Palanpur પોલીસે બાતમીના આધારે લૂંટ કરનાર બે આરોપીને દબોચ્યા

પાલનપુરમાં ફરિયાદની એક્ટિવાને ઘક્કો મારી ચલાવાઈ લૂંટ ખાનગી બાતમીના આધારે પોલીસે મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપ્યા પોલીસે મોબાઈલ સહિત 32000નો મુદ્દામાલ કબજે કર્યો પાલનપુર પશ્ચિમ પોલીસે થોડા દિવસ અગાઉ નોંધાયેલી લૂંટની ઘટનામાં સંડોવાયેલા બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે બન્ને આરોપીઓ પાસેથી કિંમત રૂપિયા 32000ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં પોલીસે એક 18 વર્ષીય યુવક અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં અજાણ્યા ઇસમોએ ફરિયાદને માર મારી લૂંટ ચલાવી પાલનપુર શહેરમાં તાજપુર મન મંદિર પાસે લૂંટના ઈરાદે અજાણ્યા ઇસમોએ એક્ટિવામાં જતાં ફરિયાદીના ખીસ્સા રહેલ ViVOનો એન્ડ્રોઈડ મોબાઈલની લૂંટ કરવા માટે અક્ટિવાને ધક્કો માર્યો હતો. આ ઘટનામાં ફરિયાદી નીચે પડી જતાં અજાણ્યા શખ્સોએ ફરિયાદીને માર મારી મોબાઈલની લૂંટ ચલાવી હતી. જેના કારણે ફરિયાદીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર અર્થે ખસેડાયો હતો અને ત્યાર બાદ પોલીસ મથકમાં લૂંટની ઘટના અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી પોલીસ સ્ટેશનમાં મોબાઈલ લૂંટની ફરિયાદ નોંધાતા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવીના આધારે અજાણ્યા આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમિયાન જિલ્લા પોલીસ વડા દ્વારા બનાસકાંઠા તેમજ પાલનપુર પોલીસ વિસ્તારમાં બનતા ગુનાઓ શોધી કાઢવા સૂચના કરવામાં આવતા પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમે પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી. લૂંટના ગુનામાં સંડોવાયેલા બે ઇસમો ઝડપાયા પોલીસે ખાનગી બાતમીના આધારે સ્થળ પર રેડ કરી લૂંટના મોબાઈલ સાથે એક 18 વર્ષીય યુવક અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી પાડ્યા હતા. પોલીસ બન્ને આરોપી પાસેથે લૂંટમાં ગયેલ મોબાઇલ સહિત કુલ 32000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બન્ને આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પહેલા બન્ને આરોપી દ્વારા અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં વધુ તપાસ કરવામાં આવી છે.

Palanpur પોલીસે બાતમીના આધારે લૂંટ કરનાર બે આરોપીને દબોચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાલનપુરમાં ફરિયાદની એક્ટિવાને ઘક્કો મારી ચલાવાઈ લૂંટ
  • ખાનગી બાતમીના આધારે પોલીસે મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપ્યા
  • પોલીસે મોબાઈલ સહિત 32000નો મુદ્દામાલ કબજે કર્યો

પાલનપુર પશ્ચિમ પોલીસે થોડા દિવસ અગાઉ નોંધાયેલી લૂંટની ઘટનામાં સંડોવાયેલા બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે બન્ને આરોપીઓ પાસેથી કિંમત રૂપિયા 32000ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં પોલીસે એક 18 વર્ષીય યુવક અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરમાં અજાણ્યા ઇસમોએ ફરિયાદને માર મારી લૂંટ ચલાવી

પાલનપુર શહેરમાં તાજપુર મન મંદિર પાસે લૂંટના ઈરાદે અજાણ્યા ઇસમોએ એક્ટિવામાં જતાં ફરિયાદીના ખીસ્સા રહેલ ViVOનો એન્ડ્રોઈડ મોબાઈલની લૂંટ કરવા માટે અક્ટિવાને ધક્કો માર્યો હતો. આ ઘટનામાં ફરિયાદી નીચે પડી જતાં અજાણ્યા શખ્સોએ ફરિયાદીને માર મારી મોબાઈલની લૂંટ ચલાવી હતી. જેના કારણે ફરિયાદીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર અર્થે ખસેડાયો હતો અને ત્યાર બાદ પોલીસ મથકમાં લૂંટની ઘટના અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી

પોલીસ સ્ટેશનમાં મોબાઈલ લૂંટની ફરિયાદ નોંધાતા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવીના આધારે અજાણ્યા આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમિયાન જિલ્લા પોલીસ વડા દ્વારા બનાસકાંઠા તેમજ પાલનપુર પોલીસ વિસ્તારમાં બનતા ગુનાઓ શોધી કાઢવા સૂચના કરવામાં આવતા પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમે પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી.

લૂંટના ગુનામાં સંડોવાયેલા બે ઇસમો ઝડપાયા

પોલીસે ખાનગી બાતમીના આધારે સ્થળ પર રેડ કરી લૂંટના મોબાઈલ સાથે એક 18 વર્ષીય યુવક અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી પાડ્યા હતા. પોલીસ બન્ને આરોપી પાસેથે લૂંટમાં ગયેલ મોબાઇલ સહિત કુલ 32000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બન્ને આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પહેલા બન્ને આરોપી દ્વારા અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં વધુ તપાસ કરવામાં આવી છે.