Palanpurની પ્રસિદ્ધિ મલ્ટી ગ્રુપને લાગ્યા તાળા, ઉઠામણું કર્યુ હોવાની ચર્ચાએ પકડયું જોર

BZ ગ્રુપ બાદ વધુ એક કંપનીનું ઉઠામણું થયુ હોવાની ચર્ચા સામે આવી છે જેમાં પાલનપુરની પ્રસિદ્ધિ મલ્ટી ગ્રુપને તાળા લાગ્યા છે,પોન્ઝી સ્કીમના નામે રોકાણકારો સાથે છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવતા રોકાણકારો ઓફીસ પર પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો,આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથધરી છે. જાણો કોણ ચલાવતુ હતુ સ્કીમ બનાસકાંઠાના પાલનપુરમાં રમણ નાઈએ પત્ની સાથે મળી આ પોન્ઝી સ્કીમની શરૂઆત કરી હતી અને રૂપિયાની સામે ઉચુ વળતર આપતો હોવાની વાત સામે આવી છે.રમણ નાઈ મૂળ મજાદર ગામેનો વતની હોવાનું ખુલ્યું છે,જેમાં તેણે ગુજરાતમાં પાલનપુર, મહેસાણા અને ધ્રાંગધ્રામાં બ્રાન્ચ ખોલી હતી.હાલમાં આ સ્કીમ ચલાવનાર વ્યકિત ફરાર છે અને લોકો તેની શોધી રહ્યાં છે,તેના ઘરે પણ તાળા લગાવી દેવામાં આવ્યા છે,જેના કારણે રોકાણકારો ચિંતામાં મૂકાયા છે. ધ્રાંગધ્રા મેથણ ગામના લોકો ભોગ બન્યા હતા સૌ પ્રથમ વાત કરવામાં આવે તો ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે આ દંપતિ વિરુદ્ધ અરજી થયાની ચર્ચા સામે આવી છે જેમાં પાલનપુર હાઈવેની બ્રાન્ચમાં 3 મહિનાથી તાળા લાગી ગયા છે,તો પ્રસિધ્ધિનો પ્રોપરાઇટર રમણ એજન્ટ બનીને કામ કરતો હોવાની વાત સામે આવે છે,પલ્સમાં દેવું થઈ જતા પ્રસિદ્ધિ ગ્રુપની બ્રાન્ચ શરુ કરી હતી અને દેવાળું ફૂકવાનું શરૂ કર્યુ હતુ,પોલીસ આ મામલે હાલમાં લોકોના નિવેદન નોંધી રહી છે અને કામગીરી કરી રહી છે. પોન્ઝી સ્કીમ શું છે એવી ઘણી ઘટનાઓ બની છે કે જેમાં ભોળા રોકાણકારો બજારમાં ઉપલબ્ધ રોકાણની યોજનાઓ કરતા ઓછા જોખમ સાથે ઉચ્ચ વળતરનું વચન આપતી યોજનાઓમાં રોકાણ કરવા માટે લલચાય છે. આવી અનિયંત્રિત રોકાણની યોજનાઓને પોન્ઝી સ્કીમ કહેવાય છે અને તેમાં અત્યંત ભારે જોખમ હોય છે.આવી સ્કીમમાં લોકો ઉંચા વળતરની લાલચે રોકાણ કરતા હોય છે અને છેલ્લે તેઓ તેમના જીવનની બચાયેલી મૂડી ગુમાવી દેતા હોય છે,ત્યારે આવી પોન્ઝી સ્કીમમાં રોકાણ કરવું હિતાવહ નથી. 

Palanpurની પ્રસિદ્ધિ મલ્ટી ગ્રુપને લાગ્યા તાળા, ઉઠામણું કર્યુ હોવાની ચર્ચાએ પકડયું જોર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

BZ ગ્રુપ બાદ વધુ એક કંપનીનું ઉઠામણું થયુ હોવાની ચર્ચા સામે આવી છે જેમાં પાલનપુરની પ્રસિદ્ધિ મલ્ટી ગ્રુપને તાળા લાગ્યા છે,પોન્ઝી સ્કીમના નામે રોકાણકારો સાથે છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવતા રોકાણકારો ઓફીસ પર પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો,આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથધરી છે.

જાણો કોણ ચલાવતુ હતુ સ્કીમ

બનાસકાંઠાના પાલનપુરમાં રમણ નાઈએ પત્ની સાથે મળી આ પોન્ઝી સ્કીમની શરૂઆત કરી હતી અને રૂપિયાની સામે ઉચુ વળતર આપતો હોવાની વાત સામે આવી છે.રમણ નાઈ મૂળ મજાદર ગામેનો વતની હોવાનું ખુલ્યું છે,જેમાં તેણે ગુજરાતમાં પાલનપુર, મહેસાણા અને ધ્રાંગધ્રામાં બ્રાન્ચ ખોલી હતી.હાલમાં આ સ્કીમ ચલાવનાર વ્યકિત ફરાર છે અને લોકો તેની શોધી રહ્યાં છે,તેના ઘરે પણ તાળા લગાવી દેવામાં આવ્યા છે,જેના કારણે રોકાણકારો ચિંતામાં મૂકાયા છે.


ધ્રાંગધ્રા મેથણ ગામના લોકો ભોગ બન્યા હતા

સૌ પ્રથમ વાત કરવામાં આવે તો ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે આ દંપતિ વિરુદ્ધ અરજી થયાની ચર્ચા સામે આવી છે જેમાં પાલનપુર હાઈવેની બ્રાન્ચમાં 3 મહિનાથી તાળા લાગી ગયા છે,તો પ્રસિધ્ધિનો પ્રોપરાઇટર રમણ એજન્ટ બનીને કામ કરતો હોવાની વાત સામે આવે છે,પલ્સમાં દેવું થઈ જતા પ્રસિદ્ધિ ગ્રુપની બ્રાન્ચ શરુ કરી હતી અને દેવાળું ફૂકવાનું શરૂ કર્યુ હતુ,પોલીસ આ મામલે હાલમાં લોકોના નિવેદન નોંધી રહી છે અને કામગીરી કરી રહી છે.

પોન્ઝી સ્કીમ શું છે

એવી ઘણી ઘટનાઓ બની છે કે જેમાં ભોળા રોકાણકારો બજારમાં ઉપલબ્ધ રોકાણની યોજનાઓ કરતા ઓછા જોખમ સાથે ઉચ્ચ વળતરનું વચન આપતી યોજનાઓમાં રોકાણ કરવા માટે લલચાય છે. આવી અનિયંત્રિત રોકાણની યોજનાઓને પોન્ઝી સ્કીમ કહેવાય છે અને તેમાં અત્યંત ભારે જોખમ હોય છે.આવી સ્કીમમાં લોકો ઉંચા વળતરની લાલચે રોકાણ કરતા હોય છે અને છેલ્લે તેઓ તેમના જીવનની બચાયેલી મૂડી ગુમાવી દેતા હોય છે,ત્યારે આવી પોન્ઝી સ્કીમમાં રોકાણ કરવું હિતાવહ નથી.