Palanpur: ટોલટેક્ષના વિરોધમાં ગ્રામ્ય પ્રજા દ્વારા લડતનો રણટંકાર

Aug 11, 2025 - 07:30
Palanpur: ટોલટેક્ષના વિરોધમાં ગ્રામ્ય પ્રજા દ્વારા લડતનો રણટંકાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાલનપુર - આબુ હાઈવે પર ખેમાણાના ટોલનાકાની નજીકના ગામડાઓમાંથી અવરજવર કરતા ગ્રામજનો પાસેથી ટોલ વસુલવા મુદ્દે વિરોધનો સુર ઉઠયો છે. અને ટોલનાકાથી 20 કિ.મી. ત્રિજ્યામાં આવતા ગામના લોકોને ટોલટેક્ષમાંથી મુક્તિ આપવા અને હેરાનગતિ બંધ કરવા માંગ કરી છે. આ બાબતે મલાણા ખાતે 20થી વધુ ગામના લોકો મોટીસંખ્યામાં એકત્ર થઈ અને ટોલનાકા પર થતી હેરાનગતિ મામલે ધરણાનુ આયોજન કર્યુ છે.

સરકારે નેશનલ હાઈવે પર વાહનચાલકો પાસેથી ટોલટેક્ષના નામે કરોડો રૂપિયાનો ટેક્ષ વસુલવાનો જે નિર્ણય લઈ અને લોકો પાસેથી નાણાં લેવામાં આવી રહ્યા છે.તેની સામે દેશભરમાં લોકોમાં નારાજગી પ્રવર્તી રહી છે.વાહન ખરીદતી વખતે વાહનમાલિકો પાસેથી લાઈફટાઈમ રોડ ટેક્ષ વસુલવામાં આવે છે. અને વાહનની નામફેર સમયે પણ માર્ગ અને વાહનવ્યવહાર વિભાગ દ્વારા ટેક્ષ વસુલવામાં આવે છે.આમ છતા એક જ પ્રકારના ટેક્ષને ફરીથી ટોલના નામે નવા રસ્તા અને સુવિધાના નામે ટોલટેક્ષ વસુલી અને સરકાર પોતાની સેવાઓ આપવાના બદલે ટેક્ષ વસુલી લોકો પાસેથી જેટલીવાર ટોલનાકા પરથી પસાર થાય તેટલીવારના નાણાં લઈ અને લોકોને વાહન કરતાં તેનો ટેક્ષ વધી જાય તેવી રીતે ટોલના નામે નાણાં લઈ રહેલ છે.તેમજ ટોલનાકાની નજીકમાં રહેતા લોકોને 5 થી 10 કિ.મી.ના અંતરે અવરજવર માટે પણ માસિક પાસના નામે ટોલ વસુલવામાં આવી રહ્યો છે.ત્યારે પાલનપુર નજીક આવેલા ખેમાણા ટોલનાકા પર આસપાસના ગામના લોકોને ટોલનાકા પર થતી હેરાનગતિના મુદ્દે હવે લોકો આંદોલનના મુડમાં આવ્યા છે. આ બાબતે આગામી સપ્તાહમાં ટોલનાકા પર ધરણાં કરી વિરોધ પ્રદર્શન કરવા બેઠક યોજાઈ હતી.આ અંગે મલાણાના ખેડુત અગ્રી માવજીભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે સરકાર એક તરફ ટોલનાકાની 20 કિ.મી.ના વિસ્તારમાં રહેતા લોકોને ટોલ માફી આપવાનુ કહે છે. અને બીજી તરફ ખેમાણા ટોલનાકા પર આધારકાર્ડ માંગી અને હેરાનગતિ કરવામાં આવે છે. આમ દરરોજ દરરોજ પુરાવા માંગવા અને ટોલ વસુલવામાં આવતો હોવાથી આ અંગે સરકારની નીતિ સ્પષ્ટ કરવા માટે આગામી સપ્તાહમાં ટોલનાકા પર ધરણાં કરવામાં આવશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0