Palanpur: ધાનેરાના સાંકડમાં યુવકની હત્યામાં બે આરોપીની અટક, એક ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધાનેરા તાલુકાના સાંકડ ગામમાં મજુરી અર્થે આવેલા વેલાજી શિવાજી માજીરાણાને તેના મિત્ર હિરાજી ઉર્ફે ચકી કેશાજી ઠાકોર તથા પરીવારના સભ્યોએ હત્યા કરી લાશને ત્રણ મહિના અગાઉ જમીનમાં દાટી દીધી હતી. જે અંગે એલસીબીના પીઆઈ એ.વી.દેસાઈ તથા તેમની ટીમે તપાસ હાથ ધરીને હત્યાના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓની રાઉન્ડ અપ કરી પુછપરછ હાથ ધરી હતી.
ઉપરોકત હત્યાના બનાવની વિગત એવી છે કે આ કેસના મુખ્ય આરોપી હિરાજી ઉર્ફે ચકી કેશાજી ઠાકોર રહે.શેરગઢ, તા.લાખણીવાળો તેના પરીવાર સાથે ધાનેરા તાલુકાના સાંકડ ગામે ભુટા મહારાજના ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતો અને વેલાજી શિવાજી માજીરાણા તેનો મિત્ર હોઈ સાંકડ ગામે મજુરી કરતો હોઈ અવારનવાર હિરાજીને ત્યાં અવરજવર કરતો હતો તેમાં વેલાજી પર આડા સંબંધોની શંકા રાખી અને હિરાજી ઉર્ફે ચકી કેશાજી ઠાકોરે ગત તા.27/04/2025 ના રાત્રીના સુમારે વેલાજીને ગળે ટુંપો આપી અને તેની હત્યા કરી ખેતરમાં જ લાશને દાટી દીધી હતી.જે આધારે પોલીસે ફરીયાદ સંદર્ભે તપાસ દરમ્યાન બે આરોપીને રાઉન્ડઅપ કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. લાશને બહાર કાઢી ડીએનએ ટેસ્ટ કરવામાં માટે કાર્યવાહી હાથ ધરાઈ.
એલસીબી દ્વારા મૃત્યુ પામેલ વેલાજી શિવાજી માજીરાણાના મોત બાબતે અલગ અલગ એન્ગલથી તપાસ કરતા આરોપીઓએ ત્રણેક મહિના અગાઉ વેલાજી પર આડાસંબંધની શંકા રાખી વેલાજીનું ગળું દબાવી અને હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હિરાજી ઉર્ફે ચકી કેશાજી ઠાકોર અને વેલાજી શિવાજી માજીરાણા ડીસા રૂરલ પોલીસ મથકમાં વર્ષ 2014 માં હત્યાના ગુનામાં સંડોવાયેલા હતા. તેમાં બંન્ને વચ્ચે મિત્રતા થઈ હતી.
What's Your Reaction?






