Palanpur: દૂધ મંડળીના આંતરિક વિખવાદમાં પશુપાલકોનો મરો, ચેરમેને મંત્રીને માર માર્યાના આક્ષેપ સાથે મંડળીને તાળા

Apr 23, 2026 - 08:30
Palanpur: દૂધ મંડળીના આંતરિક વિખવાદમાં પશુપાલકોનો મરો, ચેરમેને મંત્રીને માર માર્યાના આક્ષેપ સાથે મંડળીને તાળા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાની ધનિયાણા દૂધ ઉત્પાદક મંડળી હાલ વિવાદોનું કેન્દ્ર બની છે. મંડળીના ચેરમેન દ્વારા મંત્રી પર હુમલો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદને પગલે હાલ મંડળીને તાળા લટકાવી દેવામાં આવ્યા છે, જેના કારણે દૂધ ઉત્પાદકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

મંડળીના ચેરમેન દ્વારા મંત્રી પર હુમલોનો આક્ષેપ

મળતી માહિતી મુજબ, મંડળીના મંત્રીએ દૂધ ઉત્પાદકોને 9 ટકા નફો આપવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશી હતી, પરંતુ આ બાબત ચેરમેનને ન ગમતા મામલો બિચક્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે, જો પશુપાલકોને સીધો નફો મળી જાય તો ચેરમેનને મળતી ‘કટકી’ બંધ થઈ જાય તેમ હતી. આ આર્થિક હિતોના ટકરાવમાં ચેરમેને આવેશમાં આવી મંત્રી પર હુમલો કરી તેમને માર માર્યો હોવાનું સામે આવ્યું છે.

ગ્રામજનોનો ઉગ્ર વિરોધ અને અન્ય આક્ષેપો

મંત્રી પર થયેલા હુમલાના સમાચાર વાયુવેગે ફેલાતા ધનિયાણા ગામના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ચેરમેન વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સ્થાનિકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, આ મંડળીમાં વર્ષોથી સભાસદો બદલાયા નથી અને ચોક્કસ લોકોનો જ કબજો રહ્યો છે.

આ પણ વાંંચો: Ahmedabad : સી.જી. રોડ પર અકસ્માતનું ફેક નાટક કરી રીલ બનાવવી ભારે પડી, ઇન્ફ્લુએન્સર પાર્થ પરમાર સહિત 5 સામે ગુનો નોંધાયો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0