Palanpur : બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માજી સૈનિકોનું વિશેષ સન્માન કરાયું

Oct 2, 2026 - 03:30
Palanpur : બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માજી સૈનિકોનું વિશેષ સન્માન કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દેશની સુરક્ષા અને અખંડિતતા માટે જીવન સમર્પિત કરનાર સશસ્ત્ર દળોના સૈનિકો અને માજી સૈનિકોના સન્માન માટેનો કાર્યક્રમ જિલ્લા કલેકટર કચેરી, પાલનપુર ખાતે જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં સશસ્ત્ર દળોના સૈનિકો અને માજી સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૈનિકોના શોર્ય, ત્યાગ, સમર્પણ અને રાષ્ટ્રસેવા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં હાલમાં ફરજ બજાવતા સૈનિકો તેમજ નિવૃત્ત થયેલા માજી સૈનિકોની સંખ્યા નોંધપાત્ર છે. માજી સૈનિકોના વ્યક્તિગત તેમજ સામુહિક પ્રશ્નોના વહેલી તકે અને હકારાત્મક રીતે નિરાકરણ માટે વહીવટી તંત્રની ભુમિકા મહત્વપૂર્ણ છે. જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે માજી સૈનિકોના પ્રશ્નો વહીવટી તંત્રના ધ્યાન પર આવે અને તેમનો યોગ્ય નિકાલ થઈ શકે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. દેશની સેવા દરમ્યાન શૌર્ય, ત્યાગ અને સમર્પણ દર્શાવનાર બનાસકાંઠાના તમામ સૈનિકોને નતમસ્તક વંદન કરતાં તેમણે ખાતરી આપી હતી કે સૈનિકો અને માજી સૈનિકોને સરકાર કે નાગરિક સેવાઓ સંબંધિત કોઈપણ પ્રશ્ન હોય ત્યારે જિલ્લા વહીવટી તંત્ર હંમેશા તેમની સાથે રહેશે. કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં સશસ્ત્ર દળોના સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દેશની સુરક્ષા અને અખંડિતતા માટે સશસ્ત્ર દળોના જવાનો દ્વારા આપવામાં આવતી સેવાઓ, ત્યાગ, શોર્ય અને સમર્પણને બિરદાવવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0