Palanpur: માવજત હોસ્પિટલ પાલનપુરમાં ન્યુરો-ફિઝિયોથેરાપી સેન્ટરનું ઉદ્ઘાટન

આધુનિક ટેકનોલોજી સાથેનું ન્યુરો-ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કર્યું છે.આ અદ્યતન વિભાગ દ્વારા ન્યુરો સંબંધિત રોગો માટે વિશિષ્ટ સારવાર અને રિહેબિલિટેશનની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે જે દર્દીઓ માટે લાભદાયી સાબિત થશે.આ નવા સેન્ટરનું ઉદઘાટન ટ્રસ્ટી હેમલભાઈ શ્રેણિકભાઈ ચોકસી અને તેમના સુપુત્ર રાયન હેમલભાઈ ચોકસીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ લોકોએ ફિઝિયોથેરાપી દ્વારા તેમના જીવનમાં થયેલા સુધારાના અનુભવો રજુ કર્યા હતા.આ સેન્ટર અદ્યતન ઉચ્ચ સ્તરીય સાધનોથી સજ્જ છે.જેમાં ગેઈર ટ્રેઈનર,ટ્રેડમીલ,ટીલ્ટ ટેબલ,મસલ સ્ટિમ્યુલેટર,બાળકોના ન્યુરો રિહેબિલિટેશન માટેના વિશિષ્ટ સાધનો વગેરેનો સમાવેશ થાય છે.ટ્રસ્ટી હેમલભાઈ શ્રેણિકભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે માવજત હોસ્પિટલનું આ નવીન સેન્ટર આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં એક મહત્ત્વનો ભાગ ભજવશે.અમારી પ્રાથમિકતા દર્દીઓને શ્રેષ્ઠ સારવારમાટે ઉચ્ચ ગુણવત્તાની સેવા પ્રદાન કરવાની છે.ચેરમેન ર્ડા.જયેશ બાવિશીએ જણાવ્યું હતું કે આ સેન્ટર નવીન ટેકનોલોજી અને નિષ્ણાતોની ટીમ સાથે શ્રેષ્ઠ ફિઝિયોથેરાપી અને ન્યુરો-ફિઝિયોથેરાપી સેવાઓ માટે સમર્પિત છે જે દર્દીઓના જીવનમાં ગુણવત્તાસભર પરીવર્તન લાવશે.આ સેન્ટર દ્વારા સ્ટ્રોક અને પેરાલિસિસ માટેનું રિહેબિલિટેશન,બાળકો માટેની ફીઝીયોથેરાપી સારવાર, રમતગમતની ઈજાઓ માટેની વિશિષ્ટ સારવાર, પીઠ અને સાંધાના દુખાવાના સંચાલન, સર્જરી પછીની ફીઝીયોથેરાપી સારવાર અને ન્યુરોલોજીકલ તકલીફો માટેની સારવાર ઉપલબ્ધ છે.

Palanpur: માવજત હોસ્પિટલ પાલનપુરમાં ન્યુરો-ફિઝિયોથેરાપી સેન્ટરનું ઉદ્ઘાટન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આધુનિક ટેકનોલોજી સાથેનું ન્યુરો-ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કર્યું છે.આ અદ્યતન વિભાગ દ્વારા ન્યુરો સંબંધિત રોગો માટે વિશિષ્ટ સારવાર અને રિહેબિલિટેશનની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે જે દર્દીઓ માટે લાભદાયી સાબિત થશે.આ નવા સેન્ટરનું ઉદઘાટન ટ્રસ્ટી હેમલભાઈ શ્રેણિકભાઈ ચોકસી અને તેમના સુપુત્ર રાયન હેમલભાઈ ચોકસીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ લોકોએ ફિઝિયોથેરાપી દ્વારા તેમના જીવનમાં થયેલા સુધારાના અનુભવો રજુ કર્યા હતા.આ સેન્ટર અદ્યતન ઉચ્ચ સ્તરીય સાધનોથી સજ્જ છે.જેમાં ગેઈર ટ્રેઈનર,ટ્રેડમીલ,ટીલ્ટ ટેબલ,મસલ સ્ટિમ્યુલેટર,બાળકોના ન્યુરો રિહેબિલિટેશન માટેના વિશિષ્ટ સાધનો વગેરેનો સમાવેશ થાય છે.ટ્રસ્ટી હેમલભાઈ શ્રેણિકભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે માવજત હોસ્પિટલનું આ નવીન સેન્ટર આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં એક મહત્ત્વનો ભાગ ભજવશે.અમારી પ્રાથમિકતા દર્દીઓને શ્રેષ્ઠ સારવારમાટે ઉચ્ચ ગુણવત્તાની સેવા પ્રદાન કરવાની છે.ચેરમેન ર્ડા.જયેશ બાવિશીએ જણાવ્યું હતું કે આ સેન્ટર નવીન ટેકનોલોજી અને નિષ્ણાતોની ટીમ સાથે શ્રેષ્ઠ ફિઝિયોથેરાપી અને ન્યુરો-ફિઝિયોથેરાપી સેવાઓ માટે સમર્પિત છે જે દર્દીઓના જીવનમાં ગુણવત્તાસભર પરીવર્તન લાવશે.આ સેન્ટર દ્વારા સ્ટ્રોક અને પેરાલિસિસ માટેનું રિહેબિલિટેશન,બાળકો માટેની ફીઝીયોથેરાપી સારવાર, રમતગમતની ઈજાઓ માટેની વિશિષ્ટ સારવાર, પીઠ અને સાંધાના દુખાવાના સંચાલન, સર્જરી પછીની ફીઝીયોથેરાપી સારવાર અને ન્યુરોલોજીકલ તકલીફો માટેની સારવાર ઉપલબ્ધ છે.