Palanpur : બનાસકાંઠા તંત્ર HMPV વાઇરસ સામે લડવા સજ્જ
બનાસકાંઠા જિલ્લામાં એચએમપીવી વાયરસની એન્ટ્રી થાય તે પહેલા જ જિલ્લા આરોગ્ય અધિકારીએ વાયરસ સામે લોકોને બચાવવા માટે સઘન તૈયારી કરી લીધી છે જેમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન અને વેન્ટિલેટરની સુવિધા સાથે 14 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને આ અંગે જિલ્લાના તમામ આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સુચના આપી છે.બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા મેટાન્યુમો વાયરસ સામે લોકોને રક્ષણ મળે તે માટે અગમ ચેતીના ભાગરૂપે જિલ્લાના આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી અને તેની તૈયારી કરવા સુચના આપી છે.જેમાં પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે જેમાં વેન્ટિલેટર તથા ઓક્સિજન સહિતની સુવિધાઓ સાથે 14 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને જિલ્લાના તમામ આરોગ્ય કર્મીઓને જરૂરી સુચના આપવામાં આવી છે અને શરદી,ખાંસી જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવા માટે લોકોને જાગૃત કરવા માટે જરૂરી પગલા લેવા માટે જણાવ્યું છે.જોકે આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે વાયરસથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે.આ એક પ્રકારનું વાયરલ ઈન્ફેક્શન છે જેમાં શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો જણાય છે. જેમાં નાના બાળકો અને વૃદ્ધોમાં તેની ચેપ લાગવાની શક્યતા વધુ રહે છે. સાવચેતી માટે શું કરવું જોઇએ?:આરોગ્ય અધિકારી ઈન્ફેક્શન વાળી વ્યક્તિએ સોશિયલ ડિસ્ટન્ટસ રાખવું જરૂરી રહે છે તેમાં પાણી વધુ પીવું જોઈએ અને તેમાં પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ વારંવાર મોઢા પર નાક પર હાથ અડાવવો જોઈએ નહિ અને ભીડભાડ વાળી જગ્યાએ જવું જોઈએ નહિ.તેમ જિલ્લા આરોગ્ય અધિકારી જણાવ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લામાં એચએમપીવી વાયરસની એન્ટ્રી થાય તે પહેલા જ જિલ્લા આરોગ્ય અધિકારીએ વાયરસ સામે લોકોને બચાવવા માટે સઘન તૈયારી કરી લીધી છે જેમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન અને વેન્ટિલેટરની સુવિધા સાથે 14 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને આ અંગે જિલ્લાના તમામ આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સુચના આપી છે.
બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા મેટાન્યુમો વાયરસ સામે લોકોને રક્ષણ મળે તે માટે અગમ ચેતીના ભાગરૂપે જિલ્લાના આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી અને તેની તૈયારી કરવા સુચના આપી છે.જેમાં પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે જેમાં વેન્ટિલેટર તથા ઓક્સિજન સહિતની સુવિધાઓ સાથે 14 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને જિલ્લાના તમામ આરોગ્ય કર્મીઓને જરૂરી સુચના આપવામાં આવી છે અને શરદી,ખાંસી જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવા માટે લોકોને જાગૃત કરવા માટે જરૂરી પગલા લેવા માટે જણાવ્યું છે.જોકે આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે વાયરસથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે.આ એક પ્રકારનું વાયરલ ઈન્ફેક્શન છે જેમાં શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો જણાય છે. જેમાં નાના બાળકો અને વૃદ્ધોમાં તેની ચેપ લાગવાની શક્યતા વધુ રહે છે.
સાવચેતી માટે શું કરવું જોઇએ?:આરોગ્ય અધિકારી
ઈન્ફેક્શન વાળી વ્યક્તિએ સોશિયલ ડિસ્ટન્ટસ રાખવું જરૂરી રહે છે તેમાં પાણી વધુ પીવું જોઈએ અને તેમાં પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ વારંવાર મોઢા પર નાક પર હાથ અડાવવો જોઈએ નહિ અને ભીડભાડ વાળી જગ્યાએ જવું જોઈએ નહિ.તેમ જિલ્લા આરોગ્ય અધિકારી જણાવ્યું છે.