Padra:પીવાનું પાણી મળી રહે તે માટે નવીન ટાંકીનું ખાતમુહૂર્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાણી જેવી જીવનજરૂરી જરૂરિયાતને સુનિશ્ચિત કરવા અને નગરજનોને પૂરતા પ્રમાણમાં શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ રહે તે શુભ હેતુસર, પાદરા નગર ખાતે સરકાર અમૃત 2.0 (SWAP-2) યોજનાના અંતર્ગત અંદાજિત રૂા.1380.55 લાખના ખર્ચે થનારા પાણી પુરવઠાના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. પાદરા શહેરમાં નાગરિકોને પૂરતા પ્રમાણમાં અને સુનિયોજિત રીતે પીવાનું પાણી મળી રહે તે હેતુસર રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી રૂા.14 કરોડના ખર્ચે નવી ઓવરહેડ ટાંકી અને સંપના નિર્માણની યોજનાનું ખાતમુહૂર્ત પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા કરાયું હતું.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમ પાદરાના ધારાસભ્યના હસ્તે કરાયો હતો. પ્રસંગે પાદરા નગર પાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ, ઉપપ્રમુખ ગૌરવ સોની, કારોબારી ચેરમેન સચિન ગાંધી, વિવિધ સમિતિના ચેરમેન અને સભ્યો ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના પાદરા શહેર પ્રમુખ દીપેશ પંચાલ તેમજ પાલિકાના ઠાકોર પટેલ અને ભાવિકાબેન સહીત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અંદાજિત રૂા.14 કરોડના ખર્ચે, રિફાઈ કોલોની ચાર રસ્તા નજીક ડિસ્કવરી સ્કૂલ પાસે નવી ઓવરહેડ ટાંકી તથા સંપ બંધાશે. સાથે જ ટાવર નજીક જુની પાણીની ટાંકીનો સંપ પણ નવીન બનાવાશે. ખાતમુહૂર્ત પ્રસંગે કારોબારી ચેરમેને જણાવ્યું કે, નવા વિસ્તારમાં બનેલી આ ટાંકી અને સંપ દ્વારા ઝોનીંગ સિસ્ટમ પ્રમાણે પાણી પુરવઠો વિતરણ કરાશે, જેના કારણે પાદરા નાગરિકોને પાણીની સુવિધા વધુ સારી મળી શકશે. આ નવી સુવિધા શરૂ થયા બાદ પાદરાના નવા તેમજ જુના વિસ્તારોમાં પાણી પુરવઠાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. ખાસ કરીને ઝોનીંગ સિસ્ટમ પ્રમાણે પાણી વિતરણની વ્યવસ્થા થવાને કારણે પાણીનો બિનજરૂરી વેડફટ અટકશે અને દરેક વોર્ડમાં નાગરિકોને પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ થશે.
ધારાસભ્યે જણાવ્યું કે, પાદરાના વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. પાણી જેવી મૂળભૂત જરૂરિયાતમાં નાગરિકોને તકલીફ ન પડે એ માટે આ યોજના અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
What's Your Reaction?






