Anand: સબજેલના 4 પોલીસ કર્મી સસ્પેન્ડ

આણંદ સબજેલમા ફરજ બજાવતા ચાર પોલીસકર્મીઓને ફરજ પ્રત્યે નિષ્કાળજી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામા આવ્યા છે. ડીવાયએસપીની ઓચિંતી તપાસ દરમ્યાન જેલમાં બુટલેગર આરોપીને તેના પરિવાર સાથે નિયમ વિરૂદ્ધ રાત્રે મુલાકાત કરાવી આપવા સહિતની ફરજ પ્રત્યેની બેદરકારી બહાર આવી.જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને તત્કાલિન અસરથી કમલેશ શેલત, દક્ષેશ ગઢવી, ભાનુભાઇ અને રમણભાઇ નામના ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામા ખળભળાટ મચી ગયો છે અને આ મુદ્દે વધુ તપાસ હાથ ધરવામા આવતા ગુલ્વલીબાજ અને ફરજ પ્રત્યે નિષ્કાળજી દાખવ તા પોલીસકર્મીઓમા ફફડાટ ફેલાયો છે. અત્રે ઉલ્લેખનીય છેકે અગાઉ જેલમા અનેક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાની ઘટના જેલ દફતરે નોધાઇ હોઇ પોલીસ અધિક્ષકે કડક રાહે કાર્યવાહી હાથ ધરી છે. આણંદ શહેરની રેલવે ગોદી પાસે આવેલી જુની મામલતદાર કચેરી પાસેના કમ્પાઉન્ડમાં આવેલી સબજેલમાં થોડા સમય પુર્વે ડીવાયએસપી જયેશ પંચાલે રાત્રિના સુમારે અચાનક ચકાસણી કરી હતી. જેમાં બેરેકમા રાખવામા આવેલા આરોપીઓની કેટલાક પોલીસકર્મીઓ સાથે સાંઠગાંઠ હોવાનુ બહાર આવ્યુ હતું. આરોપીઓને મળવા આવતા મુલાકાતીઓને નિયમ વિરૂદ્ધ ચાર પોલીસકર્મીઓ દ્વારા મળવા દેવામા આવતા હોવાનુ પણ ફલિત થયુ હતું. જેમા બુટલેગર આરોપીને તેના પરિવાર સાથે મુલાકાત ગોઠવી આપવાનો કિસ્સો ઉજાગર થતાં સબજેલમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓની ગંભીર બેદરકારી બહાર આવી હતી. પ્રકરણમાં સંડોવાયેલા પોલીસકર્મીઓ કમલેશ શેલત, દક્ષેશ ગઢવી, ભાનુભાઇ અને રમણભાઇ નામના ચારેય કર્મીઓનો અહેવાલ જિલ્લા પોલીસ અધિક્ષકને મોકલી આપવામા આવતા અધિક્ષકે બનાવની ગંભીરતાને ધ્યાને લઇને તત્કાલિન રાહે ચારેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરતાં પોલીસ બેડામાં હલચલ મચી જવા પામી છે.

Anand: સબજેલના 4 પોલીસ કર્મી સસ્પેન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આણંદ સબજેલમા ફરજ બજાવતા ચાર પોલીસકર્મીઓને ફરજ પ્રત્યે નિષ્કાળજી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામા આવ્યા છે. ડીવાયએસપીની ઓચિંતી તપાસ દરમ્યાન જેલમાં બુટલેગર આરોપીને તેના પરિવાર સાથે નિયમ વિરૂદ્ધ રાત્રે મુલાકાત કરાવી આપવા સહિતની ફરજ પ્રત્યેની બેદરકારી બહાર આવી.

જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને તત્કાલિન અસરથી કમલેશ શેલત, દક્ષેશ ગઢવી, ભાનુભાઇ અને રમણભાઇ નામના ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામા ખળભળાટ મચી ગયો છે અને આ મુદ્દે વધુ તપાસ હાથ ધરવામા આવતા ગુલ્વલીબાજ અને ફરજ પ્રત્યે નિષ્કાળજી દાખવ તા પોલીસકર્મીઓમા ફફડાટ ફેલાયો છે. અત્રે ઉલ્લેખનીય છેકે અગાઉ જેલમા અનેક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાની ઘટના જેલ દફતરે નોધાઇ હોઇ પોલીસ અધિક્ષકે કડક રાહે કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ શહેરની રેલવે ગોદી પાસે આવેલી જુની મામલતદાર કચેરી પાસેના કમ્પાઉન્ડમાં આવેલી સબજેલમાં થોડા સમય પુર્વે ડીવાયએસપી જયેશ પંચાલે રાત્રિના સુમારે અચાનક ચકાસણી કરી હતી. જેમાં બેરેકમા રાખવામા આવેલા આરોપીઓની કેટલાક પોલીસકર્મીઓ સાથે સાંઠગાંઠ હોવાનુ બહાર આવ્યુ હતું. આરોપીઓને મળવા આવતા મુલાકાતીઓને નિયમ વિરૂદ્ધ ચાર પોલીસકર્મીઓ દ્વારા મળવા દેવામા આવતા હોવાનુ પણ ફલિત થયુ હતું. જેમા બુટલેગર આરોપીને તેના પરિવાર સાથે મુલાકાત ગોઠવી આપવાનો કિસ્સો ઉજાગર થતાં સબજેલમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓની ગંભીર બેદરકારી બહાર આવી હતી. પ્રકરણમાં સંડોવાયેલા પોલીસકર્મીઓ કમલેશ શેલત, દક્ષેશ ગઢવી, ભાનુભાઇ અને રમણભાઇ નામના ચારેય કર્મીઓનો અહેવાલ જિલ્લા પોલીસ અધિક્ષકને મોકલી આપવામા આવતા અધિક્ષકે બનાવની ગંભીરતાને ધ્યાને લઇને તત્કાલિન રાહે ચારેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરતાં પોલીસ બેડામાં હલચલ મચી જવા પામી છે.