Suratમાં રાજયના પોલીસ વડા વિકાસ સહાયે પથ્થરમારાને લઈ પરિસ્થિતિનો મેળવ્યો તાગ

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સુરતની મુલાકાતે પહોંચ્યા હતા,જયાં તેમણે ભટાર રોડ પર આવેલા ગણેશ મુલાકાત લઈને પરિવાર સાથે આરતી ઉતારી હતી,આ સમયે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલતો હાજર રહ્યાં હતા.સાથે અન્ય પોલીસ ઈન્સપેકટર તેમજ સ્થાનિકો હાજર રહ્યા હતા. ડીજીપી પહોંચ્યા સુરત સુરતમાં ત્રણ દિવસ અગાઉ ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની હતી અને ત્યારબાદ પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી હતી,તેની વચ્ચે ગુજરાતના ડીજીપી સુરત પહોંચ્યા હતા અને ગણેશ પંડાલની મુલાકાત લીધી હતી.આરતી ઉતાર્યા બાદ સાયબર સંજીવની 3.0નો અવરનેસ પ્રોગામ પણ રાખવામાં આવ્યો હતો,અને સાયબર ક્રાઈમથી બચવા લાઈવ નાટક રજૂ કરાયું હતું અને સ્થાનિકોને અવરનેસ કરાયા હતા. અધિકારીઓ સાથે યોજી મિટીંગ સુરતમાં ગણેશ પંડાલ પર જે પથ્થરમારો થયો હતો તેને લઈ વિકાસ સહાયે અધિકારીઓ સાથે મિટીંગ યોજીને કડક સૂચના પણ આપી હતી,શહેરમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ થાય તેને લઈ પણ સૂચના આપવામાં આવી હતી તેમજ અગામી સમયમાં અન્ય તહેવારો પણ આવી રહ્યાં છે,ત્યારે તે તહેવારોમાં પોલીસ બંદોબસ્ત સરખી રીતે ગોઠવાય અને લોકોને કોઈ તકલીફ ના પડે તેને લઈ ચર્ચા પણ કરવામાં આવી હતી,સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાથે અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા મિટીંગમાં. શાંતિ ડહોળનારને નહી છોડાય ડીજીપી વિકાસ સહાયે ત્રણ દિવસ અગાઉ સુરતમાં જે પથ્થરમારો થયો હતો તેમાં તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં જે પણ લોકો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે તેને છોડવામાં આવશે નહી,અને આવા અસામાજીક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Suratમાં રાજયના પોલીસ વડા વિકાસ સહાયે પથ્થરમારાને લઈ પરિસ્થિતિનો મેળવ્યો તાગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સુરતની મુલાકાતે પહોંચ્યા હતા,જયાં તેમણે ભટાર રોડ પર આવેલા ગણેશ મુલાકાત લઈને પરિવાર સાથે આરતી ઉતારી હતી,આ સમયે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલતો હાજર રહ્યાં હતા.સાથે અન્ય પોલીસ ઈન્સપેકટર તેમજ સ્થાનિકો હાજર રહ્યા હતા.

ડીજીપી પહોંચ્યા સુરત

સુરતમાં ત્રણ દિવસ અગાઉ ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની હતી અને ત્યારબાદ પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી હતી,તેની વચ્ચે ગુજરાતના ડીજીપી સુરત પહોંચ્યા હતા અને ગણેશ પંડાલની મુલાકાત લીધી હતી.આરતી ઉતાર્યા બાદ સાયબર સંજીવની 3.0નો અવરનેસ પ્રોગામ પણ રાખવામાં આવ્યો હતો,અને સાયબર ક્રાઈમથી બચવા લાઈવ નાટક રજૂ કરાયું હતું અને સ્થાનિકોને અવરનેસ કરાયા હતા.


અધિકારીઓ સાથે યોજી મિટીંગ

સુરતમાં ગણેશ પંડાલ પર જે પથ્થરમારો થયો હતો તેને લઈ વિકાસ સહાયે અધિકારીઓ સાથે મિટીંગ યોજીને કડક સૂચના પણ આપી હતી,શહેરમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ થાય તેને લઈ પણ સૂચના આપવામાં આવી હતી તેમજ અગામી સમયમાં અન્ય તહેવારો પણ આવી રહ્યાં છે,ત્યારે તે તહેવારોમાં પોલીસ બંદોબસ્ત સરખી રીતે ગોઠવાય અને લોકોને કોઈ તકલીફ ના પડે તેને લઈ ચર્ચા પણ કરવામાં આવી હતી,સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાથે અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા મિટીંગમાં.

શાંતિ ડહોળનારને નહી છોડાય

ડીજીપી વિકાસ સહાયે ત્રણ દિવસ અગાઉ સુરતમાં જે પથ્થરમારો થયો હતો તેમાં તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં જે પણ લોકો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે તેને છોડવામાં આવશે નહી,અને આવા અસામાજીક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.