Gir Somnath: બીજા દિવસે ડિમોલિશન યથાવત, કાટમાળ ખસેડવા માટે મશીનરી કામે લગાડાઈ
ગીર સોમનાથમાં સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી યથાવત જોવા મળી રહી છે. સોમનાથ મંદિર નજીક આ સરકારી જગ્યાઓ પર ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે અને હાલમાં તમામ કાટમાળ ખસેડવા માટે પણ મશીનરી કામે લગાડવામાં આવી છે.25 ટ્રેક્ટર અને 20 ડમ્પરનો કાટમાળ ખસેડવા માટે ઉપયોગ તમને જણાવી દઈએ કે ગઈકાલે સવારે 5 વાગ્યાથી ડીમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે, જે હાલમાં પણ યથાવત છે. બુલડોઝર, ડમ્પર સહિતની મશીનરીથી કામગીરી કરવામાં આવી રહી છે. 25 ટ્રેક્ટર અને 20 ડમ્પરનો કાટમાળ ખસેડવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં હાલમાં સામાન્ય નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે અને જો આવતીકાલ થી કામગીરી પૂર્ણ થઈ જશે તો સંભવત આવતીકાલથી આ વિસ્તારમાં લોકોની અવર જવર શરૂ કરવામાં આવી શકે છે. ગઈકાલે 102 એકર સરકારી જમીન પર ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવામાં આવ્યું તમને જણાવી દઈ કે ગઈકાલે જ સોમનાથમાં ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી મોટી ડિમોલિશનની ઝુંબેશ ચલાવવામાં આવી હતી. મંદિરની આસપાસના ધાર્મિક દબાણ એક સાથે તોડી પાડવામાં આવ્યા હતા. ત્રણ ધાર્મિક સ્થળો, 45 નાના-મોટા ખાનગી દબાણો પણ તોડી પાડવામાં આવ્યા હતા. કુલ 2 કિલોમીટરની રેન્જમાં 102 એકર સરકારી જમીન પર ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવામાં આવ્યું હતું અને અંદાજિત 320 કરોડની કિંમતની 102 એકર સરકારી જમીન પરના તમામ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. આ 320 કરોડની જમીન પર ગેરકાયદેસર કબજો જમાવવામાં આવેલો હતો અને જેમાં 9 ધાર્મિક સ્થળો મોટા અને 3 ધાર્મિક સ્થળો નાના હતા. તંત્રની કાર્યવાહીમાં અવરોધ રૂપ બનનારા 88 લોકો વિરુદ્ધ ગુન્હો નોંધાયો સોમનાથ મેગા ડીમોલિશનના મામલે તંત્રની કાર્યવાહીમાં અવરોધ રૂપ બનનારા 88 લોકો વિરુદ્ધ ગુન્હો પણ નોંધાયો છે. નાયબ મામલતદાર દ્વારા જ આ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 126(2), 189(2), 189(3), 189(5), 221, 223 મુજબ ગુન્હો નોંધાયો છે. આરોપીઓ ડીમોલેશનને અવરોધવા ટોળા સ્વરૂપે ધસી આવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગીર સોમનાથમાં સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી યથાવત જોવા મળી રહી છે. સોમનાથ મંદિર નજીક આ સરકારી જગ્યાઓ પર ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે અને હાલમાં તમામ કાટમાળ ખસેડવા માટે પણ મશીનરી કામે લગાડવામાં આવી છે.
25 ટ્રેક્ટર અને 20 ડમ્પરનો કાટમાળ ખસેડવા માટે ઉપયોગ
તમને જણાવી દઈએ કે ગઈકાલે સવારે 5 વાગ્યાથી ડીમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે, જે હાલમાં પણ યથાવત છે. બુલડોઝર, ડમ્પર સહિતની મશીનરીથી કામગીરી કરવામાં આવી રહી છે. 25 ટ્રેક્ટર અને 20 ડમ્પરનો કાટમાળ ખસેડવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં હાલમાં સામાન્ય નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે અને જો આવતીકાલ થી કામગીરી પૂર્ણ થઈ જશે તો સંભવત આવતીકાલથી આ વિસ્તારમાં લોકોની અવર જવર શરૂ કરવામાં આવી શકે છે.
ગઈકાલે 102 એકર સરકારી જમીન પર ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવામાં આવ્યું
તમને જણાવી દઈ કે ગઈકાલે જ સોમનાથમાં ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી મોટી ડિમોલિશનની ઝુંબેશ ચલાવવામાં આવી હતી. મંદિરની આસપાસના ધાર્મિક દબાણ એક સાથે તોડી પાડવામાં આવ્યા હતા. ત્રણ ધાર્મિક સ્થળો, 45 નાના-મોટા ખાનગી દબાણો પણ તોડી પાડવામાં આવ્યા હતા. કુલ 2 કિલોમીટરની રેન્જમાં 102 એકર સરકારી જમીન પર ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવામાં આવ્યું હતું અને અંદાજિત 320 કરોડની કિંમતની 102 એકર સરકારી જમીન પરના તમામ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. આ 320 કરોડની જમીન પર ગેરકાયદેસર કબજો જમાવવામાં આવેલો હતો અને જેમાં 9 ધાર્મિક સ્થળો મોટા અને 3 ધાર્મિક સ્થળો નાના હતા.
તંત્રની કાર્યવાહીમાં અવરોધ રૂપ બનનારા 88 લોકો વિરુદ્ધ ગુન્હો નોંધાયો
સોમનાથ મેગા ડીમોલિશનના મામલે તંત્રની કાર્યવાહીમાં અવરોધ રૂપ બનનારા 88 લોકો વિરુદ્ધ ગુન્હો પણ નોંધાયો છે. નાયબ મામલતદાર દ્વારા જ આ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 126(2), 189(2), 189(3), 189(5), 221, 223 મુજબ ગુન્હો નોંધાયો છે. આરોપીઓ ડીમોલેશનને અવરોધવા ટોળા સ્વરૂપે ધસી આવ્યા હતા.