી 1939માં કોંગ્રેસના અધિવેશનમાં પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાવાની હતી. છેલ્લી વખત એટલે કે 1938માં સુભાષ ચંદ્ર બોઝ બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આ વખતે પણ તેઓ પ્રમુખ પદ માટે દાવો કરી રહ્યા હતા. જોકે, મહાત્મા ગાંધી આ વાત સાથે સહમત ન હતા. તેઓ ઈચ્છતા હતા કે જવાહર લાલ નેહરુ પ્રમુખ પદ માટે તેમનું નામ આગળ ધપાવે. નેહરુના ઇનકાર પછી, તેમણે મૌલાના અબુલ કલામ આઝાદને વિનંતી કરી. પરંતુ મૌલાના સ્વાસ્થ્યના કારણોસર પીછેહઠ કરી હતી. અંતે મહાત્મા ગાંધીએ આંધ્રપ્રદેશથી આવેલા પટ્ટાભી સીતારમૈયાને પ્રમુખ પદ માટે આગળ કર્યા હતા.
સુભાષચંદ્ર બોઝ ચૂંટણી જીત્યા છતા આપ્યું રાજીનામું
ગાંધીજીના સમર્થન છતાં, 29 જાન્યુઆરી, 1939ના રોજ યોજાયેલી ચૂંટણીમાં પટ્ટાભી સીતારામૈયાને 1377 મત મળ્યા હતા. જ્યારે નેતાજી બોઝને 1580 મળ્યા હતા. તે સમય સુધી, જવાહરલાલ નેહરુને બાદ કરતાં, કોઈ પણ પ્રમુખને સતત બીજી મુદત મળી ન હતી. પટ્ટાભી સીતારામૈયાની હારને ગાંધીજીની હાર તરીકે જોવામાં આવી હતી.
પરંતુ મામલો અહીં પૂરો ન થયો. આગામી મહિને 20-21 ફેબ્રુઆરી 1939ના રોજ વર્ધામાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. સુભાષબાબુ તબિયતના કારણોસર હાજર રહી શક્યા ન હતા. તેમણે પટેલને વાર્ષિક સંમેલન સુધી સભા મુલતવી રાખવા જણાવ્યું હતું. આના પર સરદાર પટેલ અને જવાહર લાલ નેહરુ સહિત 13 સભ્યોએ સુભાષબાબુ પર સરમુખત્યારશાહીનો આરોપ લગાવીને કાર્યકારી સમિતિમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમનો આરોપ હતો કે બોઝ તેમની ગેરહાજરીમાં કોંગ્રેસનું સામાન્ય કામ કરવા દેતા ન હતા.
ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ કોણે આપ્યું?
સુભાષ બોઝ ગાંધીજીને ખૂબ માન આપતા. પરંતુ તેમના માટે ગાંધીજીની ઈચ્છા એ અંતિમ નિર્ણય ન હતો. 1940માં કોંગ્રેસની યોજનાઓથી દૂર કામ કરી રહેલા સુભાષ બાબુની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીજીએ 9 જુલાઈ, 1940ના રોજ સેવાગ્રામમાં કહ્યું હતું કે, 'સુભાષ બાબુ જેવા મહાન વ્યક્તિની ધરપકડ એ કોઈ નાનીસૂની વાત નથી, પરંતુ સુભાષબાબુએ ખૂબ સમજણ અને હિંમતથી તેમની લડાઈનું આયોજન કર્યું છે.'
અંગ્રેજોના ચુંગાલમાંથી છટકીને સુભાષચંદ્ર બોઝ જુલાઈ 1943માં જર્મનીથી જાપાનના નિયંત્રણ હેઠળના સિંગાપોર પહોંચ્યા હતા. 4 જૂન, 1944ના રોજ, સુભાષ ચંદ્ર બોઝે સિંગાપોર રેડિયો પરથી એક સંદેશ પ્રસારિત કર્યો અને મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા તરીકે સંબોધ્યા હતા. સુભાષ બોઝે કહ્યું, 'ભારતની આઝાદીની છેલ્લી લડાઈ શરૂ થઈ ગઈ છે. જ્યાં સુધી અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવામાં ન આવે ત્યાં સુધી આ સશસ્ત્ર સંઘર્ષ ચાલુ રહેશે.' થોડીવાર રોકાઈને તેમણે કહ્યું, 'રાષ્ટ્રપિતા, અમે ભારતની આઝાદીની લડાઈમાં તમારા આશીર્વાદ માંગીએ છીએ.' વિમાન દુર્ઘટનામાં સુભાષ બોઝના મૃત્યુના સમાચાર પર ગાંધીજીએ કહ્યું હતું કે, 'તેમના જેવો દેશભક્ત બીજો કોઈ નથી, તેઓ દેશના રાજકુમાર હતા.